ICC Rejects BCB Request; No Venue Change T20 World Cup India | ICCએ કહ્યું– બાંગ્લાદેશને ભારતમાં જ T20 વર્લ્ડકપ રમવો પડશે: લોકેશન બદલવાની માગણી ફગાવી; કહ્યું– અમે તપાસ કરી, ભારતમાં કોઈ ખતરો નથી
નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની T-20 વર્લ્ડ કપના સ્થળો બદલવાની માંગણી ફગાવી દીધી છે. ICCએ સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કોઈ ફેરફાર થશે નહીં. ન્યૂઝ એજન્સી ANIએ X પર ICCના હવાલાથી આ સમાચાર આપ્યા હતા. જોકે, બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી અને ICC સૂત્રોના હવાલાથી આ જાણકારી આપતી બીજી પોસ્ટ કરી.
ANI અનુસાર, ICCએ ઇન્ટરનેશનલ એક્સપર્ટની તપાસમાં જાણ્યું કે બાંગ્લાદેશની ટીમ અને અધિકારીઓને ભારતમાં કોઈ ખતરો નથી. ખાસ કરીને કોલકાતા અને મુંબઈમાં બાંગ્લાદેશની નિર્ધારિત મેચોને લઈને જોખમને સુરક્ષા વ્યવસ્થા દ્વારા સંભાળી શકાય છે.
વર્લ્ડ કપ પર ICCનો દૃષ્ટિકોણ 5 મુદ્દાઓમાં
- શેડ્યૂલ નક્કી, કોઈ ફેરફાર નહીં થાય ICCએ જણાવ્યું કે T20 વર્લ્ડ કપ 2026નું મેચ શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ ભાગ લેનારી ટીમો પાસેથી નિયમો હેઠળ તેમની જવાબદારીઓ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. ICCએ એ પણ પુનરાવર્તન કર્યું કે તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.
- ખતરા અંગેના મીડિયા રિપોર્ટ્સ ફગાવ્યા ICCએ જણાવ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કન્ટિન્જન્સી પ્લાનિંગ (આકસ્મિક યોજના)ને વાસ્તવિક ખતરા તરીકે રજૂ કરવામાં આવ્યું, જે સાચું નથી. સંભવિત પરિસ્થિતિઓ પર અગાઉથી યોજના બનાવવી એ એક સામાન્ય અને વ્યાવસાયિક પ્રક્રિયા છે, જેથી દરેક પરિસ્થિતિ માટે તૈયારી રહે, ભલે તેની સંભાવના ખૂબ ઓછી કેમ ન હોય. આ ધારણાઓને કોઈ પણ પ્રકારનો આદેશ કે નિષ્કર્ષ માનવો જોઈએ નહીં.
- BCCI અને વહીવટીતંત્ર પર વિશ્વાસ ICCએ ભારતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને સ્થાનિક વહીવટીતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ICC અનુસાર, ભારતમાં મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ સુરક્ષિત રીતે યોજવાનો મજબૂત રેકોર્ડ રહ્યો છે.
- ટીમ સિલેક્શન પર કોઈ શરત મૂકવામાં આવી નથીICCએ પણ સ્પષ્ટ કર્યું કે તેણે ક્યારેય એવું કહ્યું નથી કે કોઈ ટીમે સુરક્ષા કારણોસર ખેલાડીઓની પસંદગી કરવી કે તેમને બહાર કરવા જોઈએ, દર્શકોને રાષ્ટ્રીય રંગ પહેરવાથી રોકવામાં આવે અથવા કોઈ દેશની સ્થાનિક લોકતાંત્રિક પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે.
- સુરક્ષાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છેICCએ જણાવ્યું કે T20 વર્લ્ડ કપ 2026ની સુરક્ષા યોજનાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સહિત તમામ સભ્ય બોર્ડ્સ પાસેથી સલાહ લેવામાં આવી રહી છે. ICCએ કહ્યું કે જરૂર પડ્યે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે તે સૂચનો અને સંવાદ માટે ખુલ્લું છે.
મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 6 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKR એ તેને રિલીઝ કરી દીધો હતો.
બાંગ્લાદેશે IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો
KKR દ્વારા મુસ્તફિઝુરને મુક્ત કર્યા પછી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. સાથે જ ભારતમાં વર્લ્ડ કપ મેચ રમવાનો પણ ઇનકાર કર્યો અને ICCને સ્થળ બદલવા માટે ઈ-મેલ મોકલ્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

