Income Tax Return Refund Status Check; How To Avoid Refund Delays

Last Updated: August 6, 2026By

2 દિવસ પેહલા

  • કૉપી લિંક

એસેસમેન્ટ યર 2025-26 માટે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે અને હવે જે લોકોએ સમયસર ITR ફાઇલ કરી દીધું છે તેમના રિફંડ પણ આવવા લાગ્યા છે. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કરી દીધું છે, તો હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ જ હશે કે રિફંડ ક્યારે મળશે?

ઘણા લોકોને ખબર નથી હોતી કે ITR ફાઇલ કર્યા પછી રિફંડ કેવી રીતે પ્રોસેસ થાય છે, ઇ-વેરિફિકેશન શા માટે જરૂરી છે અને પૈસા ખાતામાં આવવામાં કેટલો સમય લાગે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે ઇન્કમ ટેક્સ રિફંડ સાથે સંબંધિત નિયમ શું છે…

ITR ફાઇલ કર્યા પછી રિફંડ ક્યારે મળે છે?

માત્ર ITR ફાઇલ કરવાથી રિફંડ જાહેર થતું નથી. સૌથી પહેલાં રિટર્નનું ઇ-વેરિફિકેશન કરવું જરૂરી છે. જ્યારે ઇ-વેરિફિકેશન પૂર્ણ થાય છે, ત્યારે જ આવકવેરા વિભાગ રિટર્નની પ્રોસેસિંગ શરૂ કરે છે. જો તમારા રિટર્નમાં કોઈ ભૂલ નથી, બધા ડોક્યુમેન્ટ્સ સાચા છે અને કોઈ વધારાની તપાસની જરૂર નથી પડતી, તો સામાન્ય રીતે ઇ-વેરિફિકેશનના 7 થી 30 દિવસમાં રિફંડની રકમ સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. ઘણા સામાન્ય કિસ્સાઓમાં રિફંડ 7 દિવસની અંદર પણ મળી જાય છે.

કયા કિસ્સાઓમાં રિફંડ માટે વધુ સમય લાગી શકે છે?

જો તમારા ITRમાં બિઝનેસ ઇન્કમ, કેપિટલ ગેઇન અથવા ઘણા પ્રકારના ડિડક્શન સામેલ છે, તો વિભાગને વધારાની તપાસ કરવી પડી શકે છે. આવા કિસ્સાઓમાં રિફંડ આવવામાં 2 થી 4 અઠવાડિયા અથવા તેનાથી વધુ સમય પણ લાગી શકે છે.

જો રિટર્નની તપાસ દરમિયાન કોઈ ભૂલ, માહિતીમાં તફાવત અથવા ડોક્યુમેન્ટ્સની કમી મળે છે, તો આવકવેરા વિભાગ તમને નોટિસ અથવા મેસેજ મોકલી શકે છે. આવા કિસ્સામાં સમયસર જવાબ આપવો જરૂરી છે, તો જ આગળની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

રિફંડ માટે કઈ શરતો પૂરી કરવી જરૂરી છે?

રિફંડ ત્યારે જ મળશે જ્યારે તમારા દ્વારા જમા કરાયેલ ટેક્સ તમારી વાસ્તવિક ટેક્સ જવાબદારી કરતાં વધુ હોય. આ ઉપરાંત, ITR યોગ્ય રીતે ભરવામાં આવ્યું હોય, તેનું ઈ-વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું હોય અને તમારું બેંક ખાતું પ્રી-વેલિડેટેડ હોવા ઉપરાંત PAN સાથે લિંક પણ હોવું જોઈએ. સાથે જ, રિટર્નની પ્રોસેસિંગમાં કોઈ ગડબડ ન હોવી જોઈએ.

આ કારણોસર રિફંડમાં વિલંબ થઈ શકે છે

જો નિર્ધારિત સમયમાં રિફંડ ન આવે, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ઈ-વેરિફિકેશન પૂર્ણ ન થવું, બેંક ખાતાની ખોટી માહિતી, PAN અને બેંક ખાતાનું મેચ ન થવું, TDS, Form 26AS અને AIS માં તફાવત હોવો અથવા ITR માં અધૂરી કે ખોટી માહિતી આપવી. આવા કિસ્સાઓમાં, રિફંડ પ્રક્રિયા અટકી શકે છે.

જો રિફંડ ઝડપથી જોઈતું હોય તો આ બાબતોનું ધ્યાન રાખજો

તમે ઈચ્છો છો કે રિફંડ ઝડપથી તમારા ખાતામાં આવી જાય, તો આ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે

  • ITR ફાઇલ કર્યા પછી તરત જ ઈ-વેરિફિકેશન અવશ્ય કરો.
  • બેંક ખાતા નંબર અને IFSC કોડ સાચો લખો.
  • બેંક એકાઉન્ટને પહેલાંથી પ્રી-વેલિડેટ રાખો.
  • ITR ફાઇલ કરતા પહેલાં Form 26AS, AIS અને TDS ને મેચ કરી લો.
  • રિટર્નમાં કોઈપણ પ્રકારની ખોટી કે અધૂરી માહિતી આપવાનું ટાળો.

ITR રિફંડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

જો નિર્ધારિત સમય પછી પણ રિફંડ ન મળ્યું હોય, તો તેનું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકાય છે.

  • સૌ પ્રથમ ઇન્કમ ટેક્સ પોર્ટલ પર જાઓ અને PAN – પાસવર્ડથી લોગિન કરો.
  • તમારો PAN આધાર સાથે લિંક હોવો જોઈએ.
  • હવે Services મેનૂમાં જઈને Know Your Refund Status પર ક્લિક કરો.
  • આ ઉપરાંત, e-File ટેબમાં જઈને Income Tax Returns અને પછી View Filed Returns વિકલ્પ પસંદ કરો.
  • અહીં સંબંધિત એસેસમેન્ટ યર પસંદ કરતા જ તમારું રિટર્ન સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.

ITR રિફંડ આવવામાં વિલંબ થાય તો શું વ્યાજ મળશે?

જો આવકવેરા વિભાગ દ્વારા રિટર્ન જાહેર કરવામાં વિલંબ થાય અને કરદાતા તેના માટે પાત્ર હોય, તો આવકવેરા અધિનિયમની કલમ 244A હેઠળ રિટર્નની રકમ પર 0.5% પ્રતિ માસના દરે વ્યાજ પણ આપી શકાય છે. જોકે, આ સુવિધા દરેક કિસ્સામાં મળતી નથી અને તેના માટે નિર્ધારિત નિયમો લાગુ પડે છે.

——————————-

આ સમાચાર પણ વાંચો:

માત્ર 100 રૂપિયાની SIP કરીને બની શકો છો કરોડપતિ!:નાની બચતથી મોટો ફાયદો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો

જો તમે નિવૃત્તિ, બાળકોનાં શિક્ષણ અથવા ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે રોકાણ કરવા માંગો છો, તો દર મહિને હજારો કે લાખો રૂપિયાનું રોકાણ કરવાની જરૂરી નથી. યોગ્ય સમયે શરૂઆત અને સતત રોકાણ કરવાની આદત તમને નાની રકમથી પણ મોટું ફંડ બનાવવામાં મદદ કરી શકે છે.

આજનાં સમયમાં SIP એક લોકપ્રિય રોકાણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં રોકાણકારો SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી રહ્યા છે. લાંબા ગાળે SIP થી એક મોટું ફંડ બનાવી શકાય છે. દરરોજ 100 રૂપિયાની SIP કરીને પણ કરોડપતિ બની શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment