Indian Family Restaurant Vandalism in Vietnam; Ho Chi Minh City CCTV Footage
14 કલાક પેહલા
- કૉપી લિંક
વિયેતનામમાં એક ભારતીય પરિવારે રેસ્ટોરાંમાં ઝઘડો કર્યો.
વિયેતનામમાં એક ભારતીય પરિવાર પર આરોપ લાગ્યો છે કે તેમણે એક રેસ્ટોરાંમાં ભારે હોબાળો મચાવ્યો છે. આ આખી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને ખુદ રેસ્ટોરાંના માલિકે જાહેર કર્યા છે. આ રેસ્ટોરાં વિયેતનામના હો ચી મિન્હ સિટીના ટૂરિસ્ટ હબમાં આવેલું છે અને તે જાણીતું ઇન્ડિયન રેસ્ટોરાં ‘બોમ્બે બાઇટ્સ’ છે. તેના મેનેજમેન્ટે આરોપ લગાવ્યો છે કે અહીં ફરવા આવેલા એક ભારતીય પરિવારે રેસ્ટોરાંની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું અને અહીં કામ કરતા કર્મચારીઓને ધમકી પણ આપી. રેસ્ટોરાંનો આરોપ છે કે આ ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે સ્ટાફે માતા-પિતાને કહ્યું કે તેઓ પોતાના બાળકોને ડાઇનિંગ એરિયામાં વસ્તુઓ ફેંકતા રોકે.
CCTVમાં શું દેખાઈ રહ્યું છે?
રેસ્ટોરાંના માલિક ઐશ્વર્યા ખન્ના સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ CCTV ફૂટેજ જાહેર કર્યા છે. તેમાં દેખાઈ રહ્યું છે કે બે કપલ પોતાના બાળકો સાથે રેસ્ટોરાંમાં છે. તેમાંથી એક પુરુષ કર્મચારીઓ સાથે ખૂબ જ ગુસ્સામાં દલીલ કરી રહ્યો છે, સામાન ઉપાડીને ફેંકી રહ્યો છે. તેની સાથે બે બાળકો પણ બરાબર આવું જ કરી રહ્યા છે. આ રેસ્ટોરાંના એક શેફે આ જ પોસ્ટની કમેન્ટમાં દાવો કર્યો છે કે આરોપીઓ ખૂબ જ નશામાં હોય તેવું લાગતું હતું. તેમના બાળકો રેસ્ટોરાંમાં ચમચી, ટિશ્યુ, ટેબલ ક્લોથ અને મેનૂ કાર્ડ પણ અહીં-તહીં ફેંકી રહ્યા હતા. સ્ટાફ તરફથી કથિત રીતે માતા-પિતાને કહેવામાં આવ્યું કે તેઓ બાળકોનું ધ્યાન રાખે અને તેમને આવું કરતા રોકે. પરંતુ વાત સમજવાના બદલે, તેઓ ગેરવર્તણૂક કરવા લાગ્યા અને ધમકી પણ આપી કે તેઓ આખી રેસ્ટોરાં ખરીદીને તેને બરબાદ કરાવી શકે છે.

એક બાળકે ટિશ્યૂ પેપર ફેંક્યા.

બાળકના પિતાએ ગુસ્સામાં ટેબલ અને રેસ્ટોરાંની અન્ય પ્રોપર્ટીને નુક્સાન પહોંચાડ્યું.

ભારતીય પરિવારે રેસ્ટોરાંના સ્ટાફ સાથે ઝઘડો કર્યો.
રેસ્ટોરાં માલિકનો આરોપ
રેસ્ટોરાંના માલિકે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાથે કેપ્શનમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે લખ્યું, “સિવિક સેન્સને એ વાત સાથે કોઈ લેવાદેવા નથી કે તમે ક્યાંથી આવ્યા છો, તમારા કેટલા ફોલોઅર્સ છે અથવા તમે પોતાને શું સમજો છો. આ એ બાબત વિશે છે કે તમે કોઈ સાર્વજનિક જગ્યા પર કેવું વર્તન કરો છો. આજે અમારી રેસ્ટોરાં ‘બોમ્બે બાઇટ્સ HCM’માં એક એવી પરિસ્થિતિ ઊભી થઈ જેનો સામનો કોઈ પણ રેસ્ટોરાં ન કરે. એક પરિવારને નમ્રતાપૂર્વક કહેવામાં આવ્યું કે તેઓ પોતાના બાળકને ડાઇનિંગ એરિયામાં ટિશ્યુ પેપર ફેંકતા રોકે. સહકાર આપવાના બદલે, મામલો ઘણો બગડી ગયો. પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું, સ્ટાફનું અપમાન કર્યું અને “ઇન્ફ્લુએન્સર” હોવાનો દાવો કરીને જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી લીધા.”
તેમણે આગળ લખ્યું, “અમે બિલકુલ સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે રેસ્ટોરાં કોઈ રમતનું મેદાન નથી. અમારો સ્ટાફ કોઈનો ગુસ્સો સહન કરવા કે હક જતાવવા માટે નથી. કોઈનું ઇન્ફ્લુએન્સર હોવું એ કોઈને પણ પાયાના શિષ્ટાચારથી ઉપર નથી બનાવી દેતું. સિવિક સેન્સનો અર્થ છે બાળકોને જવાબદારી શીખવવી, જાહેર સંપત્તિનું સન્માન કરવું અને એ સમજવું કે નિયમો એટલા માટે હોય છે જેથી દરેક વ્યક્તિ તે જગ્યાનો સુરક્ષિત અને આરામથી આનંદ માણી શકે. જ્યારે આ મૂલ્યોની અવગણના કરવામાં આવે છે, ત્યારે તેની અસર કર્મચારીઓ, અન્ય મહેમાનો અને આખા બિઝનેસ પર પડે છે. અમે તમામ બેકગ્રાઉન્ડ અને સંસ્કૃતિના મહેમાનોનું સ્વાગત કરીએ છીએ પરંતુ સન્માન જરૂરી છે. નુકસાન, ગેરવ્યવસ્થા અને ડરાવવા-ધમકાવવાને ક્યારેય સહન કરવામાં નહીં આવે. મહેમાનગતિ અમારું કામ છે, પાયાનો શિષ્ટાચાર દરેકની જવાબદારી છે. પછી તેઓ ગૂગલ રિવ્યુ પર જઈને કહે છે કે અમે ખરાબ સર્વિસ આપી કારણ કે તેઓ ભારતીય હતા.”
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


