Hrithik Roshan Birthday Update; Sanjay Khan Shares Emotional Message First Meeting Photos | ‘હું તને ખૂબ પ્રેમ કરું છું, દીકરા’: હૃતિક રોશનના જન્મદિવસે પૂર્વ સસરાનો હૃદયસ્પર્શી મેસેજ, સંજય ખાને પહેલી મુલાકાતનો કિસ્સો શેર કર્યો

Last Updated: January 10, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ કહેવાતા હૃતિક રોશનનો આજે 52મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે એક્ટરની પ્રથમ પત્ની સુઝેન ખાનના પિતા સંજય ખાને તેના માટે એક ખાસ નોંધ લખી. આ નોંધ સાથે તેમણે હૃતિક અને આખી ફેમિલી સાથેના ઘણાં ફોટો શેર કર્યા છે. સંજયે નોંધમાં પૂર્વ જમાઈ સાથેના પોતાના સુંદર સંબંધો વિશે વાત કરી છે.

‘જ્યારે હૃતિક ટીનેજર હતો, ત્યારે પહેલીવાર મળ્યો હતો’

સંજય ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, ‘હું પહેલીવાર હૃતિક રોશનને ઝાયદ દ્વારા મળ્યો હતો. તે સમયે તે ટીનેજર હતો. તે સમયે મને સવારની રાઇડ માટે એક નવી સાયકલની જરૂર હતી. મેં ઝાયદ સાથે આનો કેઝ્યુઅલી ઉલ્લેખ કર્યો. તેણે હસતાં હસતાં કહ્યું કે, આ વિશે સાચી સલાહ માટે હૃતિક જ યોગ્ય વ્યક્તિ છે.’

સંજય ખાને હૃતિક સાથેનો ફોટો શેર કર્યો.

સંજય ખાને હૃતિક સાથેનો ફોટો શેર કર્યો.

‘મને અંદાજો નહોતો કે એક દિવસ હૃતિક મારો જમાઈ બનશે’

‘હૃતિકે પોતાનું વચન પાળ્યું અને એક સવારે મને મળવા આવ્યો. તેણે મને લેટેસ્ટ મોડલ્સ વિશે વિગતવાર જણાવ્યું… જેમ કે આજકાલ ચલણમાં ચાલી રહેલા થ્રી-સ્પીડ ગિયર સિસ્ટમ વિશે.’

‘તેનું સ્પષ્ટીકરણ એકદમ સ્પષ્ટ, સચોટ અને શાંત, સાચા આત્મવિશ્વાસ સાથે હતું, જેનાથી હું ખૂબ પ્રભાવિત થયો. મને જરા પણ અંદાજ નહોતો કે હૃતિક એક દિવસ મારી દીકરી સુઝેન સાથે લગ્ન કરશે અને અમારા પરિવારનો ભાગ બની જશે.’

હૃતિક રોશન અને તેનો સાળો ઝાયેદ ખાન પહેલાથી જ મિત્રો હતા.

હૃતિક રોશન અને તેનો સાળો ઝાયેદ ખાન પહેલાથી જ મિત્રો હતા.

‘હૃતિક અને સુઝેને મને અદ્ભુત ભેટ આપી છે’

સંજય આગળ લખે છે, ‘અમારી કેઝ્યુઅલ વાતચીત પરથી જાણવા મળતું હતું કે, સ્ટારડમ પાછળ એક શિસ્તબદ્ધ પ્રોફેશનલ છુપાયેલો છે. જે કેન્દ્રિત, સન્માનજનક અને અંદરની વાત જાણવા માટે ઉત્સુક રહે છે.’

‘તે ફિલ્મ જગત વિશે મારો અભિપ્રાય જાણવા માંગતો હતો. હું લાંબા સમયથી મારા મિત્રોને કહેતો આવ્યો છું કે, તેની સફળતા સમર્પણ અને ક્રાફ્ટના જોરે મળી છે. આજે હૃતિક બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે- એક અભિનેતા, એક સ્ટાર અને પોતાની કલાનો નિરંતર વિદ્યાર્થી.’

દીકરી સુઝેન પાસેથી જ મને મારી ખુશીઓ મળી…મારા દોહિત્રો રેહાન અને હૃધાન, બે સુંદર અદ્ભુત દીકરાઓ છે, જેમને તેણે પોતાની પૂરી ઈમાનદારી સાથે ઉછેર્યા. તેમનું અલગ થવું ગરિમાપૂર્ણ હતું, ક્યારેય કડવાશભર્યું નહોતું.’

હૃતિકે સંજય ખાનની દીકરી સુઝેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દિકરા, રેહાન અને હૃધાન છે.

હૃતિકે સંજય ખાનની દીકરી સુઝેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દિકરા, રેહાન અને હૃધાન છે.

‘હૃતિક, હું તને પ્રેમ કરું છું, દીકરા’

સંજય ખાને આગળ લખ્યું, ‘હું મિત્રોને મજાકમાં કહું છું કે તેણે હૃતિકને ‘હુક્મના બે એક્કા’ ભેટમાં આપ્યા છે. 10 જાન્યુઆરીના રોજ, જ્યારે લાખો લોકો ઉજવણી કરી રહ્યા છે, હું હૃતિકને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપું છું, જે સ્વાસ્થ્ય, શાંતિ, ખુશી અને સમૃદ્ધિથી ભરપૂર હોય. જન્મદિવસ મુબારક, હૃતિક. હું તને પ્રેમ કરું છું, દીકરા.’

હૃતિક અને સુઝેને 2000માં લગ્ન કર્યાં હતાં

હૃતિક રોશન અને સુઝેન ખાનના સંબંધોની વાત કરીએ તો, બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2000માં લગ્ન કરી લીધાં હતાં. વર્ષ 2006માં કપલના પહેલા દીકરા રેહાનનો જન્મ થયો અને 2008માં બીજા દીકરા હૃદાનનો.

હૃતિક અને સુઝેને લાંબા સમય સુધી ડેટ કર્યાં બાદ લગ્ન કર્યાં હતાં.

હૃતિક અને સુઝેને લાંબા સમય સુધી ડેટ કર્યાં બાદ લગ્ન કર્યાં હતાં.

2014માં બંનેએ લગ્નજીવનનો અંત લાવ્યો

કપલે 14 વર્ષના લાંબા લગ્નને વર્ષ 2014માં સમાપ્ત કરી દીધા. હાલમાં હૃતિક સિંગર અને એક્ટ્રેસ સબા આઝાદ સાથે રિલેશનશિપમાં છે, જ્યારે સુઝેન અર્સલાન ગોની સાથે સંબંધમાં છે.

છૂટાછેડા પછી પણ હૃતિક અને સુઝેન ઘણા સારા મિત્રો છે. બંને અવારનવાર પોતાના પાર્ટનર સાથે એકબીજાની ખુશીઓમાં સામેલ થતા રહે છે. બંને દીકરાઓનો ઉછેર સાથે મળીને કરી રહ્યા છે.