India vs New Zealand Tour 2026 Tickets Record Sales
વેલિંગ્ટન22 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ તસવીર 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલની છે. ભારતે દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પહેલા 48 કલાકમાં 26 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે. આ ન્યૂઝીલેન્ડ ક્રિકેટની પ્રી-સેલમાં રેકોર્ડ માગ છે.
આ પ્રવાસ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને 1 ડિસેમ્બર સુધી ચાલશે. બંને ટીમ વચ્ચે 5 T20, 5 વન-ડે અને 2 ટેસ્ટ રમાશે. ભારતીય ટીમ 2019-20 પછી પહેલીવાર ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે.

ઈડન પાર્કના વ્હાઈટ-બોલ મેચની સૌથી વધુ માગ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અનુસાર, ઓકલેન્ડના ઈડન પાર્કમાં યોજાનારી વ્હાઈટ-બોલ મેચની ટિકિટ સૌથી ઝડપથી વેચાઈ રહી છે. અહીં સિરીઝની ચોથી T20 અને પહેલી વન-ડે રમાશે.
ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં પણ ટિકિટોની ભારે માગ છે. લગભગ 9 હજાર દર્શકોની ક્ષમતાવાળા આ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની બે T20 મેચ 22 અને 24 ઓક્ટોબરે રમાશે.
આ જ મેદાન પર પ્રવાસની બીજી અને છેલ્લી ટેસ્ટ પણ રમાશે. આ મુકાબલો 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે અને તેની ટિકિટોનું વેચાણ પણ ઝડપથી થઈ રહ્યું છે.
વેલિંગ્ટનમાં પણ ટિકિટોની મજબૂત માગ
વેલિંગ્ટનમાં યોજાનારી મેચો માટે પણ શરૂઆતનું વેચાણ મજબૂત રહ્યું છે. હેનરી સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી T20 અને બીજી વન-ડે રમાશે. જ્યારે, પ્રથમ ટેસ્ટ સેલો બેસિન રિઝર્વમાં 19 નવેમ્બરથી શરૂ થશે.

વેલિંગ્ટનમાં ભારતે છેલ્લી T20 31 જાન્યુઆરી 2020ના રોજ રમી હતી. ટીમે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.
NZCએ કહ્યું- ભારતને રમતા જોવું દુર્લભ તક
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ માર્કેટિંગ અને કોમર્શિયલ ઑફિસર ગ્લેન ક્રિચલીએ જણાવ્યું હતું કે ચાહકોએ વહેલી ટિકિટ ખરીદવાની અપીલ પર સારો પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું કે પહેલી બે દિવસમાં રેકોર્ડ વેચાણ દર્શાવે છે કે મોટી સંખ્યામાં ચાહકોએ સમયસર પોતાની સીટ બુક કરાવી લીધી છે.
ક્રિચલીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડના ચાહકો માટે ભારત સામે ક્રિકેટ મેચનું વાતાવરણ જોવા અને દુનિયાના મોટા ક્રિકેટ સ્ટાર્સને લાઇવ જોવાનો આ ખાસ અવસર છે.
ગત સીઝન જેટલી જ રાખવામાં આવી ટિકિટોની કિંમત
NZCએ આ સીઝનમાં ટિકિટોની કિંમતમાં વધારો કર્યો નથી. બોર્ડના મતે, ક્રિકેટ નેશન એક્સેસ કોડનો ઉપયોગ કરવા પર ટિકિટ 30 ન્યૂઝીલેન્ડ ડોલરથી ઓછામાં મળી રહી છે.
ચાહકો માટે ‘ધ ફોર’ અને ‘ધ સિક્સ’ ગ્રુપ ટિકિટ પેકેજની સાથે-સાથે અલગ-અલગ વેન્યુના ટિકિટ બંડલ પણ ઉપલબ્ધ છે. તેમનો ઉદ્દેશ્ય વધુ દર્શકોને મેચ જોવા માટે આકર્ષવાનો છે.
7 સપ્ટેમ્બરથી સામાન્ય દર્શકો માટે ટિકિટ વેચાણ
ક્રિકેટ નેશનના મેમ્બર સેલ પછી સામાન્ય દર્શકો માટે ટિકિટોનું વેચાણ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે, જે ચાહકો ક્રિકેટ નેશન માટે સાઇન અપ કરશે, તેમને પ્રી-સેલમાં પહેલા ટિકિટ ખરીદવાની તક મળશે. તેમને આ દરમિયાન 15% ની છૂટ પણ મળશે.
12 મેચનો સંપૂર્ણ પ્રવાસ, 6 વર્ષ પછી ટેસ્ટ સિરીઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ ત્રણેય ફોર્મેટમાં કુલ 12 મેચ રમશે. ન્યૂઝીલેન્ડની યજમાનીમાં મેચની સંખ્યાની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી મોટો પ્રવાસ છે.
ભારતીય ટીમ લગભગ 6 વર્ષ પછી ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમશે. છેલ્લી વાર 2019/20માં ભારતે ત્યાં ટેસ્ટ સિરીઝ રમી હતી. આ વખતે બંને ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ અને ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાશે.
આ પ્રવાસની વન-ડે સિરીઝ આવતા વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ રહેશે.
ટિકિટ પેકેજનું ગણિત, ‘ધ ફોર’માં 4 અને ‘ધ સિક્સ’માં 6 ટિકિટ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ગ્રુપમાં મેચ જોવા આવતા દર્શકો માટે ધ ફોર અને ધ સિક્સ ટિકિટ વિકલ્પો શરૂ કર્યા છે. આ સામાન્ય ટિકિટથી અલગ પેકેજ છે, જેમાં એકસાથે ઘણી ટિકિટ ખરીદવા પર ડિસ્કાઉન્ટેડ કિંમત મળે છે. ધ ફોરમાં 4 પુખ્ત વયના લોકોની ટિકિટ અને ધ સિક્સમાં 6 પુખ્ત વયના લોકોની ટિકિટ સામેલ છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



