India Mens Hockey Team Beats South Korea
6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતે એશિયન ગેમ્સના ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં દક્ષિણ કોરિયાને 8-2થી હરાવ્યું. ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે એશિયન ગેમ્સમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ જીત સાથે ભારતીય પુરુષ હોકી ટીમે સતત ત્રીજી જીત નોંધાવી.
ભારત તરફથી અભિષેક અને દિલપ્રીત સિંહે બે-બે ગોલ કર્યા. ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી અને દક્ષિણ કોરિયા પર દબાણ જાળવી રાખ્યું.

મેચ શરૂ થતાં પહેલાં બંને ટીમો.
ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 4-0ની સરસાઈ મેળવી
ભારતે પ્રથમ ક્વાર્ટરની ચોથી મિનિટમાં જ સરસાઈ મેળવી લીધી. શિલાનંદ લાકડાએ ગોલ કરીને ટીમનું ખાતું ખોલ્યું. સુખજીત સિંહે નવમી મિનિટે ગોલ કર્યો. કેપ્ટન હરમનપ્રીત સિંહે 11મી મિનિટે બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો.
આથી ભારતે શરૂઆતની 11 મિનિટમાં 3-0ની સરસાઈ મેળવી લીધી. સાઉથ કોરિયાને સંભાળવાનો મોકો મળ્યો નહીં. 14મી મિનિટે અભિષેકે ભારત માટે ચોથો ગોલ કર્યો. ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં જ મેચ પર સંપૂર્ણ પકડ બનાવી લીધી.
દિલપ્રીત અને અભિષેકે સરસાઈ વધારી
બીજા ક્વાર્ટરમાં પણ ભારતે દબદબો જાળવી રાખ્યો. દિલપ્રીત સિંહે 26મી મિનિટે ગોલ કરીને ભારતની સરસાઈ 5-0 કરી દીધી. ત્રીજા ક્વાર્ટરમાં 32મી મિનિટે દિલપ્રીતે પોતાનો બીજો ગોલ કર્યો. અભિષેકે 38મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો.
આથી ભારતીય ટીમને 7-0ની મજબૂત સરસાઈ મળી ગઈ. સાત ગોલથી પાછળ રહ્યા બાદ સાઉથ કોરિયાએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો.
કિમ જાયહોએ 42મી મિનિટે ગોલ કરીને સાઉથ કોરિયાનું ખાતું ખોલ્યું. ત્યારબાદ કિમ યોંગબોકે 52મી મિનિટે બીજો ગોલ કર્યો. જોકે, ત્યાં સુધી મુકાબલો ભારતના નિયંત્રણમાં હતો. મેચની છેલ્લી મિનિટે રાજિન્દર સિંહે ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે જીતનો અંતર 8-2 કરી દીધો.
ઇન્ડોનેશિયા-શ્રીલંકા બાદ સાઉથ કોરિયાને હરાવ્યું
ભારતે એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત ઇન્ડોનેશિયા સામે કરી હતી. ભારતીય ટીમે તે મુકાબલામાં 13-1થી જીત નોંધાવી હતી.
ત્યારબાદ શ્રીલંકા સામે ભારતે 16-1થી એકતરફી જીત મેળવી હતી. હવે સાઉથ કોરિયા સામે 8-2થી જીત સાથે ભારતે ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. ભારતીય ટીમનો આગામી મુકાબલો 26 સપ્ટેમ્બરે જાપાન સામે થશે.
વિવેક સાગર પ્રસાદની 200મી ઇન્ટરનેશનલ મેચ
વિવેક સાગર પ્રસાદે ભારત માટે 200 સિનિયર ઇન્ટરનેશનલ મેચ પૂર્ણ કરી છે. સાઉથ કોરિયા સામેના મુકાબલામાં ઉતરીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

————————
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
એશિયન ગેમ્સ- ભારતને મિક્સ્ડ સ્કીટમાં પ્રથમ વખત મેડલ:શૂટર નારૂકા-ધાલીવાલે બ્રોન્ઝ અપાવ્યો; રોશિબિનાને વુશુમાં સિલ્વર, રોઇંગમાં બ્રોન્ઝ મળ્યો

નિશાનેબાજ અનંતજીત સિંહ નારૂકા અને પરિનાઝ ધાલીવાલની જોડીએ એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો. આ જોડી શોટગન શૂટિંગની સ્કીટ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં 48માંથી 44 નિશાન લગાવીને ત્રીજા સ્થાને રહી. ગેમ્સના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં ભારતને પ્રથમ વખત મેડલ મળ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



