Imran Khan News: પાકિસ્તાનમાં Shehbaz Sharifની સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ, 8 ફેબ્રુઆરી 'બ્લેક ડે' તરીકે જાહેર

Last Updated: January 13, 2026By

ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, આર્થિક ગેરલાભ, રાજનૈતિક કેદીઓની જેલ મુક્તિ માગ માટે ‘બ્લેક ડે’ની જાહેરાત કરાઇ છે.

વર્તમાન સરકારની નિષ્ફળતાની યાદી

પાકિસ્તાનમાં વિપક્ષ સતત શહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ કરી રહ્યુ છે. વિપક્ષે 8 ફેબ્રુઆરી 2026ને ‘બ્લેક ડે’ તરીકે જાહેર કર્યો છે. અને પાકિસ્તાનમાં ચક્કાજામ અને શટર ડાઉન હડતાળ માટે જાહેરાત કરવામાં આવી છે. અને સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન અને ‘બ્લેક ડે’ની ઉજવણી કરવામાં આવશે. વિપક્ષી દળના ગઠબંધન તહરીક તહફુઝ આઇન-એ-પાકિસ્તાને આ માટે અપીલ કરી છે. આ હડતાળ દરમિયાન નિષ્પક્ષ ચૂંટણી, ભ્રષ્ટાચાર નાબૂદી અને કેદીઓની જેલ મુક્તિ માટે માગ કરાશે.

ઇમરાન ખાનની જેલમુક્તિ માટે માગ

વિપક્ષે ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેમની પત્નીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે ઇમરાન ખાન અને તેમની પત્નીને ફટકારવામાં આવેલી સજાની ટીકા કરી હતી. અને આ સાથે ભૂતપૂર્વ પીએમના બહેનો સાથે કરાયેલા ગેરવર્તણૂંક બદ્દલ ચિંતા વ્યક્ત કરી હતી. વિપક્ષે ઇમરાન ખાન, બુશરા બીબી, શાહ મહમૂદ કુરૈશી સહિત તમામ રાજનૈતિક કેદીઓની જેલમુક્તિ માટે માગ કરી હતી. વર્ષ 2024માં ઇમરાન ખાને પોતે ‘બ્લેક ડે’ની ઉજવણી કરી હતી. ઇમરાન ખાને પ્રથમ વર્ષગાંઠ પર 8 ફેબ્રુઆરી 2025માં ‘બ્લેક ડે’ ઉજવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન

આ વખતે ટીટીએપીએ આ પ્રદર્શનોને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવા માટે યોજના બનાવી છે. જેમાં લંડન જેવા આંતરરાષ્ટ્રીય શહરોમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે, સત્તા પર બિરાજમાન સરકાર વાતચીત કરવા નથી ઇચ્છતી. તે માત્રા વિરોધ પ્રદર્શનોને રોકવા માટે દબાણ કરી રહી છે.

આ પણ વાંચોઃ નવા વર્ષની શરૂઆતમાં Asim Munirએ ભારત વિરુદ્ધ આપ્યુ વિવાદીત નિવેદન, જાણો શું કહ્યુ?