‘Indian Idol 3’ winner Prashant Tamang passes away untimely | ‘ઇન્ડિયન આઇડલ 3’ના વિનરનું અકાળે નિધન: 43 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી મોત, છેલ્લી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’માં સલમાન સાથે જોવા મળશે

Last Updated: January 11, 2026By

9 કલાક પેહલા

  • કૉપી લિંક

મનોરંજન અને સંગીત જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે, ઇન્ડિયન આઇડલ 3ના વિજેતા રહેલા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે સિંગર અને એક્ટર પ્રશાંતે અંતિમ શ્વાસ લીધા છે. પ્રશાંતના નિધનથી દરેકને મોટો આંચકો લાગ્યો છે. પ્રશાંતના મ્યુઝિક પાર્ટનર ભાવેન ધનકે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે- વિશ્વાસ નથી થતો કે તું જતો રહ્યો મારા ભાઈ.

મળતી માહિતી મુજબ, પ્રશાંત તમાંગનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. કાર્ડિયાક અરેસ્ટ આવ્યો ત્યારે તેઓ દિલ્હીના જનકપુરી સ્થિત તેના ઘરે જ હાજર હતા. તબિયત લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતાં જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રશાંતના નિધનથી તેના પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. ચાહકો પણ શોકમાં ગરકાવ છે. પ્રશાંતના મિત્રો પણ તેના નિધનના સમાચારથી ભાંગી પડ્યા છે. દરેકનું હૃદય ભારે છે અને આંખો ભીની છે.

સંઘર્ષમય જીવન અને કારકિર્દી પ્રશાંત તમાંગનો જન્મ 4 જાન્યુઆરી 1983ના રોજ થયો હતો. તે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગનો રહેવાસી હતો. નાની ઉંમરે જ તેણે પોતાના પિતાને ગુમાવી દીધા હતા. પિતાના મૃત્યુ પછી, તેણે અભ્યાસ છોડીને પરિવારને સંભાળવા માટે કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી શરૂ કરી હતી.

પ્રશાંત તમાંગ પોતાની પત્ની ગીતા થાપા અને એક નાની પુત્રી આર્યા સાથે રહેતો હતો. પ્રશાંત ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રી અને પત્નીના ફોટા અને વીડિયો શેર કરતો હતો. તે તેના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો.

પ્રશાંત તમાંગનો પરિવાર

પ્રશાંત તમાંગનો પરિવાર

‘ઇન્ડિયન આઇડલ 3’ના વિજેતા બન્યા વર્ષ 2007માં પ્રશાંતે સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 3’માં ભાગ લીધો. શોમાં તેણે પોતાની સિંગરની એવી પ્રતિભા દર્શાવી કે દરેક જણ તેનો ચાહક બની ગયો. પ્રશાંત તમાંગે પોતાના ટેલેન્ટના દમ પર શોના વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો. ‘ઇન્ડિયન આઇડલ 3’ જીત્યા પછી તેનું જીવન બદલાઈ ગયું.

એક્ટિંગમાં પણ અજમાવી કિસ્મત ગાયકીની સાથે પ્રશાંત તમાંગે એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું હતું. તે જાણીતી સિરીઝ ‘પાતાલ લોક’માં નજર આવ્યો હતો. તેની દમદાર એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. ઉપરાંત, તેણે ઘણી પ્રાદેશિક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

'પાતાલ લોક-2'માં ખૂંખાર સ્નાઇપર ડેનિયલ લીચૂની ભૂમિકા ભજવી હતી

‘પાતાલ લોક-2’માં ખૂંખાર સ્નાઇપર ડેનિયલ લીચૂની ભૂમિકા ભજવી હતી

પ્રશાંતનો છેલ્લો પ્રોજેક્ટ પ્રશાંતે તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ ‘ધ બેટલ ઓફ ગલવાન’નું શૂટિંગ પૂર્ણ કર્યું, જે તેના ચાહકો માટે તેની છેલ્લી યાદગાર ફિલ્મ હશે. તેણે તેમના ઇન્સ્ટાગ્રામ પર તેનું ટીઝર પણ શેર કર્યું. પ્રશાંતની પોસ્ટ પર ચાહકો કમેન્ટ્સ કરી રહ્યા છે, ‘તમે ફિલ્મ પૂર્ણ થાય તે પહેલાં જ ચાલ્યા ગયા. તમારી ખૂબ જ યાદ આવશે.’

‘ધ બેટલ ઓફ ગલવાન’ના શેટનો ફોટો

‘ધ બેટલ ઓફ ગલવાન’ના શેટનો ફોટો