How Anil Agarwal became the Metal King | પુત્રે પિતા પહેલાં દુનિયા ન છોડવી જોઈએ: અગ્નિવેશના નિધનથી ભાંગી પડ્યા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ, ટ્વીટ કર્યુંઃ તે મારી દુનિયા હતો; કમાણીના 75% હિસ્સાનું દાન કરશે
પટના3 દિવસ પેહલા
- કૉપી લિંક
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન થયું છે. તેમની ઉંમર માત્ર 49 વર્ષ હતી. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી. અનિલ અગ્રવાલે જણાવ્યું છે કે તેમના પુત્ર અગ્નિવેશનો જન્મ 3 જૂન 1976ના રોજ પટનામાં થયો હતો. તેમણે પોતાના પુત્રને એક ખેલાડી, સંગીતકાર અને લીડર ગણાવ્યો, જે તેમની નમ્રતા અને દયાળુતા માટે જાણીતા હતા.
અગ્રવાલે X પર એક પોસ્ટમાં લખ્યું- આજ મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ છે. મારા પ્રિય પુત્ર અગ્નિવેશે અમને ખૂબ જ જલદી અલવિદા કહી દીધું. તેઓ માત્ર 49 વર્ષના હતા, સ્વસ્થ હતા, જીવનથી ભરપૂર હતા અને તેમનાં સપનાં પણ ઘણાં હતાં.
અમેરિકામાં સ્કીઇંગ દુર્ઘટના પછી ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો. અમને લાગ્યું હતું કે હવે બધું બરાબર થઈ ગયું છે, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક હૃદય બંધ થયું ને અમારા પુત્રને અમારી પાસેથી છીનવી લીધો.
મારા માટે, તે માત્ર મારો પુત્ર નહોતો, તે મારો મિત્ર હતો, મારું ગૌરવ હતો, મારી દુનિયા હતો, પરિવાર આ ક્ષતિથી વ્યાકુળ છે. કિરણ અને હું તૂટી ગયા છીએ. મેં અગ્નિને વચન આપ્યું હતું કે અમે જે પણ કમાઈશું એનો 75%થી વધુ હિસ્સો સમાજને પરત કરીશું.
વાંચો પુત્ર અગ્નિવેશ માટે અનિલ અગ્રવાલની સંપૂર્ણ પોસ્ટ

અનિલ અગ્રવાલે પુત્ર સાથેની તસવીરો શેર કરી છે…

અનિલ અગ્રવાલ સાથે અગ્નિવેશ અગ્રવાલ (ફાઇલ ફોટો)

અગ્નિવેશ અગ્રવાલ એક પાર્ટીમાં સામેલ થયા હતા. (ફાઇલ ફોટો)

પરિવાર સાથે અનિલ અગ્રવાલ અને પુત્ર અગ્નિવેશ અગ્રવાલ. (ફોટો વેદાંતા ગ્રુપના ચેરપર્સને સોશિયલ મીડિયા પર શેર કર્યો.)
અગ્નિવેશ 2019 સુધી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના ચેરમેન રહ્યા હતા
કોમર્સમાં ગ્રેજ્યુએટ અગ્નિવેશ ઝિંક ઉત્પાદક કંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના 2019 સુધી ચેરમેન રહ્યા. તેમણે ભારતમાં માઇનિંગમાં એ સમયે પ્રચલિત ટેક્નિકને મોડર્ન બનાવી, જેને ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક માનવામાં આવી. તેમણે હિન્દુસ્તાન ઝિંકને વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેમની સાથે જ તેઓ ફુજૈરાહ ગોલ્ડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રહ્યા છે, જેની સ્થાપના 2009માં થઈ હતી અને ત્યારથી તેઓ અલુવર્કસ લિમિટેડના બોર્ડમાં સામેલ હતા, સાથે જ વેદાંતા સાથે જોડાયેલી પાવર કંપનીના બોર્ડમાં પણ સામેલ હતા.
તેઓ 1995થી 2013 સુધી મદ્રાસ એલ્યુમિનિયમ કંપની લિમિટેડના ડાયરેક્ટર રહ્યા, સાથે જ 2009થી સ્ટર્લાઇટ એનર્જી લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હતા.
આ કંપનીઓમાં ડિરેક્ટર રહ્યા:
તેંગપાની ટી કંપની લિમિટેડ
ટ્વિન સ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ
સ્ટર્લાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ
સ્ટર્લાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ
સ્ટર્લાઇટ આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ
પ્રાઇમેક્સ હેલ્થકેર એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ

