Holi ના ટ્રેન્ડ્સ પર AI ની અસર, Google પર 'ગબ્બર' ના સવાલને બદલે 'પ્રોમ્પ્ટ' ની બોલબાલા

Last Updated: February 27, 2026By

વર્ષોથી ભારતભરમાં હોળીની સીઝન શરૂ થતા જ એક જ સવાલ ગુંજતો હતો: “હોળી ક્યારે છે?” ગબ્બર સિંહનો આ આઈકોનિક સંવાદ માત્ર ફિલ્મી પડદા પૂરતો મર્યાદિત નહોતો, પણ ગૂગલ સર્ચમાં પણ ટોચ પર રહેતો હતો. પરંતુ, 2026 માં ચિત્ર બદલાયું છે. હવે લોકો હોળીની તારીખ કે શુભેચ્છા સંદેશા શોધવાને બદલે ‘કન્ટેન્ટ’ બનાવવાની રીતો એટલે કે AI પ્રોમ્પ્ટ્સ શોધી રહ્યા છે.

AI નો વધતો પ્રભાવ

ગૂગલ ટ્રેન્ડ્સના તાજેતરના ડેટા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે લોકો હવે માત્ર તૈયાર મેસેજ ફોરવર્ડ કરવા માંગતા નથી, પણ પોતાની કલ્પના મુજબના ફોટા અને વીડિયો બનાવવા માંગે છે. છેલ્લા અઠવાડિયામાં ‘Holi AI Photo Editing Prompt’ જેવા કીવર્ડ્સમાં 250% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. આ સૂચવે છે કે સામાન્ય યુઝર હવે ટેક-સેવી બન્યો છે અને જેમિની (Gemini) જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાની યુનિક પોસ્ટ બનાવવા માંગે છે.

26 ફેબ્રુઆરી સુધીમાં 100 ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યુ ડેટા

ગૂગલ સર્ચ ઇન્ડેક્સ (0 થી 100 નો સ્કેલ) મુજબ, 23 ફેબ્રુઆરીએ સર્ચ લેવલ 68 હતું, જે માત્ર ચાર જ દિવસમાં 26 ફેબ્રુઆરી સુધીમાં 100 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. આ વખતે સર્ચના મામલે રાજસ્થાન મોખરે છે, ત્યારબાદ ઉત્તરાખંડ, હરિયાણા, અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે.

શું શોધી રહ્યા છે યુઝર્સ?

માત્ર ફોટા જ નહીં, પરંતુ પૂજાના મુહૂર્ત અને વિધિ માટે પણ સર્ચ ચાલુ છે. જોકે, નવા જમાનાના કીવર્ડ્સ કંઈક આવા છે:

હોળી પ્રોમ્પ્ટ જેમિની (Holi Prompt Gemini): પોતાની ઈચ્છા મુજબના આર્ટવર્ક બનાવવા માટે.

3D હોળી ફોટો એડિટિંગ: સોશિયલ મીડિયા પર અલગ તરી આવવા માટે.

હોળી પૂજન મુહૂર્ત: પરંપરા અને ટેકનોલોજીનો સંગમ.ટૂંકમાં, આ વર્ષની હોળી માત્ર રંગોની જ નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સર્જાતા નવા ડિજિટલ ઉત્સાહની પણ રહેશે.

 આ પણ વાંચોઃ હવે પ્રોફાઇલ ફોટો વગર પણ ખબર પડશે, Meta AI જણાવશે કોણે તમને WhatsApp પર બ્લોક કર્યા