India Traders Protest UPI Charges; No UPI Day on October 2
નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
જો તમે તમારા ખિસ્સામાં રોકડ રાખતા નથી અને ફક્ત UPIથી જ ચુકવણી કરો છો, તો 2 ઑક્ટોબરે તમે એવું કરી શકશો નહીં. કારણ કે દેશભરના વેપારીઓએ આ દિવસે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. એટલે કે આ દિવસે દેશભરમાં કોઈ પણ વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારશે નહીં.
મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના અધ્યક્ષ રવીન્દ્ર મંગવેએ જણાવ્યું કે આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર સુધી સીમિત નહીં રહે, પરંતુ દેશભરના 500થી વધુ અગ્રણી વેપારી સંગઠનો તેમાં ભાગ લેશે.
આ દિવસે વેપારી સંગઠનો 15 ઑક્ટોબરથી 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગતા 0.4% ચાર્જના વિરોધમાં પ્રદર્શન કરશે. વેપારીઓની માંગ છે કે આ ચાર્જ હટાવવામાં આવે.
આ દરમિયાન વેપારીઓ QR કોડ, સ્કેનર, સાઉન્ડ બોક્સ અને અન્ય ડિજિટલ પેમેન્ટ ડિવાઇસને કાળા કપડાથી ઢાંકીને વિરોધ કરશે.


વેપારીઓએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાની સજા મળી રહી છે
- AICPDFના રાષ્ટ્રીય અધ્યક્ષ ધૈર્યશીલ પાટિલે જણાવ્યું કે રિટેલ વેપારીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો ખૂબ જ ઓછા માર્જિન પર કામ કરે છે. ડિજિટલ વ્યવહારો પર વધારાનો ચાર્જ લાદવાથી વેપાર ખર્ચ વધશે. ડિજિટલ પેમેન્ટનો હેતુ પ્રક્રિયાને સરળ બનાવવાનો હોવો જોઈએ, વેપારીઓ પર નાણાકીય બોજ નાખવાનો નહીં.
- AIAOTFના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે UPIના ઉપયોગથી સંપૂર્ણ પેમેન્ટ ચેન પારદર્શક બની છે અને રોકડનો ઉપયોગ ઘટ્યો છે. જો વેપારીઓ સિસ્ટમને પારદર્શક બનાવવામાં સહયોગ આપી રહ્યા હોય, તો તેમના પર ટેક્સ લાદવો ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાને બદલે ઈમાનદાર વેપારને આર્થિક દંડ આપવા સમાન છે. તેમણે ચેતવણી આપી કે જો સરકારે આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કર્યો, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.


મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે MDR, આ એવી ફી હોય છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઈન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે.
આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પહોંચી વળવા માટે લેવામાં આવે છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં.
————————-
આ સમાચાર પણ વાંચો…
UPI પર કોને GST ચૂકવવો પડશે અને કોને છૂટ મળશે?:પૂરી રકમ પર 18% ટેક્સ લાગશે કે માત્ર MDR ફી પર? જાણો તમામ સવાલોના જવાબ

હાઈ-વેલ્યુ UPI ટ્રાન્ઝેક્શન પર 15 ઓક્ટોબર 2026થી નવો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગુ થવા જઈ રહ્યો છે. સરકારના આ પગલા બાદ દુકાનદારો અને વેપારીઓના મનમાં ફી અને તેના પર લાગતા GSTને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