હવે અગ્નિવેશના પિતા અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ વિશે જાણો…
જન્મ પટનામાં થયો, પરિવારના મૂળ રાજસ્થાનમાં
મેટલકિંગના નામે જાણીતા અનિલ અગ્રવાલના પરિવારના મૂળ રાજસ્થાનમાં રહ્યા છે. તેમના પિતા મારવાડી સમાજમાંથી હતા, જેઓ વ્યવસાયના અર્થે બિહાર ગયા હતા. અનિલ અગ્રવાલનો જન્મ 1954માં પટનામાં થયો હતો. અનિલનું પ્રારંભિક શિક્ષણ પટનામાં જ થયું હતું.
પિતાની નાની દુકાન, આવક પણ મર્યાદિત હતી
અનિલ અગ્રવાલના પિતા દ્વારકા પ્રસાદ અગ્રવાલ પટનામાં એલ્યુમિનિયમ કંડક્ટરની એક નાની દુકાન ચલાવતા હતા. પિતાની આવક બહુ વધારે નહોતી. અનિલ અગ્રવાલ ચાર ભાઈ-બહેન હતા. તેઓ સરકારી શાળામાં ભણ્યા, ત્યાર બાદ આગળના અભ્યાસ માટે તેમને પટનાથી બહાર જવાનું હતું, પરંતુ તેમણે નક્કી કર્યું કે તેઓ પિતાના બિઝનેસમાં મદદ કરશે.
9 બિઝનેસ ફેલ થયા, પછી વેદાંતાની સ્થાપના કરી
પટનામાં પિતા સાથે થોડાં વર્ષો કામ કર્યા પછી અનિલને બહાર જવાનું મન થયું. 19 વર્ષની ઉંમરે તેઓ પટનાથી મુંબઈ આવ્યા. સાથે એક ટિફિન બોક્સ અને પથારી હતી. અનિલએ પિતાને બિઝનેસ કરતા જોયા હતા, તેથી તેમને નોકરીની દુનિયા પસંદ ન આવી. મુંબઈમાં તેમણે 9 બિઝનેસ શરૂ કર્યા, પરંતુ તમામ નિષ્ફળ રહ્યા. ત્યાર બાદ તેમણે વેદાંતાની સ્થાપના કરી.

હવે જાણો વેદાંતાના એમ્પાયર બનવાની કહાની…
વેદાંતા આજે ઝિંક, લેડ, એલ્યુમિનિયમ અને સિલ્વર બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક છે. તેના ફાઉન્ડર અનિલ અગ્રવાલ ભારતના ‘મેટલમેન’ તરીકે ઓળખાય છે, પરંતુ તેમની સફર પડકારોથી ભરેલી રહી છે.
નાના-નાના ધંધામાં હાથ અજમાવ્યો, પરંતુ સફળતા ન મળી
મુંબઈ આવ્યા પછી કેટલાંક વર્ષો સુધી અનિલ અલગ-અલગ ધંધામાં હાથ અજમાવતા રહ્યા. કેટલોક સમય તેમણે કબાડીનો બિઝનેસ પણ કર્યો હતો.
કેમ્બ્રિજમાં એકવાર તેમણે જણાવ્યું હતું કે ‘મારા શરૂઆતનાં 30 વર્ષ સંઘર્ષમાં વીત્યાં. વર્ષો સુધી ડિપ્રેશનમાં રહ્યો. એ પછી મુંબઈમાં એક ઘર લીધું અને પત્ની તથા પુત્રને પણ બોલાવી લીધાં.’ કેમ્બ્રિજમાં સ્પીચ દરમિયાન અનિલ અગ્રવાલે પત્નીનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેમણે એ નાનકડા મકાનને ઘર બનાવી દીધું.
એકવાર સોશિયલ મીડિયા પર અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘મેં ઘણી આશાઓ સાથે પહેલી કંપની ખરીદી, પરંતુ કોઈ ખાસ ફાયદો થયો નહીં. દસ વર્ષ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં વીત્યાં. ત્યાર બાદ 1976માં શમશેર સ્ટર્લિંગ કેબલ કંપની ખરીદી. ત્યારે મારી પાસે વર્ક્ર્સને સેલરી આપવા અને રો-મટીરિયલ ખરીદવા માટે પણ પૈસા નહોતા.’
‘આખો દિવસ હું પેમેન્ટ ક્લિયર કરાવવા માટે બેંકોનાં ચક્કર કાપતો હતો. ત્યાર બાદ મેં અલગ-અલગ ફિલ્ડમાં 9 બિઝનેસ શરૂ કર્યા. દરેક બિઝનેસમાં નિષ્ફળતા મળી, પરંતુ મેં હાર ન માની.’
ત્યાર બાદ 1976માં અનિલે એક નવી કંપની શરૂ કરી અને નામ રાખ્યું વેદાંતા રિસોર્સીસ. શરૂઆતમાં જ આ બિઝનેસમાં તેમને ફાયદો થવા લાગ્યો. આ નફાનો ઉપયોગ તેમણે બીજી કંપનીઓનું અધિગ્રહણ કરવામાં કર્યો. 1993માં તેમણે ઔરંગાબાદમાં એલ્યુમિનિયમ શીટ્સ અને ફોઈલ્સ બનાવવાનો પ્લાન્ટ નાખ્યો, સાથે જ વેદાંતા ભારતની પહેલી કોપર રિફાઇનરી ખાનગી કંપની બની ગઈ.

