Hema Malini Breaks Silence on Relationship with Sunny and Bobby Deol After Dharmendra’s Death | ‘સની કોઈપણ નિર્ણય લેતા પહેલાં મને પૂછે છે’: હેમા માલિનીએ ધર્મેન્દ્રની પહેલી પત્ની અને દીકરાઓ સાથેના સંબંધ અંગે કહ્યું, ‘અમે એકબીજાની નજીક છીએ’

Last Updated: January 12, 2026By

59 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના નિધન બાદ બીજી પત્ની હેમા માલિનીએ પહેલીવાર પોતાના એક નવા ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર અને દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી છે.

તેમણે ધર્મેન્દ્રના પહેલા પરિવાર- પત્ની પ્રકાશ કૌર અને દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ સાથે કોઈપણ પ્રકારના મતભેદના સમાચારોને પણ નકારી કાઢ્યા છે.

‘અમે એકબીજાની ખૂબ નજીક છીએ’

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા ઇન્ટરવ્યુમાં હેમાએ કહ્યું, ‘આ હંમેશાથી ખૂબ સારું અને સૌહાર્દપૂર્ણ રહ્યું છે. આજે પણ તે ખૂબ સારું છે. મને ખબર નથી કે લોકો અમારા વિશે શું વિચારે છે. ફક્ત એટલા માટે કે લોકોને ગપસપ કરવી ગમે છે.’

ધર્મેન્દ્ર તેમના બંને પત્નીઓ અને છ બાળકો સાથે.

ધર્મેન્દ્ર તેમના બંને પત્નીઓ અને છ બાળકો સાથે.

‘મારે તેનો જવાબ શા માટે આપવો જોઈએ? શું મારે સ્પષ્ટતા કરવી જરૂરી છે? મારે શા માટે કરવી જોઈએ? આ મારું જીવન છે. મારું અંગત જીવન, અમારું અંગત જીવન. અમે ખૂબ ખુશ છીએ અને એકબીજાની ખૂબ નજીક છીએ.’

હેમાએ આગળ કહ્યું, ‘બસ આટલું જ. મારે આ વિશે બીજું કંઈ કહેવું નથી. મને ખબર નથી કે લોકો કેવી-કેવી વાર્તાઓ બનાવી રહ્યા છે. તે ખૂબ દુઃખની વાત છે કે લોકો બીજાના દુઃખનો ઉપયોગ કરીને કેટલાક આર્ટિકલ લખી દે છે. તેથી હું (આવી અટકળોનો) જવાબ આપતી નથી.’

ધર્મેન્દ્રએ ધર્મપરિવર્તન કરીને હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા.

ધર્મેન્દ્રએ ધર્મપરિવર્તન કરીને હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા.

‘સની કોઈપણ નિર્ણય લેતા પહેલાં મને પૂછે છે’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એવી ખબર છે કે, ‘ધર્મેન્દ્ર માટે કોઈ મ્યુઝિયમ બનાવવામાં આવશે?’ ત્યારે જવાબમાં હેમાએ કહ્યું, ‘સનીની આ જ યોજના છે અને તે તેને કરશે જ. અમને જે કહેવામાં આવશે, તે અમે અમારી તરફથી કરીશું. આમ પણ સની કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મને જરૂર જણાવે છે.’

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમણે ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ જોઈ છે? જવાબમાં હેમાએ જણાવ્યું- ‘જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે હું મથુરા આવી હતી. મારે અહીં મારું કામ કરવાનું છે.

સાથે જ, હું તેને અત્યારે જોઈ શકતી નથી. આ મારા માટે ખૂબ જ ભાવુક કરી દેનારું હશે. મારી દીકરીઓ પણ આ જ કહી રહી છે. કદાચ હું તેને પછીથી જોઈશ, જ્યારે મારા ઘા રૂઝાવા લાગશે.’

હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ આહાના અને ઈશા છે.

હેમા માલિની અને ધર્મેન્દ્રને બે દીકરીઓ આહાના અને ઈશા છે.

ધર્મેન્દ્રના પહેલી અને બીજી પત્નીએ અલગ અલગ પ્રાર્થના સભા યોજી હતી

નોંધનીય છે કે, 24 નવેમ્બરે ધર્મેન્દ્રના નિધન પછી જે રીતે ઉતાવળમાં એક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તેનાથી લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા.

પછી જ્યારે દેઓલ પરિવાર અને હેમા માલિનીએ એક્ટર માટે અલગ-અલગ પ્રેયર મીટ રાખી, ત્યારે આ વાતોને વધુ વેગ મળ્યો કે, બંને પરિવારો વચ્ચે બધું બરાબર નથી.