Hrithik Roshan Birthday Success Story; Actor Won Life War Against Stammering Scoliosis | જિંદગીની ‘વોર’ જીતી હૃતિકે સફળતાનું ‘લક્ષ્ય’ સાધ્યું: નેપોકિડ હોવા છતાં તનતોડ મહેનત કરી, ડેબ્યૂ ફિલ્મથી રાતોરાત સ્ટાર બન્યો
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો બોલિવૂડમાં કોઈ એક્ટર પાસેથી પોતાની નબળાઈને તાકાતમાં બદલીને સફળતાના શિખર પર પહોંચવાની પ્રેરણા મળે છે, તો તે બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ કહેવાતા હૃતિક રોશન છે. એક્ટર માટે શબ્દોનો સાચો ઉચ્ચાર, ફિઝિકલ ફિટનેસ, ડાન્સ અને એક્શનની ભારે માંગ રહે છે. આ જ હૃતિકની સૌથી મોટી નબળાઈ હતી.
બાળપણથી જ સ્ટેમરિંગ (બોલવામાં અચકાવું)ની ગંભીર સમસ્યા અને 21 વર્ષની ઉંમરે સ્કોલિયોસિસ (કરોડરજ્જુ સીધી રહેવાને બદલે એક બાજુ નમી જાય) નામની બીજી એક ગંભીર બીમારીએ હૃતિકના સપનાને કચડી નાખવાનો પૂરો પ્રયાસ કર્યો. ડોકટરોએ ત્યાં સુધી કહી દીધું હતું કે, જો હૃતિક એક્ટિંગને પ્રોફેશન તરીકે પસંદ કરશે, તો તેનાથી આજીવન અપંગતા થઈ શકે છે. પરંતુ તેણે તેની પરવા કર્યા વિના પોતાની નબળાઈઓ અને બીમારીઓને હરાવીને સફળતાની ઊંચાઈઓને સ્પર્શી.
આજે હૃતિક રોશનના 52મા જન્મદિવસ પર ચાલો જાણીએ બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ બનવાની કહાણી…

હૃતિક રોશનના પિતા રાકેશ રોશન એક્ટર અને ફિલ્મમેકર છે.
પિતા ઇચ્છતા હતા કે હૃતિક પોતાના અભ્યાસ પર ધ્યાન આપે
હૃતિક રોશને પોતાનું પ્રારંભિક શિક્ષણ બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી પૂરું કર્યું અને બાદમાં સિડેનહામ કૉલેજમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેના પિતા રાકેશ રોશન ઇચ્છતા હતા કે, તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપે અને આગળના અભ્યાસ માટે વિદેશ જાય. આ દરમિયાન તેને અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિનો પ્રસ્તાવ પણ મળ્યો હતો. જોકે, હૃતિકના મનમાં બાળપણથી જ એક્ટિંગ અને સિનેમા પ્રત્યે ઊંડો લગાવ હતો, જેના કારણે તેણે તે સુવર્ણ શૈક્ષણિક અવસરને ઠુકરાવી દીધો.

