India CWG 2026 Medals Update; Preeti Pawar Jasmine Lamboria
- Gujarati News
- Sports
- India CWG 2026 Medals Update; Preeti Pawar Jasmine Lamboria | Boxing Long Jump Gold Silver Bronze
ગ્લાસગો2 કલાક પેહલા
- કૉપી લિંક
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે આઠમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જેસ્મિન લાંબોરિયાએ વુમન્સ બોક્સિંગની 57 KG, પ્રીતિ પવારે 54 KG કેટેગરી અને સોમન રાણાએ પેરા શોટપુટમાં ગોલ્ડ જીત્યો. જ્યારે, મેન્સ 55 KG કેટેગરીમાં જદુમણિ સિંહને ઓસ્ટ્રેલિયાના જાઈ ડિકસન સામે હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
જેસ્મિને ફાઈનલમાં નોર્ધન આયર્લેન્ડની મિકાએલા વોલ્સ અને પ્રીતિએ કેનેડાની સવાના ડોલમાગોને હરાવી. આ સાથે જ ભારતના 8 ગોલ્ડ સહિત કુલ 30 મેડલ થઈ ગયા છે. ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.
તેમજ, ભારતના વધુ 7 બોક્સર્સ ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં મેદાનમાં ઉતરશે. રાત્રે 9 વાગ્યે સાક્ષી ચૌધરી (51 KG), 9:15 વાગ્યે પ્રિયા ઘંઘાસ (60 KG), 9:30 વાગ્યે અરુંધતિ ચૌધરી (70 KG), 10:15 વાગ્યે લવલીના બોરગોહેન (75 KG), 10:45 વાગ્યે સચિન સિવાચ (60 KG), 11:15 વાગ્યે અંકુશ પંઘાલ (80 KG) અને 11:45 વાગ્યે નરેન્દ્ર બરવાલ (90+ KG) પોતપોતાના ફાઈનલ મુકાબલા રમશે.

સોમને સીઝન બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ જીત્યો, શુભમને સિલ્વર
પેરા શોટ પુટ ઇવેન્ટની F-57 કેટેગરીમાં ભારતના સોમન રાણાએ સીઝન બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અન્ય એક ભારતીય શુભમ જુયાલે સિલ્વર મેળવ્યો.
સોમન રાણાએ 13.40 મીટર ગોળો ફેંક્યો. શુભમ જુયાલે 13.28 મીટર થ્રો કર્યો. F-57 કેટેગરીમાં એવા ખેલાડીઓ આવે છે, જેમના કમરથી નીચેના અંગો (પગ) નબળા હોય છે. પરંતુ તેમના ઉપરના શરીરની (માથું અને હાથ) તાકાત સંપૂર્ણપણે સામાન્ય હોય છે.
ટ્રિપલ જમ્પમાં ભારતના વધુ બે મેડલ
ભારતે મેન્સ ટ્રિપલ જમ્પમાં વધુ બે મેડલ જીતી લીધા છે. પ્રવીણ ચિત્રવેલે 16.58 મીટરના જમ્પ એટેમ્પટ સાથે સિલ્વર પોતાના નામે કર્યો. જ્યારે, ભારતના જ સેલ્વા પ્રભુએ 16.52ના બેસ્ટ એટેમ્પટ સાથે બ્રોન્ઝ જીત્યો. આ ઇવેન્ટનો ગોલ્ડ ઝામ્બિયાના જોર્ડન સ્કોટે જીત્યો. તેનો બેસ્ટ એટેમ્પટ 16.72 મીટરનો રહ્યો.

પ્રીતિ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે
હરિયાણાના બોક્સર પ્રીતિએ 2022 એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ અને 2023 એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 2026 એશિયન ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં પણ ગોલ્ડ પોતાના નામે કર્યો. પ્રીતિની ટ્રેનિંગ NS NIS પટિયાલામાં થાય છે.

ભિવાનીમાં પ્રીતિ પંવારની માતા શલીન દેવીએ મોબાઈલ પર દીકરીની મેચ જોઈ.
જેસ્મિને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો
હરિયાણાની બોક્સર જાસ્મિન લાંબોરિયા 57 KG કેટેગરીમાં હાલમાં આ કેટેગરીમાં દુનિયાની નંબર-1 બોક્સર છે. તેણે 2025 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલમાં ગોલ્ડ જીત્યો છે. જાસ્મિન 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે રમી ચૂકી છે અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

ભિવાનીમાં જાસ્મિન લાંબોરિયાના ઘરે માતા-પિતા મેચ જોતા.
ઉન્નતિ શર્મા ક્વાર્ટર ફાઇનલમાં
જુડોમાં ઉન્નતિ શર્મા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઉન્નતિએ મહિલા 63 કિગ્રા વર્ગના રાઉન્ડ ઓફ 16માં લામુલેલા માગાગુલાને હરાવી.
આજે 44 મેડલ ઇવેન્ટ
બોક્સિંગ સિવાય આજે ભારતના ખેલાડીઓ એથલેટિક્સ, પેરા એથલેટિક્સ, જ્યુડો, ટ્રેક સાઇકલિંગ અને લોન બોલ્સમાં પણ મેડલ માટે પડકાર રજૂ કરશે. દિવસભરમાં કુલ 44 ગોલ્ડ મેડલ ઇવેન્ટ્સ થશે. જેમાં એથલેટિક્સ અને પેરા એથલેટિક્સના 19, બોક્સિંગના 14, ટ્રેક અને પેરા ટ્રેક સાઇકલિંગના 6 તેમજ જ્યુડોના 5 ફાઈનલ સામેલ છે.

શનમુગમ સાતમા સ્થાને રહ્યા
પેરા એથ્લેટિક્સમાં મેન્સ 1500 મીટર T54 ફાઇનલમાં ભારતના રમેશ શનમુગમ સાતમા સ્થાને રહ્યા. તેમણે 3:23:59 મિનિટનો સમય લીધો.
રવીના ગાયકવાડ ડિસ્ક્વોલિફાય
વુમન્સ 10,000 મીટર રેસ વોક ફાઇનલમાં ભારતની રવીના ગાયકવાડને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી. તેમને રેસ વોકિંગના નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણ રેડ કાર્ડ મળ્યા, જેના પછી તેમને બહાર કરવામાં આવ્યા. આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં તેમનું અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


