Indian Stock Market IPO List; 6 Companies Launch IPOs in September 2026
મુંબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે 6 કંપનીઓ પોતાના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ્સ એટલે કે IPO લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપનીઓ બજારમાંથી કુલ ₹3,825 કરોડ એકત્ર કરશે.
આ છ કંપનીઓમાં એલિવેટ કેમ્પસ, વારમોરા ગ્રેનિટો, એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા, અરમી ઇન્ફોટેક, સ્વસ્તિક ઇન્ફ્રા અને એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) સામેલ છે.
આ કંપનીઓના IPO 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, જેમાંથી મોટાભાગના ઇશ્યૂ 23 સપ્ટેમ્બરે ખુલશે.
કંપનીના પ્રમોટર્સ અનુસાર, IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ મૂડી ખર્ચ (કેપેક્સ), બિઝનેસ વિસ્તરણ, દેવું ચૂકવવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને અન્ય કોર્પોરેટ કામો માટે કરવામાં આવશે.
આ અઠવાડિયે આવનારા 6 IPOની વિગતો
1. એલિવેટ કેમ્પસ: હિલહાઉસ ઇન્વેસ્ટમેન્ટના રોકાણવાળી એલિવેટ કેમ્પસનો IPO આ અઠવાડિયાનો સૌથી મોટો ઇશ્યૂ છે. આ ₹2,100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખુલશે અને 25 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ તેના માટે પ્રતિ શેર ₹343-362નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.
આ સંપૂર્ણ ઇશ્યૂ ફ્રેશ ઇશ્યૂ છે અને તેમાં ઑફર-ફૉર-સેલ (OFS)નો કોઈ ઘટક નથી. શેરોનું લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થવાની અપેક્ષા છે.
2. વર્મોરા ગ્રેનિટો: કંપનીનો ₹708 કરોડનો આઈપીઓ 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. તેના માટે પ્રતિ શેર ₹140-148નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
આ ઇશ્યૂમાં ₹320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને રોકાણકાર કાત્સુરા ઇન્વેસ્ટમેન્ટ્સના ₹388 કરોડ મૂલ્યના 2.62 કરોડ શેરોનો OFS સામેલ છે.
3. એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા: આ કંપની પોતાના આઈપીઓ દ્વારા ₹405 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે. તેનો ઇશ્યૂ 24 સપ્ટેમ્બરે ખુલશે અને 28 સપ્ટેમ્બરે બંધ થશે.
કંપનીએ પ્રતિ શેર ₹385-405નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. તેમાં ₹355 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર્સનો ₹50 કરોડ સુધીનો OFS સામેલ છે.
4. અરમી ઇન્ફોટેક: અરમી ઇન્ફોટેક પોતાનો ₹300 કરોડનો આઈપીઓ 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન લાવશે. તેનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹350-375 રાખવામાં આવ્યો છે અને આ સંપૂર્ણ ઇશ્યૂ નવા ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યૂ છે.
5. સ્વસ્તિક ઇન્ફ્રા: પાવર ડિસ્ટ્રિબ્યુશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી EPC સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની સ્વસ્તિક ઇન્ફ્રા IPO દ્વારા ₹161 કરોડ એકત્ર કરશે. આ ઇશ્યૂ 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે, જેની પ્રાઇસ બેન્ડ ₹175-185 પ્રતિ શેર છે.
6. એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા: કંપનીનો ₹151 કરોડનો IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપનીએ તેના માટે ₹126-134 પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 17 IPO આવી ચૂક્યા
- આગામી અઠવાડિયે આવનારા IPO પહેલાં સપ્ટેમ્બરની શરૂઆત પણ ઘણી વ્યસ્ત રહી છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 17 પબ્લિક ઇશ્યૂ આવી ચૂક્યા છે.
- બીજી તરફ, NSEનો મેગા IPO અને ટેક્સટાઇલ ઉત્પાદક સોનાસિલેક્શન ઇન્ડિયાનો ઇશ્યૂ હાલમાં સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો છે.
- આ 6 નવા IPO સાથે વર્ષ 2026માં બજારમાં પ્રવેશ કરનારી કંપનીઓની કુલ સંખ્યા 87 સુધી પહોંચી જશે. તેમાં ઑગસ્ટ મહિનામાં આવેલા 23 IPOનો સમાવેશ થાય છે.
OFS અને ફ્રેશ ઇશ્યૂ શું હોય છે?
- ફ્રેશ ઇશ્યૂ: તેમાં કંપની નવા શેર જાહેર કરે છે. તેનાથી મળતી રકમ સીધી કંપનીના ખાતામાં જાય છે, જેનો ઉપયોગ બિઝનેસ વધારવા અથવા દેવું ચૂકવવા માટે થાય છે.
- ઓફર ફોર સેલ (OFS): તેમાં કંપનીના જૂના શેરહોલ્ડર અથવા પ્રમોટર પોતાના હિસ્સાના શેર વેચે છે. તેનાથી મળતી રકમ સીધી તે શેરહોલ્ડર્સને મળે છે, કંપનીને નહીં.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



