India Food Inflation Alert; JP Morgan Warns Of Rising Subsidy Burden
1 કલાક પેહલા
- કૉપી લિંક
2027 સુધીમાં ભારતમાં ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ચેતવણી મલ્ટીનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ જેપી મોર્ગને જાહરે કરી છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકાર પર 3 લાખ કરોડ રૂપિયાની સબસિડીનો બોજ વધશે.
ફર્મે દાવો કર્યો છે કે મોંઘવારીની અસર સમગ્ર વિશ્વ પર થશે. ખાતરની અછત, ભૌગોલિક રાજકીય તણાવ સાથે એક શક્તિશાળી અલ નીનો વાવાઝોડાના આગમનથી આ સંકટ વધુ ઘેરું બનશે.
વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોના ભાવ 5% સુધી વધી શકે છે. 2026ના પ્રથમ છ મહિનામાં આ આંકડો 2.8% હતો. ભારત માટે આ ચેતવણી વધુ મહત્વની છે, કારણ કે દેશમાં ખાતર પહેલેથી જ ઘણું મોંઘું છે.

ઈરાનમાં તણાવને કારણે ખાતર અને ગેસનું સંકટ
- મિડલ ઇસ્ટની ભૂમિકા: વિશ્વનું 42% યુરિયા અને 27% એમોનિયા (ખાતર બનાવવાનું રસાયણ) મિડલ ઇસ્ટ એટલે કે આરબ દેશોમાંથી આવે છે. જો ત્યાં યુદ્ધ કે તણાવને કારણે સપ્લાય અટકી, તો આખી દુનિયામાં ખાતરની ભારે અછત સર્જાશે અને ભાવ આસમાને પહોંચી જશે.
- ગેસની કિંમતો: યુરિયા જેવા ખાતર બનાવવામાં નેચરલ ગેસનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો ગેસ મોંઘો થશે, તો ખાતર બનાવવું પણ મોંઘું થઈ જશે. ખાતર મોંઘું થતાં ખેડૂતો તેનો ઓછો ઉપયોગ કરશે, જેનાથી પાકની ઉપજ ઘટી જશે.
- સુધારવામાં લાગશે લાંબો સમય: જો એકવાર ખાતરના કારખાના કે ગેસ પ્લાન્ટ આ સંકટને કારણે બંધ કે પ્રભાવિત થયા, તો તેમને ફરીથી સંપૂર્ણપણે ઠીક થવામાં 1 થી 5 વર્ષ સુધીનો લાંબો સમય લાગી શકે છે.

સરકારી તિજોરી પર ખાતર સબસિડીનો બોજ વધશે
- ₹266 માં યુરિયાની બેગ: ભારત દુનિયામાં સૌથી વધુ યુરિયા ખરીદનારા દેશોમાંથી એક છે. દેશમાં યુરિયાની 45 કિલોની બેગનો ભાવ માત્ર ₹266.50 છે, સરકાર તેને વિદેશોથી તેના દસ ગણાથી પણ વધુ ભાવે ખરીદે છે.
- ₹3 લાખ કરોડનો ખર્ચ: આ મોટા તફાવતનો પૂરો ખર્ચ સરકાર પોતે ઉઠાવે છે, જેને ‘ખાતર સબસિડી’ કહે છે. અધિકારીઓ અનુસાર, આ વર્ષે સરકારનો આ સબસિડી ખર્ચ ₹3 લાખ કરોડથી પણ ઉપર જઈ શકે છે.
- સરકાર સામે મોટો પડકાર: જો મિડલ ઈસ્ટનું સંકટ લાંબુ ચાલશે, તો આ ખર્ચ વધુ વધશે. આવી સ્થિતિમાં સરકાર સામે મોટી મૂંઝવણ હશે- કાં તો તે પોતાની તિજોરીમાંથી ભારે નુકસાન સહન કરીને ખાતર સસ્તું રાખે, અથવા પછી ખેડૂતોને ખાતરનો ઉપયોગ ઓછો કરવા કહે જેથી પાકની ઉપજ પર અસર પડી શકે છે.
2026 ના અંત સુધીમાં સુપર અલ નીનો વાવાઝોડાની આશંકા
- 81% તક: ખાતરની અછતની સાથે-સાથે હવામાન પણ એક મોટી મુસીબત બનવાનું છે. જેપી મોર્ગનનો અંદાજ છે કે 2026ના અંત સુધીમાં ખૂબ જ ખતરનાક એટલે કે સુપર અલ નીનો આવવાની 81% સંભાવના છે, જે 2027 સુધી લંબાઈ શકે છે.
- પાકને ફટકો: ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અલ નીનો આવે છે, ત્યારે ગરમ અને ખરાબ હવામાનને કારણે ખેતીને નુકસાન થાય છે અને પાકની ઉપજ સરેરાશ 3.5% સુધી ઘટી જાય છે.
- મોંઘવારીમાં ઉછાળો: આ ખરાબ હવામાનને કારણે દુનિયાભરમાં ખાવા-પીવાની ચીજોની મોંઘવારી લગભગ 1.5% સુધી વધુ વધી શકે છે, જે સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરશે.

ચોમાસાની અસરથી ભારતમાં પાકને નુકસાન થવાનું જોખમ
ભારતીય કૃષિ મોટાભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. અલ નીનોનો સંબંધ ઘણીવાર નબળા ચોમાસા સાથે જોડવામાં આવે છે, જોકે તે હંમેશા જરૂરી નથી. ઉદાહરણ તરીકે, 1997માં મજબૂત અલ નીનો હોવા છતાં, ઇન્ડિયન ઓશન ડિપોલ જેવા અન્ય પરિબળોને કારણે ભારતમાં સામાન્ય કરતાં 2% વધુ વરસાદ થયો હતો.

—————
આ સમાચાર પણ વાંચો:
છૂટક મોંઘવારી સતત સાતમા મહિને વધી, ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી:જુલાઈમાં 4.45% રહી, બીજા મહિને RBIના 4%ના અંદાજ કરતાં વધુ

બટાકા-ડુંગળી જેવી ખાદ્ય ચીજોના ભાવ વધવાને કારણે છૂટક મોંઘવારી સતત સાતમા મહિને વધી છે. જુલાઈમાં તે 4.45% રહી. એક મહિના પહેલાં જૂનમાં તે 4.38% પર હતી. આજે 12 ઓગસ્ટે છૂટક મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ખાદ્યપદાર્થોની મોંઘવારી એટલે કે ફૂડ ઇન્ફ્લેશન જુલાઈમાં વધીને 5.52% પર પહોંચી ગયું છે. જૂનમાં આ આંકડો 5.32% પર હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