ફિલ્મોના સેટ પર કચરો સાફ કરતો હતો
ફિલ્મી પરિવારમાંથી હોવા છતાં હૃતિકને સીધો લોન્ચ કરવામાં આવ્યો નહોતો. એક્ટર બનતા પહેલા તેણે જમીની સ્તરે કામ શીખવાનું નક્કી કર્યું અને તેના પિતા રાકેશ રોશન સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણે ‘કિંગ અંકલ’, ‘કરણ અર્જુન’, ‘કોયલા’ જેવી ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું.
‘રિપબ્લિક વર્લ્ડ’માં છપાયેલા સમાચાર મુજબ હૃતિક રોશને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સેટ પર તે સખત મહેનત કરતો હતો. સેટ પર ઝાડુ મારવા, ચા પીરસવા અને ક્લેપ આપવા જેવા નાના-નાના કામ પણ કર્યા, જેથી તે ફિલ્મ નિર્માણની ઝિણવટને સમજી શકે. હૃતિકે એ પણ જણાવ્યું હતું કે, પિતાની ફિલ્મોના પેક-અપ પછી તે અવારનવાર ફિલ્મોના સીનનું પુનરાવર્તન કરતો હતો, જેથી જોઈ શકે કે તે એક્ટિંગમાં સુધરો કરી રહ્યો છે કે નહીં.
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનુભવ મેળવ્યા પછી, તેણે વર્ષ 2000માં ‘કહો ના પ્યાર હૈ’ સાથે એક એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું, પરંતુ આ સફર શરૂ કરવું હૃતિક રોશન માટે એટલું પણ સરળ રહ્યું નથી.
બાળપણમાં કોઈ મિત્ર અને ગર્લફ્રેન્ડ નહોતી
બાળપણથી જ હૃતિકને સ્ટેમરિંગની ગંભીર સમસ્યા હતી. તેને એક નાનું વાક્ય બોલવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી અને શાળામાં બીજા બાળકો તેની મજાક ઉડાવતા હતા. ‘BBC’ને આપેલા ઇન્ટરવ્યુમાં હૃતિકે કહ્યું હતું કે, ‘હું બાળપણમાં એટલો હકલાતો હતો કે બરાબર વાત પણ કરી શકતો નહોતો. મારો ક્યારેય કોઈ મિત્ર કે ગર્લફ્રેન્ડ નહોતી. હું ખૂબ શરમાળ હતો અને શાળાએથી પાછા આવીને ફક્ત રડતો રહેતો હતો.’
જે દિવસે શાળામાં મૌખિક પરીક્ષા (ઓરલ ટેસ્ટ) હોય, તે દિવસે તે બહાના બનાવીને શાળાએ જતો નહોતો. આ સમસ્યાને દૂર કરવા માટે હૃતિકે સ્પીચ થેરાપી લીધી અને કલાકો સુધી મહેનત કરી. તેણે પોતાની એક ખાસ ટેકનિક વિકસાવી, નોવેલ અને પુસ્તકો મોટેથી વાંચવા, જેથી તે પોતાના શબ્દો સાંભળી શકે અને આત્મવિશ્વાસ વધારી શકે.

હૃતિક રોશન બાળપણથી જ સ્ટેમરિંગની સમસ્યાથી ખૂબ પરેશાન હતો.
એક્ટિંગમાં ડેબ્યૂ પહેલા ગંભીર બીમારીનું નિદાન થયું
જ્યારે હૃતિક રોશન એક્ટિંગમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે તેને સ્કોલિયોસિસ નામની બીજી ગંભીર બીમારીનું નિદાન થયું. આ કરોડરજ્જુમાં વળાંકની બીમારી છે, જેમાં વ્યક્તિને સૂવામાં, ઊભા થવામાં અને બેસવામાં ઘણી તકલીફ પડે છે. ડોકટરોએ તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તે ક્યારેય ડાન્સ કરી શકશે નહીં અને બોલિવૂડ હીરો બનવા માટે જરૂરી તમામ કામ કરી શકશે નહીં. કોઈપણ વ્યક્તિ માટે આ કોઈ આઘાતથી ઓછું નહોતું, કારણ કે સપના સાકાર થાય તે પહેલાં જ તૂટીને વિખેરાઈ ગયા હતા.
ડોકટરોએ કહ્યું હતું કે, ‘ક્યારેય ફિઝિક બનાવી શકશે નહીં’
ડોકટરોએ હૃતિકને સ્પષ્ટપણે કહી દીધું કે, સ્કોલિયોસિસને કારણે તે ક્યારેય પણ શારીરિક રીતે માંગવાળા કામો જેમ કે, ડાન્સિંગ કે એક્શન ફિલ્મો કરી શકશે નહીં. ડોકટરોએ એક્ટિંગને પ્રોફેશન તરીકે પસંદ ન કરવાની સલાહ આપી, કારણ કે તેનાથી આજીવન અપંગતા થઈ શકે છે, પરંતુ હૃતિકે હાર ન માની.
તેણે સ્કોલિયોસિસ પર જેટલું પણ સંશોધન મળ્યું, તે બધું વાંચ્યું. નિયમિતપણે ફિઝિયોથેરાપી કરી અને પોતાના શરીરને એટલું મજબૂત બનાવ્યું. હૃતિક તે સમયે ખૂબ જ પાતળો હતો. ડોકટરોએ કહ્યું હતું કે, સ્પાઇનલ કોર્ડમાં સમસ્યા હોવાને કારણે તે ક્યારેય ફિઝિક બનાવી શકશે નહીં.

