human robot : મર્દ કો કભી દર્દ નહીં હોગા, પણ હવે રોબોટને થશે દર્દ, હોંગકોંગના વૈજ્ઞાનિકોનો નવો કીમિયો
ટેકનોલોજીની દુનિયામાં એક એવીસીમારેખા હતી જે માનવ અને રોબોટને અલગ પાડતી હતી.રોબોટ ગમે તેટલા બુદ્ધિશાળી હોય, પણ તેમને વાગતું નહોતું. પરંતુ સિટી યુનિવર્સિટી ઓફ હોંગકોંગના ઇજનેર યુયુ ગાઓ અને તેમની ટીમે આ અંતરને હટાવી દીધું છે. તેમણે એક એવી ન્યુરોમોર્ફિક રોબોટિક સ્કિન તૈયાર કરી છે જે માનવ ચેતાતંત્રની નકલ કરે છે.
કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી?
આ આર્ટિફિશિયલ સ્કિન ચાર જટિલ સ્તરો (લેયર્સ) થી બનેલી છે. સામાન્ય રીતે રોબોટિક સેન્સર માત્ર દબાણ માપે છે, પરંતુ આ નવી સ્કિન સ્પર્શને વીજ સંકેતો (પલ્સ) માં રૂપાંતરિત કરે છે. તે રોબોટને સમજાવે છે કે કયો સ્પર્શ પ્રેમભર્યો છે અને કયો નુકસાનકારક.
રિફ્લેક્સ એક્શન
પીડા સામે સુરક્ષા આ શોધની સૌથી મોટી વિશેષતા તેની ‘રિફ્લેક્સ’ એટલે કે ત્વરિત પ્રતિક્રિયા આપવાની ક્ષમતા છે.સામાન્ય સંજોગોમાં જો દબાણ ઓછું હોય, તો માહિતી પ્રોસેસર સુધી જાય છે જે રોબોટને વસ્તુ પકડવામાં મદદ કરે છે.
કટોકટીમાં દબાણ સહનશક્તિની મર્યાદા વટાવી જાય (જેમ કે કોઈ તીક્ષ્ણ વસ્તુ કે વધુ ગરમી), તો આ સિસ્ટમ મગજની રાહ જોયા વગર સીધા રોબોટના મોટર્સને હાઈ-વોલ્ટેજ સિગ્નલ મોકલે છે. પરિણામે, રોબોટ પલક ઝપકાવતા જ પોતાનો હાથ ખેંચી લે છે, બરાબર એક માનવની જેમ જ થશે.
રોબોટને સંવેદનશીલતાથી કામ કરવા માટે પ્રેરશે
ભવિષ્ય પર અસર આ ટેકનોલોજી માત્ર રોબોટને ઇજાથી બચાવવા માટે નથી, પરંતુ માનવ-રોબોટ વચ્ચેના સંબંધોને વધુ સુરક્ષિત બનાવવા માટે છે. હોસ્પિટલ કે ઘરોમાં કામ કરતા રોબોટ્સ હવે વધુ સંવેદનશીલતાથી કામ કરી શકશે.
આ પણ વાંચોઃ સાવધાન! આ ‘4’ ડિજિટલ કોડ તમારા બેંક ખાતાને કરી શકે છે ખાલી! જાણો કેવી રીતે બચશો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

