Indian AI સ્ટાર્ટઅપની અદ્ભુત કમાલ, હવે AI ઇન્ટરનેટ વગર કામ કરશે!

Last Updated: February 17, 2026By

તાજેતરમાં ભારતીય AI સ્ટાર્ટઅપ સર્વમ AIએ તેનું નવું ઓન-ડિવાઇસ પ્લેટફોર્મ, સર્વમ  AI રજૂ કર્યું છે જેની મદદથી હવે ટેકનોલોજી સીધી સ્માર્ટફોન અને લેપટોપ પરથી કાર્યરત રહેશે જેમાં ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહિ પડે.

AI સ્ટાર્ટઅપમાં સર્વમનો સપાટો

ભારતીય AI સ્ટાર્ટઅપ કંપની સર્વમ AIનાં જણાવ્યા અનુસાર આજના આધુનિક મોબાઇલ ફોન અને લેપટોપ એટલા સક્ષમ છે કે તેઓ અદ્યતન AI મોડેલોને પોતાની જાતે પ્રોસેસ કરી શકે છે. જેનો અર્થ એ થયો કે આવનારા સમયમાં સ્માર્ટફોન અને લેપટોપથી AIની મદદ મેળવવા માટે ઇન્ટરનેટ કનેક્શન વગર પણ સુવિધાનો લાભ લઇ શકાય એમ છે અને આજ વિચાર સાથે  ભારતીય AI સ્ટાર્ટઅપ સર્વમ એઆઈએ તેનું નવું ઓન-ડિવાઇસ પ્લેટફોર્મ રજૂ કર્યુ છે.

આધુનિક ડિવાઈસ  AI મોડેલને પ્રોસેસ કરશે

ભારતીય AI સ્ટાર્ટઅપ કંપની સર્વમ AIનાં જણાવ્યા અનુસાર AI પ્રોસેસિંગ ડિવાઇસ પર થાય છે, ત્યારે નેટવર્ક વિલંબ દૂર થાય છે, અને નબળા ઇન્ટરનેટને પણ અસર થતી નથી. સૌથી અગત્યની વાત એ છે કે  વપરાશકર્તાનો ડેટા કોઈપણ બાહ્ય સર્વર પર ટ્રાન્સમિટ થતો નથી, જે ગોપનીયતાને વધુ મજબૂત બનાવે છે. આ કારણથી જ્યારે પણ ડિવાઈસ AI મોડેલને પ્રોસેસ કરે છે ત્યારે બાહ્ય સર્વરની મદદ વગર સુવિધા મળવાને કારણે ક્લોનીંગ અને હેકિંગ જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ ઓછી થઇ જાય છે.

દરેક ક્વેરીનો ખર્ચ વર્ચ્યુઅલ રીતે દૂર થશે

ભારતીય AI સ્ટાર્ટઅપ કંપની સર્વમ AIનાં જણાવ્યા અનુસાર આ સિસ્ટમની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, આ બધી સુવિધાઓ ઑફલાઇન ઉપલબ્ધ છે. આ કારણથી દરેક ક્વેરીનો ખર્ચ વર્ચ્યુઅલ રીતે દૂર કરવામાં કંપનીને ઘણી સરળતા રહે છે. કંપની આ મોડેલ બાબતે દાવો કરે છે કે રીઅલ-ટાઇમ ટ્રાન્સક્રિપ્શન લાઇવ ઑડિઓ કરતાં વધુ ઝડપથી પ્રક્રિયા કરી શકે છે, અને જનરેટ થતા જવાબ લગભગ તરત જ ઉપલબ્ધ થાય છે.

આ પણ વાંચો: India AI Impact Summit 2026: વિદેશી મહેમાનો માટે ‘UPI One World’ વોલેટ લોન્ચ, હવે ડિજિટલ પેમેન્ટ બન્યું સરળ