India vs New Zealand 2nd ODI Rajkot; Players Practice Ahead of Match
મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓએ નેટ પ્રેકટિસ કરી
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે (14 જાન્યુઆરી)એ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવાની છે, જેના માટે બંને ટીમ સોમવારે જ રાજકોટ આવી પહોંચી હતી. આજે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ નેટ પ્રકટિસ કરી મેદાન પર પરસેવો પાડ્ય
.
રાજકોટના નિરંજનશાહ ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો અહીં અત્યારસુધીમાં ચાર વન-ડે મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એકમાં જીત જ્યારે ત્રણમાં હાર થઈ છે. અહીં બેટિંગ પીચ હોઈ, 14મી જાન્યુઆરીએ રમાનારી વન-ડે મેચમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. રાજકોટના મેદાન પર રોહિત અને કોહલની સંભવિત અંતિમ વન-ડે મેચ હોય શકે છે.
વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે રાજકોટમાં રમાશે.
ન્યૂઝીલેન્ડની ટીમ પહેલીવાર રાજકોટમાં વન-ડે રમશે ભારત ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વડોદરા ખાતે પ્રથમ મેચમાં ભારતની ભવ્ય જીત થઇ છે અને હવે આવતીકાલે બીજી વન-ડે મેચ રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત રાજકોટમાં વન-ડે મેચ રમવા માટે મેદાનમાં ઊતરવાની છે અને ભારતની ટીમના 8 ખેલાડી અગાઉ પણ આ મેદાન પર મેચ રમી ચૂક્યા છે ત્યારે આવતીકાલની મેચમાં ભારતની જીત થાય છે કે પછી અગાઉના સ્કોર મુજબ વન-ડે મેચ ભારત માટે અનલક્કી બની રહેશે એ જોવું મહત્ત્વનું રહેશે.

શુભમન ગીલ, અર્શદીપ સહિતના ખેલાડીઓ નેટ પ્રેકટિસમાં જોડાયા.
14મી જાન્યુઆરીની મેચ પૂર્વે આજે ટીમે નેટ પ્રકટિસ કરી રાજકોટ જામનગર રોડ પર ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વન-ડે મેચને લઈ આજે બપોરના 1.30 વાગ્યે ન્યૂઝીલેન્ડ ટીમ નેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી, જેમાં માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), ઝાકરી ફોલ્કેસ, ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઇલ જેમીસન અને આદિત્ય અશોક સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાંજે સાડા પાંચ વાગ્યે મેદાન પર ઉતર્યા હતા.

બુધવારની મેચ પહેલાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર કિવી ખેલાડીઓએ પ્રેકટિસ કરી.
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યારસુધીમાં 13 ઈન્ટરનેશનલ મેચ રમાઈ અત્યારસુધીમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 13 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં 3 ટેસ્ટ, 6 T-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ઈન્ડિયા-A અને સાઉથ આફ્રિકા-A ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વન-ડે મેચની સિરીઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી.
અત્યારસુધી રાજકોટમાં કુલ ચાર વન-ડે મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામે બે અને સાઉથ આફ્રિકા તેમજ ઇંગ્લેન્ડ સામે એક-એક મેચ રમાઈ છે, જે ચાર મેચ પૈકી માત્ર ઓસ્ટ્રેલિયા સામેની એક જ વન-ડે મેચમાં ભારતની જીત થવા પામી છે અને બાકીની ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ રાજકોટ પહોંચેલા ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું

સોમવારે રાજકટો પહોંચેલી ટીમ ઈન્ડિયાનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14મી જાન્યુઆરીએ રમાનારી વન-ડે સિરીઝના બીજા મુકાબલા માટે આજે બંને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી. ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનું સયાજી હોટલ ખાતે ઢોલ-નગારાં અને પરંપરાગત રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

