India Shortlists 20 Players; IPL 2026 Focus

Last Updated: March 20, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક9 કલાક પેહલા

  • કૉપી લિંક

આ ભારતીય ટીમની સિલેક્શન પેનલ છે. તસવીરમાં ડાબેથી બીજા નંબરે T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વચ્ચે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા જોવા મળી રહ્યા છે. આ ફોટો T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ પસંદગીની બેઠક દરમિયાનનો છે.

28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL ભારતીય ખેલાડીઓ માટે ખાસ રહેવાની છે. T20 ફોર્મેટમાં રમાનારી આ લીગથી ટીમ ઇન્ડિયાની વન-ડે વર્લ્ડ કપ 2027ની ટીમ નક્કી થશે.

ન્યૂઝ એજન્સી PTIએ BCCI સૂત્રના હવાલેથી આ માહિતી આપી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટીએ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમના પ્રદર્શન પર આ IPL દરમિયાન ખાસ નજર રાખવામાં આવશે. અજીત અગરકરની આગેવાની હેઠળની સમિતિનું ફોકસ આ ખેલાડીઓની ફોર્મ અને ફિટનેસ પર રહેશે.

એટલું જ નહીં, પંજાબના મુલ્લાનપુરમાં 6 થી 10 જૂન સુધી અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયા પોતાની ફુલ-સ્ટ્રેન્થ સાથે ઉતરશે. તમામ સિનિયર ખેલાડીઓ તેમાં રમશે.

સ્ટેડિયમ જઈને મેચ જોશે સિલેક્ટર્સ

  • BCCIએ સિલેક્ટર્સને મેચ જોવાની જવાબદારી વહેંચી દીધી છે. દરેક પસંદગીકાર અઠવાડિયામાં ઓછામાં ઓછી એક IPL મેચ સ્ટેડિયમમાં જઈને જોશે, જેથી દર અઠવાડિયે શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓની પાંચ મેચની ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર થઈ શકે.
  • આ ઉપરાંત બાકીની મેચને ટીવીથી ટ્રેક કરશે. આ વખતે પસંદગીકારો નવા ઉભરતા ખેલાડીઓ કરતાં પહેલાથી નક્કી કરાયેલા વન-ડે કોર ગ્રુપના ખેલાડીઓ પર જ ધ્યાન આપશે.

સિલેક્ટર્સના ઝોન વહેંચાયા, અગરકર મુંબઈમાં રહેશે પસંદગીકારોની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર મુંબઈમાં રહેશે, જ્યારે એસ.એસ. દાસ કોલકાતાથી મેચ જોશે. જ્યારે આર.પી. સિંહ અને અજય રાત્રા NCR ક્ષેત્રમાં હાજર રહેશે, જ્યારે પ્રજ્ઞાન ઓઝા બેંગલુરુ અને હૈદરાબાદમાં મેચ પર નજર રાખશે.

અફઘાન ટીમ સામેની ટેસ્ટમાં ભારત સિનિયર ટીમ ઉતારશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ભારત પોતાની ફુલ-સ્ટ્રેન્થ ટીમ ઉતારશે. જોકે, આ મેચમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ નહીં મળે, તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેને હળવાશથી લઈ રહ્યું નથી.

ઑગસ્ટથી માર્ચ વચ્ચે ભારતને 9 ટેસ્ટ રમવાની છે, તેથી તમામ રેડ-બોલ ખેલાડીઓ આ મુકાબલામાં ઉપલબ્ધ રહેશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બુમરાહ અને સિરાજ, જો IPL દરમિયાન ફિટ રહે છે, તો અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ સ્ક્વોડનો ભાગ હશે.