1995ની આસપાસનો સમય હતો, જ્યારે હૃતિકને સ્કોલિયોસિસ વિશે જાણ થઈ હતી. ત્યારે તે 21 વર્ષનો હતો.
નબળાઈને તાકાત બનાવી, પીડા સાથે સંઘર્ષ કરતો રહ્યો, પરંતુ હિંમત ન હારી
હૃતિકે પોતાની સ્થિતિ સ્વીકારવાને બદલે તેની સામે લડવાનો નિર્ણય કર્યો. તેણે નિયમિતપણે પોતાની પીઠને મજબૂત કરવા માટે અવિરત તાલીમ લીધી, જેમાં પ્લેન્ક્સ, વેઇટ્સ અને ફ્લેક્સિબિલિટી ડ્રિલ્સનો સમાવેશ થતો હતો. પોતાની કરોડરજ્જુની સ્થિતિને સુધારવા માટે ખાસ કસરતો અને તકનીકો શીખી. ડાન્સ મૂવ્સનો થાકી ન જાય ત્યાં સુધી અભ્યાસ કર્યો, આ દરમિયાન અસહ્ય પીડા સાથે સંઘર્ષ કરતો રહ્યો, પરંતુ પોતાની હિંમતને તૂટવા દીધી નહીં.
આજે હૃતિકના ડાન્સમાં અદ્ભુત ફ્લુઇડિટી, ચોક્કસ મૂવ્સ અને ચહેરાના હાવભાવનું એવું મિશ્રણ છે કે તે ગીતના દરેક બીટને જીવંત કરી દે છે. તેની ફિઝિક એટલી શાર્પ છે કે ફિલ્મોના સ્ટંટ્સ અને ફાઇટ સીન્સના દરેક મૂવમેન્ટ ખૂબ જ ડ્રામેટિક અને ઇમ્પેક્ટફુલ લાગે છે.

પહેલી જ ફિલ્મથી રાતોરાત સુપરસ્ટાર બની ગયો
વર્ષ 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી હૃતિક રોશનનું બોલિવૂડ ડેબ્યૂ થયું અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. રાતોરાત હૃતિક સુપરસ્ટાર બની ગયો અને તેની સ્ટાઈલ, ડાન્સિંગ અને એક્ટિંગે બધાંને ઘેલું લગાવ્યું. પરંતુ હૃતિકના કરિયરમાં આગળ વધુ પડકારો હતા. જેનો તેણે દૃઢતાથી સામનો કર્યો.

ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણા ગંભીર અકસ્માતો થયા
હૃતિક રોશનનો ફિલ્મ ‘ક્રિશ’ના શૂટિંગ દરમિયાન સિંગાપોરમાં એક ખતરનાક અકસ્માત થયો હતો. એક સ્ટંટ દરમિયાન તેની સાથે બાંધેલો તાર અચાનક તૂટી ગયો, જેના કારણે તે લગભગ 50 ફૂટની ઊંચાઈએથી નીચે પડવા લાગ્યો. સદનસીબે, તે નીચે એક (કેનોપી) દુકાનની છત્રી પર પડ્યો, જેણે આંચકો ઓછો કર્યો અને તેનો જીવ બચી ગયો. જોકે, પડવાથી તેને ઈજા થઈ હતી.

રાકેશ રોશન કહે છે કે, ‘ફિલ્મ ક્રિશના સેટ પર હૃતિક રોશન માંડ માંડ બચ્યો હતો.’
બ્રેઈન હેમરેજ અને ડિસ્ક સ્લિપ જેવી સમસ્યાઓ થઈ
હૃતિક રોશનને 2013માં ‘ક્રિશ 3’ના શૂટિંગ દરમિયાન પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. ‘અગ્નિપથ’ના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનને નારિયેળ તોડવાના એક દ્રશ્ય દરમિયાન હાથમાં ઊંડો કટ લાગ્યો હતો. લોહીની ધાર વહેવા લાગી, પરંતુ એક્ટરે હિંમત ન હારી. તે જ શૂટિંગમાં તેમને સ્લિપ ડિસ્કની પણ અસર થઈ હતી.
પીડા સહન કરતા હોવા છતાં પણ હૃતિકે પરફેક્શનને પ્રાધાન્ય આપ્યું હતું. બ્રેઈન હેમરેજ અને ડિસ્ક સ્લિપ જેવી સમસ્યાઓ સામે ઝઝૂમતા તેને ઘણી સર્જરી કરાવવી પડી હતી. ડોકટરોએ 6 મહિનાનો બેડ રેસ્ટ સૂચવ્યો હતો. તેમ છતાં, તે ફિલ્મને સમયસર પૂરી કરવા માટે મક્કમ રહ્યો. આ વાતનો ઉલ્લેખ રાકેશ રોશને ‘ધ રોશન્સ’ ડોક્યુમેન્ટરીમાં કર્યો છે.

