Health Tips : 50 વર્ષે પણ 25 વર્ષના યુવાન દેખાશો, ડાયટમાં સામેલ કરો આ ફૂડ

Last Updated: January 27, 2026By

50 વર્ષે પણ 25 વર્ષના યુવાન દેખાવા આહારમાં ફેરફાર કરો. સ્વસ્થ રહેવા ઉંમર થતા ખોરાક અને દિનચર્યામાં બદલાવ કરવો જોઈએ. 50 વર્ષની ઉંમર પછી શરીરની જરૂરિયાતો બદલાય છે. આ તબક્કે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ ધીમું પડે છે. જેના કારણે શરીરમાં ફેટ વધવા લાગે છે તો કયારેક હાડકાં તેમજ સ્નાયુઓ નબળા પડે છે. જો આરોગ્ય સ્વસ્થ રાખવું હોય તો 50 વર્ષ બાદ ખોરાકમાં ખાસ કાળજી લેવી જરૂરી છે.

50 વર્ષ બાદ ડાયેટમાં સામેલ કરો આ ફૂડ

એક્સપર્ટ કહે છે કે 50 વર્ષ બાદ મહિલા હોય કે પુરુષ દરેકે આહારમાં પૌષ્ટીક ફૂડને સામેલ કરવા જોઈએ. લાંબા સમય સુધી સ્વસ્થ અને ઉર્જાવાન રહેવા માટે આ ખોરાકને ડાયેટમાં સામેલ કરો.

  • પ્રોટીનયુક્ત ખોરાક લો : ઉંમર વધવા સાથે સ્નાયુઓ નબળા પડતા જાય છે તેને રોકવા માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. મગ, ચણા, તુવેર દાળ, પનીર, સોયાબીન લો. આ આહાર સ્નાયુઓને મજબૂત રાખે છે અને શરીરમાં ઉર્જા ટકાવી રાખે છે.
  • કેલ્શિયમ અને વિટામિન D ખોરાક : 50 પછી હાડકાં બરડ થવાની શક્યતા વધી જાય છે, ખાસ કરીને મહિલાઓમાં. દૂધ, દહીં, છાશ, રાગી (નાચણી), અને તલ નિયમિત ખાવા જોઈએ. સવારનો કુમળો તડકો વિટામિન D માટે શ્રેષ્ઠ છે, જે કેલ્શિયમ પચાવવામાં મદદ કરે છે.
  • ફાઈબરથી ભરપૂર ખોરાક : ઉંમર થતા પાચનશક્તિ મંદ પડે છે. રાત્રિના સમય અથવા વધુ હેવી ખોરાક ખાવાનું ટાળો. ખાસ કરીને મેંદાની વસ્તુઓ ખાવી જોઈએ નહી. પાચનશક્તિ સુધારવા અને કબજિયાત દૂર કરવા શરીરમાં ફાઈબર જરૂરી છે. લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો (સફરજન, પપૈયું, જામફળ), અને આખા અનાજ (ઓટ્સ, જવ, બાજરી)ને સામેલ કરો. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. હૃદય માટે હેલ્ધી ફેટ્સ માટે તળેલું ખાવાને બદલે ‘ગુડ ફેટ્સ’ પસંદ કરો.

50 વર્ષ આ વસ્તુઓ ખાવાનું ટાળવું

વધારે મીઠુંબ્લડ પ્રેશર વધારી શકે છે.વધારે ખાંડડાયાબિટીસ અને વજન વધવાનું જોખમ રહે છે.મેંદો અને જંક ફૂડપાચનમાં ભારે પડે છે અને પોષણ આપતા નથી.વધારે ચા-કોફીઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે અને એસિડિટી કરે છે. તમને ડાયાબિટીસ, બીપી કે અન્ય કોઈ ગંભીર બીમારી હોય, તો ડાયેટમાં ફેરફાર કરતા પહેલા એકવાર તમારા ફેમિલી ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી.

આ પણ વાંચો : Health Tips : આયુર્વેદનું ‘અમૃત’ છે હરડે, શરીરના તમામ રોગો માટે રામબાણ ઈલાજ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )