ICCએ પોતાની ભૂલ સુધારી:રેન્કિંગમાં કોહલીના નંબર-1 રહેવાના દિવસો ઓછા જણાવ્યા હતા, પહેલા પણ ઘણી ભૂલો થઈ છે
ICCએ આ સપ્તાહે જાહેર કરાયેલી રેન્કિંગમાં એક ભૂલ કરી હતી, જેને હવે કાઉન્સિલે સુધારી લીધી છે. 14 જાન્યુઆરીએ જાહેર કરાયેલા વન-ડે રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર-1 બેટર બન્યો હતો, પરંતુ ICCએ ભૂલથી તેના નંબર-1 રહેવાના કુલ દિવસો ઓછા જણાવ્યા હતા. બાદમાં ICCએ સ્પષ્ટ કર્યું કે વિરાટ વન-ડે ક્રિકેટમાં કુલ 1,547 દિવસ સુધી નંબર-1 બેટર રહ્યો છે. કોહલી ત્રીજા નંબર પર છે
14 જાન્યુઆરીએ ICCએ વિરાટ કોહલી સાથે સંબંધિત એક ડેટા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે બાદમાં ખોટો સાબિત થયો. ભૂલ સામે આવ્યા પછી ICCએ તે કોપીને સુધારી દીધી. પહેલા ICCએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી કુલ 825 દિવસ સુધી વન-ડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર રહ્યો છે, જેના આધારે તે આ સૂચિમાં દુનિયામાં 10મા સ્થાને હતો. જોકે, આંકડાઓમાં સુધારા બાદ ICCએ સ્પષ્ટ કર્યું કે વિરાટ કુલ 1,547 દિવસ સુધી વન-ડે ક્રિકેટમાં નંબર-1 બેટર રહ્યો છે. આ સાચા આંકડા સાથે વિરાટ હવે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ દિવસો સુધી નંબર-1 રહેનારા બેટર્સની યાદીમાં તેમનાથી આગળ ફક્ત વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સ (2,306 દિવસ) અને બ્રાયન લારા (2,079 દિવસ) છે. વિરાટ વન-ડેમાં 11મી વખત નંબર-1
વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 93 રનની ઇનિંગ રમી હતી, જેનો તેને સીધો ફાયદો મળ્યો. તેના હવે 785 રેટિંગ પોઈન્ટ્સ થઈ ગયા છે. વિરાટ જુલાઈ 2021 પછી પ્રથમ વખત અને ઓવરઓલ પોતાની કારકિર્દીમાં 11મી વખત નંબર-1 વન-ડે બેટર બન્યો છે. ગયા અઠવાડિયે તે નંબર-2 પર હતો. તેણે રોહિત શર્માને પાછળ છોડ્યો. ICC રેન્કિંગમાં 3 મોટી ભૂલો, બે વાર ભારત નંબર-1 બનાવ્યું ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના રેન્કિંગમાં પહેલા પણ ભૂલો થઈ ચૂકી છે. 2 કિસ્સાઓમાં તો ટીમ ઇન્ડિયાને ટેસ્ટની નંબર-1 ટીમ જાહેર કરવામાં આવી હતી. બાદમાં ભૂલ સુધારવામાં આવી… પ્રથમ: ભારત અઢી કલાક નંબર-1 રહ્યું પહેલો કિસ્સો 18 જાન્યુઆરી 2022ના રોજ બન્યો હતો. જ્યારે ICCની ઓફિશિયલ વેબસાઇટ પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ભારતને નંબર-1 ટેસ્ટ ટીમ જાહેર કરવામાં આવ્યું. પછી અઢી કલાક પછી જ 4 વાગ્યે ભારતને નંબર-1 પરથી હટાવીને નંબર-2 ટેસ્ટ ટીમ કરી દેવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયા ફરીથી નંબર-1 ટેસ્ટ ટીમ બની ગયું. બીજી: વર્લ્ડ ક્રિકેટમાં ભારતની 6 કલાકની બાદશાહત ફેબ્રુઆરી 2022માં ICCની ભૂલથી ભારત બીજી વખત ટેસ્ટમાં નંબર-1 ટીમ બની ગયું હતું. 6 કલાક પછી ICCએ ફરી નવી રેન્કિંગ જાહેર કરી. તેમાં ભારત ફરીથી બીજા અને ઓસ્ટ્રેલિયા નંબર વન હતું. ત્રીજી: રોહિત-કોહલીના નામ ગાયબ 20 ઓગસ્ટ 2025માં ICCની તાજા રેન્કિંગમાંથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ ગાયબ થઈ ગયા હતા. લગભગ 4 કલાક પછી બોર્ડે આ ભૂલ સુધારી લીધી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

