India Olympic Medal Target 2036 2048; Government Sports Budget Plan
5 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત સરકાર આગામી 5 વર્ષમાં રમતોમાં 36,441 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI)એ મંગળવારે જણાવ્યું કે ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આ પૈસા 2026થી 2031 સુધી ખર્ચ કરવામાં આવશે.
સરકારે બજેટ જાહેર કરવાની સાથે ઓલિમ્પિક માટે મેડલ ટાર્ગેટ પણ નક્કી કર્યા છે. સરકારનું લક્ષ્ય 2036 ઓલિમ્પિકની મેડલ લિસ્ટના ટૉપ-10 અને 2048 ઓલિમ્પિકમાં ટૉપ-5 દેશોમાં સ્થાન બનાવવાનું છે.
ભારત 2036 ઓલિમ્પિકની યજમાની કરવા માગે છે, જ્યારે 2048 ઓલિમ્પિકમાં ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થઈ ચૂક્યા હશે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં માત્ર 6 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત 71મા સ્થાને હતું.

2036 ઓલિમ્પિકમાં 12થી 14 ગોલ્ડનો ટાર્ગેટ
2036માં 12-14 ગોલ્ડ સહિત કુલ 30-35 મેડલ અને 2048માં 35-40 ગોલ્ડ સહિત કુલ 90-100 મેડલ જીતવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ હાંસલ કરવા માટે પ્રતિભાઓની ઓળખ, રમતગમતના માળખામાં સુધારા, કોચિંગની ગુણવત્તા વધારવા, રમત વિજ્ઞાન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ખેલાડીઓની સંખ્યા 10 ગણી કરવાનું લક્ષ્ય
SAI રિજનલ સેન્ટર મુંબઈના પ્રાદેશિક નિર્દેશક પાંડુરંગ ચાટેએ જણાવ્યું કે રિવેમ્પ્ડ ખેલો ઇન્ડિયા યોજનાનો હેતુ અલગ-અલગ યોજનાઓ બદલે ખેલાડીઓ માટે સંપૂર્ણ રમતગમત યાત્રા તૈયાર કરવાનો છે.
રિવેમ્પ્ડ યોજનાનું બજેટ 8 ગણું વધારવાનું લક્ષ્ય છે. 2026થી 2031ની વચ્ચે યોજના હેઠળ મદદ મેળવનારા ખેલાડીઓની સંખ્યા પણ 10 ગણી વધારવામાં આવશે.
30 હજાર ખેલાડીઓને ફાયદો, 60% કેન્દ્ર ખર્ચ કરશે
રિવેમ્પ્ડ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખર્ચ વહેંચવાનો ગુણોત્તર 60:40 રાખવામાં આવ્યો છે. આમાં 30 હજાર ખેલાડીઓને સહયોગ આપવાનું આયોજન છે.
SAI રિજનલ સેન્ટર મુંબઈએ એક રિલીઝમાં જણાવ્યું કે રિવેમ્પ્ડ ખેલો ઇન્ડિયા યોજના મહારાષ્ટ્રના હાલના સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમને મજબૂત કરવાની તક આપશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