પત્ની કિરણ સાથે અનિલ અગ્રવાલ. અનિલ પોતાની સફળતા માટે પત્નીને શ્રેય આપે છે.
સરકારના એક નિર્ણયે અનિલ અગ્રવાલને ભારતના ‘મેટલકિંગ’ બનાવી દીધા
2001માં ભારત સરકારે ખાનગી કંપનીઓને સરકારી કંપનીઓમાં હિસ્સેદારીની ઓફર આપી હતી. ત્યારે વેદાંતા રિસોર્સીસે ભારત એલ્યુમિનિયમ કંપની (BALCO)માં 51% શેર ખરીદી લીધા હતા. આ સોદો 551.50 કરોડ રૂપિયામાં થયો હતો.
એના પછીના જ વર્ષે વેદાંતાએ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડમાં 65% હિસ્સેદારી ખરીદી લીધી. આ રીતે વેદાંતા રિસોર્સીસ જાહેર ક્ષેત્રની બે કંપનીમાં અડધાથી વધુ શેરની ભાગીદાર બની ગઈ. એવું કહેવાય છે કે જ્યારે આ બંને કંપનીઓમાં વેદાંતાએ હિસ્સો ખરીદ્યો ત્યારે તેમની હાલત સારી નહોતી.
આ બંને માઇનિંગ કંપનીઓ હતી. વેદાંતાનો પણ આ જ સેક્ટરમાં બિઝનેસ હતો. એવામાં અનિલ અગ્રવાલના આ નિર્ણયથી વેદાંતાને પુષ્કળ ફાયદો થયો. અહીંથી જ મેટલ પ્રોડક્શન સેક્ટરમાં અનિલ અગ્રવાલ સ્થાપિત થઈ ગયા. તેમને ભારતના ‘મેટલમેન’ કહેવામાં આવ્યા.

લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પ્રથમ ભારતીય ફર્મ
2001માં વેદાંતાની સિસ્ટર કંપની ‘સ્ટર્લાઇટ ઇન્ડસ્ટ્રીઝ’, બ્રોકર હર્ષદ મહેતા સાથે શેરના ભાવમાં છેડછાડ કરવાના મામલામાં ફસાઈ ગઈ હતી. આમાં BPL અને વીડિયોકોન જેવી કંપનીઓ પણ સામેલ હતી.
શેરબજારના નિયમોનું ધ્યાન રાખતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBIએ ત્યારે સ્ટર્લાઇટ ઇન્ડસ્ટ્રીઝ પર કેપિટલ માર્કેટમાં પ્રતિબંધ મૂકી દીધો હતો.
2003માં અનિલ અગ્રવાલ લંડન જતા રહ્યા. અહીં તેમણે કંપનીને નવા નામ ‘વેદાંતા રિસોર્સીસ’ તરીકે ઊભી કરી. આ જ વર્ષે તેમણે વેદાંતા રિસોર્સીસને લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવી.
આ પહેલીવાર હતું જ્યારે કોઈ ભારતીય કંપની લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હોય. ત્યાર બાદ બીજી અન્ય ભારતીય કંપનીઓ પણ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ. અનિલ અગ્રવાલને આ લિસ્ટિંગથી લગભગ 7 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

અનિલ અગ્રવાલ પિતા સાથે બેઠા છે. એક સો. મીડિયા પોસ્ટમાં અનિલે લખ્યું હતું કે આટલી વ્યસ્તતા હોવા છતાં તેઓ દરરોજ પિતા સાથે વાત કરતા હતા.
હવે જાણો અનિલ અગ્રવાલના પરિવાર વિશે

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

