Homemade Condensed Milk: ફક્ત 4 વસ્તુઓ અને 5 મિનિટમાં બનશે બજાર જેવું કન્ડેન્સ્ડ મિલ્ક, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત
કન્ડેન્સ્ડ મિલ્ક તમારા મીઠાઈઓમાં મીઠાશ ઉમેરે છે, પણ ક્રીમી ટેક્સચર પણ આપે છે અને તેનો સ્વાદ અનેકગણો વધારે છે. દૂધને કલાકો સુધી ઉકાળવાને બદલે કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કરી ગેસ અને સમયની બચત કરી શકો છો. કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવાથી વાનગી વધુ સ્વાદિષ્ટ બને છે. ખીર , રબડી, ગાજર અથવા દૂધીનો હલવા, બ્રાઉની, ખીર, કેક અને ચોકલેટ ટ્રફલ્સ તેમજ પેનકેક અને પુડિંગ્સમાં કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ થાય છે. બજારમાં મળતું કન્ડેન્સન્ડ મિલ્ક વધુ મોંઘું હોય છે. તમે તેને ગેસનો ઉપયોગ કર્યા વિના ઘરે સરળતાથી કન્ડેન્સન્ડ મિલ્ક બનાવી શકો છો. નોંધી લો કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત.
કન્ડેન્સન્ડ મિલ્ક માટેની સામગ્રી : 1 કપ મિલ્ક પાવડર, 1/2 કપ દળેલી ખાંડ, 40 ગ્રામ ઓગાળેલું માખણ (Butter), : 1/2 કપ ગરમ પાણી
કન્ડેન્સન્ડ મિલ્ક બનાવવાની રેસીપી :
કન્ડેન્સ્ડ મિલ્ક બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હોવા છતાં, તે ઘરે પણ સરળ રીતે તૈયાર કરી શકાય છે. આ માટે, એક બ્લેન્ડર જાર લો અને તેમાં દૂધ પાવડર, પાઉડર ખાંડ, ઓગાળેલું માખણ અને ગરમ પાણી ઉમેરો. હવે આ બધી જ સામગ્રીને ત્યાં સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી તેનું ટેક્સચર એકદમ સ્મૂધ અને ક્રીમી ન થઈ જાય. બસ, તમારું હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર છે! તેને એક બાઉલમાં કાઢી લો. આ રીતે, કન્ડેન્સ્ડ મિલ્ક તૈયાર કરવામાં માત્ર 5 મિનિટ લાગશે. એકવાર તે થોડું ઘટ્ટ થાય, પછી ખાંડ ઉમેરવામાં આવે છે અને કેરેમેલાઈઝ કરવામાં આવે છે.
કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ
સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, કન્ડેન્સ્ડ મિલ્ક પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. આ કન્ડેન્સ્ડ મિલ્કને તમે એરટાઈટ કાચની બરણીમાં ભરીને રેફ્રિજરેટરમાં 7 થી 10 દિવસ સુધી તાજું રાખી શકો છો. તમે તેને થોડા દિવસો માટે રેફ્રિજરેટરમાં હવાચુસ્ત પાત્રમાં પણ સંગ્રહિત કરી શકો છો અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકો છો. આનો ઉપયોગ તમે આઈસ્ક્રીમ, ખીર, હલવો, કેક અથવા ચોકલેટ ટ્રફલ્સ જેવી વાનગીઓમાં ખાંડના બદલે કરી શકો છો.
આ પણ વાંચો : Lifestyle: સવારે ઉઠતી વખતે કેમ થાય છે માથાનો દુઃખાવો, જાણો કઇ બીમારીના છે સંકેત?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

