Idaho Shooting; Shopping Center Attack
48 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સ શહેરમાં શનિવારે ઇન-એન-આઉટ બર્ગર રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર થયો. શહેરના અધિકારીઓ અનુસાર ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
પોલીસને રેસ્ટોરન્ટ નજીક જ શંકાસ્પદ હુમલાખોરનો મૃતદેહ મળ્યો. જોકે, અધિકારીઓએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે મૃતકોની સંખ્યામાં હુમલાખોરનો સમાવેશ થાય છે કે નહીં.
પોલીસ પ્રમુખ મેથ્યુ હિક્સે જણાવ્યું કે હાલમાં વિસ્તારમાં કોઈ જોખમ નથી. હુમલાખોરની ઓળખ અને હુમલાના હેતુની તપાસ કરવામાં આવી રહી છે.
નજરેજોનાર મુજબ, હુમલાખોર AR-સ્ટાઇલ રાઇફલ લઈને આવ્યો હતો. ગોળીબાર શરૂ થતાં જ રેસ્ટોરન્ટમાં અફરાતફરી મચી ગઈ અને ગ્રાહકો તથા કર્મચારીઓ જીવ બચાવીને ભાગવા લાગ્યા. ઘણા લોકોએ ઘાયલ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી.
આ રેસ્ટોરન્ટ 24 જુલાઈએ જ ખુલ્યું હતું અને ઇડાહોમાં કંપનીના વિસ્તરણનો ભાગ હતું. ઘટના બાદ વિસ્તારને ઘેરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
સીએનએન સાથે વાત કરતા એક સ્થાનિક શહેર અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર માર્યો.
ઘટનાની જાણ થતા જ પોલીસ દળે તરત જ વિસ્તારને ઘેરી લીધો. હુમલાખોરને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેણે ગોળીબાર ચાલુ રાખ્યો. આ પછી, પોલીસ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં હુમલાખોર ગોળી વાગવાથી માર્યો ગયો.
લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ‘ઇન-એન-આઉટ બર્ગર’ રેસ્ટોરન્ટ સામે AR-સ્ટાઇલની અત્યાધુનિક રાઇફલ લહેરાવતો જોવા મળી રહ્યો છે. અન્ય એક વીડિયોમાં તે જ વ્યક્તિ પાર્કિંગમાં ગોળીઓ વરસાવતો જોવા મળ્યો. ઘટનાના તરત જ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા.

એક પાગલ વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો.
હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો
ઘટનાની જાણ થતાં જ ટ્વિન ફોલ્સ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. લગભગ એક કલાકની અંદર અધિકારીઓએ જાહેરાત કરી કે ‘હવે હુમલાખોરથી કોઈ ખતરો નથી.’ ટ્વિન ફોલ્સના પોલીસ પ્રમુખ મેથ્યુ હિક્સે એક પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું, “શંકાસ્પદ હુમલાખોર ઘટના સ્થળ નજીક જ હાજર હતો, જેને ઠાર કરવામાં આવ્યો છે. અમે હુમલાખોરની ઓળખ કરવા અને આ હુમલા પાછળના હેતુઓ (Motivations)ની તપાસ કરી રહ્યા છીએ.”

પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને ઠાર માર્યો.
અમેરિકામાં ગન કલ્ચરના કાયદાઓ અને નાગરિકોની સુરક્ષા પર ફરી સવાલો ઊભા થયા
સુરક્ષાના કારણોસર પોલીસે શોપિંગ એરિયાની આસપાસના રસ્તાઓ અને નજીકના એક પુલને બંધ કરી દીધો. લગભગ 55 હજારથી વધુની વસ્તી ધરાવતું ટ્વિન ફોલ્સ શહેર અમેરિકામાં ‘માસ શૂટિંગ’નો ભોગ બનનારું નવું ક્ષેત્ર બની ગયું છે. હાલના મહિનાઓમાં ફૂડ ફેસ્ટિવલ, પરેડ, પૂજા સ્થળો અને સામુદાયિક કાર્યક્રમો જેવા સામાન્ય જાહેર સ્થળોએ સતત થઈ રહેલી ગોળીબારની ઘટનાઓએ અમેરિકામાં ગન કલ્ચરના કાયદાઓ અને નાગરિકોની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


