ICC ODI World Cup 2027 Schedule Announcement
1 દિવસ પેહલા
- કૉપી લિંક
2023 વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં યજમાન ભારતને 6 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ICC વન-ડે વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ એક ઓક્ટોબરે જાહેર કરશે. આ જાહેરાત સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં થશે. ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. વર્લ્ડ કપમાં પહેલીવાર 14 ટીમ 57 મેચમાં ભાગ લેશે. તેમાં 12 સ્થળો પણ સામેલ છે.
ટુર્નામેન્ટ 2 ઓક્ટોબર 2027થી 21 નવેમ્બર સુધી રમાય તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે વર્લ્ડ કપ શરૂ કરવાની યોજના છે.

2007નો Y20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો. ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું.
30 સપ્ટેમ્બરની કટઓફ બાદ 10 ટીમના સ્થાન નક્કી થશે
વર્લ્ડ કપમાં 14 ટીમને સ્થાન મળશે. તેમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને યજમાન હોવાને કારણે સીધું સ્થાન મળ્યું છે. બાકીના 8 સીધા સ્થાનો 30 સપ્ટેમ્બર 2026ની ICC વન-ડે રેન્કિંગના આધારે નક્કી થશે. ચાર સ્થાન ક્વોલિફાયરથી મળશે.
23 સપ્ટેમ્બરની ICC ODI રેન્કિંગમાં ભારત પ્રથમ સ્થાને છે. તેના પછી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ટોચના 10માં છે. સાઉથ આફ્રિકાને યજમાન હોવાને કારણે અલગથી સ્થાન મળતાં, ત્યાર બાદ રેન્કિંગમાં રહેલી બિન-યજમાન ટીમ માટે માર્ગ ખુલશે. વર્તમાન સ્થિતિમાં ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સીધા ક્વોલિફિકેશનની સ્થિતિમાં છે.
વેસ્ટ ઇન્ડીઝ હાલમાં 10મા સ્થાને છે અને તેને ક્વોલિફાયરના માર્ગે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું પડશે. ક્વોલિફિકેશનનું અંતિમ ચિત્ર 30 સપ્ટેમ્બરની કટઓફ બાદ જ સ્પષ્ટ થશે.
નામિબિયા યજમાન છે, પરંતુ તેનું સ્થાન નિશ્ચિત નથી
આ વર્લ્ડ કપમાં નામિબિયાનો મામલો અલગ છે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા ત્રણેય યજમાન છે, પરંતુ યજમાન હોવા છતાં નામિબિયાને સીધી એન્ટ્રી મળી નથી. તેને ક્વોલિફિકેશન રૂટમાંથી પસાર થવું પડશે. એટલે કે પહેલી વાર એવું બની શકે છે કે કોઈ યજમાન દેશની ટીમ પોતાના જ દેશમાં યોજાનારા સિનિયર મેન્સ વર્લ્ડ કપમાં ભાગ ન લે.
ક્વોલિફાયરમાં કુલ 10 ટીમ હશે. તેમાં વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ, ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ની ટોચની 4 ટીમ અને ક્વોલિફાયર પ્લેઑફની ટોચની 4 ટીમ સામેલ હશે. આ 10 ટીમમાંથી ટોચની 4 ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
14 ટીમની ટુર્નામેન્ટ, પરંતુ શરૂઆત તમામ ટીમથી નહીં થાય
- ICCએ 2027 વર્લ્ડ કપનું ફોર્મેટ પણ બદલી દીધું છે. ટુર્નામેન્ટની શરૂઆત સુપર સિરીઝથી થશે. તેમાં 14 ક્વોલિફાઇડ ટીમમાં રેન્કિંગના આધારે 12મા, 13મા અને 14મા સ્થાને રહેલી ત્રણ ટીમ રાઉન્ડ-રોબિન રમશે. આ ત્રણેયમાંથી ટોચ પર રહેતી ટીમ આગલા તબક્કામાં પહોંચશે.
- તેના પછી 12 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં 6-6 ટીમ હશે અને દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની પાંચ ટીમ સામે રમશે. આ તબક્કામાં 30 મેચ થશે. દરેક ગ્રુપની ટોચની 3 ટીમ ઉપરાંત બંને ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી ટીમમાંથી વધુ સારો રેકોર્ડ ધરાવતી ટીમ પણ આગલા તબક્કામાં પહોંચશે.
- આ રીતે કુલ 7 ટીમ સુપર-7માં પહોંચશે. સુપર-7માં સાતેય ટીમ એકબીજા સામે રમશે. આ તબક્કામાં 21 મેચ થશે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.
- સુપર-7માં નંબર-1 પર રહેનારી ટીમનો સામનો ચોથા ક્રમાંકની ટીમ સાથે થશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ બીજા સેમિફાઇનલમાં ટકરાશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ ફાઇનલ રમશે.

12 સ્થળોએ યોજાશે મુકાબલા
ICCએ વર્લ્ડ કપ માટે 12 સ્થળો નક્કી કર્યા છે. તેમાં 8 સાઉથ આફ્રિકામાં, 3 ઝિમ્બાબ્વેમાં અને 1 નામિબિયામાં છે. નામિબિયા પહેલીવાર મેન્સ સિનિયર વર્લ્ડ કપની મેચની યજમાની કરશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આ પહેલાં 2003માં પણ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યાં છે. 2027નું આયોજન આફ્રિકામાં 24 વર્ષ બાદ મેન્સ વન-ડે વર્લ્ડ કપની વાપસી પણ હશે.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