હૃતિકને છેલ્લી ફિલ્મ ‘વોર 2’ 14 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થઈ હતી.
ફિલ્મ ‘વોર 2’ના સેટ પર જુનિયર NTR સાથે એક હાઈ-એનર્જી ડાન્સ નંબરની રિહર્સલ દરમિયાન હૃતિક રોશનના પગમાં ઈજા થઈ. ડોકટરોએ તેને લગભગ ચાર અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી, જેના કારણે ગીતનું શૂટિંગ થોડા સમય માટે મુલતવી રાખવું પડ્યું. જ્યોર્જિયામાં એક ઇવેન્ટ દરમિયાન હૃતિક રોશને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
દરેક પાત્ર માટે અલગ-અલગ પરફ્યુમ
હૃતિક રોશન દરેક પાત્ર માટે અલગ પરફ્યુમનો ઉપયોગ કરે છે, જેથી તે પાત્રની યાદો તાજી થઈ શકે. તે માને છે કે સુગંધ યાદો અને લાગણીઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હોય છે, તેથી દરેક નવા પાત્ર માટે એક નવું પરફ્યુમ પસંદ કરે છે. ફિલ્મ ‘સુપર 30’ના પ્રમોશન દરમિયાન હૃતિકે કહ્યું હતું, ‘સુગંધથી પાત્રની યાદો તાજી રહે છે.’

છૂટાછેડા પછી પણ હૃતિક અને સુઝેન સારા મિત્રો છે અને તેમના દીકરાઓનો ઉછેર સાથે મળીને કરે છે.
હૃતિક રોશનની એક્ટિંગ કારકિર્દી જેટલી પડકારજનક રહી છે, તેટલી જ તેમના લગ્નજીવનમાં પણ ઉથલપાથલ રહી છે. હૃતિક રોશનના લગ્ન અને છૂટાછેડાની કહાણી બોલિવૂડની ચર્ચિત ઘટનાઓમાંની એક છે. 2000માં તેણે સુઝેન ખાન સાથે લગ્ન કર્યા, જે 14 વર્ષ ચાલ્યા. 2013માં અલગ થવાના સમાચાર આવ્યા અને 2014માં સત્તાવાર છૂટાછેડા થઈ ગયા.
આ બોલિવૂડના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક હતા, જેમાં સુઝેનને કથિત રીતે 380 કરોડ રૂપિયાની એલિમોની મળી, જોકે બંને હજુ પણ તેમના બે દીકરાઓ રિહાન અને રિદાનનો ઉછેર સાથે મળીને કરે છે અને સારા મિત્રો છે. છૂટાછેડા પછી હૃતિકના જીવનમાં એક્ટ્રેસ સબા આઝાદ આવી.
હવે ડિરેક્શનમાં ડેબ્યૂ કરશે હૃતિક
હૃતિક રોશન ફિલ્મ ‘ક્રિશ 4’ થી ડિરેક્શનમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આ વાતની જાહેરાત ખુદ તેના પિતા રાકેશ રોશને સોશિયલ મીડિયા પર કરી છે. તેમણે કહ્યું કે, તેઓ હવે ડિરેક્શનની જવાબદારી પોતાના દીકરા હૃતિકને સોંપી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ રાકેશ રોશન અને આદિત્ય ચોપરા મળીને કરશે.
રાકેશ રોશને પોતાના ઇન્સ્ટાગ્રામ પર હૃતિક રોશન સાથે એક ફોટો શેર કર્યો. તેના કેપ્શનમાં તેમણે લખ્યું, ’25 વર્ષ પહેલા મેં તને એક એક્ટર તરીકે લોન્ચ કર્યો હતો અને આજે 25 વર્ષ પછી હું તને એક ડિરેક્ટર તરીકે લોન્ચ કરવા જઈ રહ્યો છું.’

રાકેશ રોશને દીકરા હૃતિકના ડિરેક્ટોરિયલ ડેબ્યુની જાહેરાત કરી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

