ICC વન-ડે રેન્કિંગ જાહેર:નેધરલેન્ડ્સ, નેપાળ અને નામિબિયાના ખેલાડીઓને ટ્રાઇ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો, સ્કોટ એડવર્ડ્સ 34મા સ્થાને પહોંચ્યા
ICCએ મેન્સની લેટેસ્ટ વન-ડે પ્લેયર રેન્કિંગ જાહેર કરી છે. નેધરલેન્ડ્સ, નેપાળ અને નામિબિયા વચ્ચે સમાપ્ત થયેલી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ટ્રાઇ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનના આધારે ત્રણેય ટીમના વ્હાઇટ-બોલ ખેલાડીઓની રેન્કિંગમાં મોટો સુધારો જોવા મળ્યો છે. લીગ 2માં નેધરલેન્ડ્સનું પ્રભુત્વ અને કેપ્ટન એડવર્ડ્સની છલાંગ નેધરલેન્ડ્સની ટીમ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 સ્પર્ધામાં સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ડચ ટીમે તાજેતરમાં યુટ્રેચમાં રમાયેલી મેચમાં નેપાળને 57 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે નેધરલેન્ડ્સે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર ઇવેન્ટમાં સ્થાન મેળવવાની તેની આશાઓને વધુ મજબૂત કરી છે. આ મેચમાં ડચ કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 57 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને જીતનો માર્ગ મોકળો કર્યો હતો. આ પ્રદર્શનના આધારે નેધરલેન્ડ્સે લીગ 2ના પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ-4માં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. બેટિંગ રેન્કિંગમાં જમણા હાથના બેટર સ્કોટ એડવર્ડ્સ 4 સ્થાન ઉપર ચઢીને સંયુક્ત રીતે 34મા સ્થાને પહોંચી ગયો છે. નેધરલેન્ડ્સના બોલરોની રેન્કિંગમાં સુધારો તાજેતરની વન-ડે બોલર રેન્કિંગમાં નેધરલેન્ડ્સના બોલરોએ પણ સારી પ્રગતિ નોંધાવી છે. ટીમના અનુભવી સ્પિનર રોએલોફ વાન ડેર મર્વે નેપાળ સામેની મેચમાં 2 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનના આધારે તે 11 સ્થાનની લાંબી છલાંગ લગાવીને સંયુક્ત રીતે 63મા સ્થાને પહોંચી ગયો છે. આ જ મેચમાં 2 વિકેટ લેનાર તેનો સાથી ફાસ્ટ બોલર લોગાન વાન બીકને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. વાન બીક 3 સ્થાનના સુધારા સાથે વન-ડે બોલરોની યાદીમાં 76મા નંબરે આવી ગયો છે. નેપાળના બેટરો અને બોલરોને મળ્યો ફાયદો નેધરલેન્ડ્સ સામે મળેલી હાર છતાં નેપાળના ખેલાડીઓ માટે રેન્કિંગમાં સારા સમાચાર આવ્યા છે. નેપાળનો બેટર આસિફ શેખ 2 સ્થાનના સુધારા સાથે વન-ડે બેટરોની રેન્કિંગમાં 76મા સ્થાને પહોંચી ગયો છે. નેપાળના બોલરોની વાત કરીએ તો લલિત રાજબંશી 1 સ્થાનના સુધારા સાથે 45મા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે, ઓલરાઉન્ડર અને બોલર કરન કેસીએ રેન્કિંગમાં 7 સ્થાનની છલાંગ લગાવી છે, જેનાથી તે વન-ડે બોલરોની યાદીમાં સંયુક્ત રીતે 83મા સ્થાને આવી ગયો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

