Indian Stock Market Rallies on Positive Signs; Nifty Futures at 25088
2 કલાક પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
છેલ્લા કેટલાક દિવસોથી સતત કડાકાનો સામનો કરી રહેલા ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે તેજીનો તોફાન જોવા મળ્યું હતું. આ તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સકારાત્મક નિવેદન બાદ બજારમાં મંદી પર બ્રેક લાગી હતી. ટ્રમ્પના નિવેદન ઉપરાંત, વિદેશી બજારોમાંથી મળેલા પોઝીટીવ સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને યુરોપના બજારોમાં સકારાત્મક માહોલ અને ટ્રેડ ટેન્શન ઘટવાની આશાએ રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો, જેનો પ્રભાવ ભારતીય બજાર પર પણ પડ્યો. સાથે જ દેશની આર્થિક સ્થિતિને લઈને આશાવાદ અને આવનારા બજેટ પહેલા સકારાત્મક અપેક્ષાઓથી બજારમાં મજબૂતી જોવા મળી હતી. ઘણા શેરોમાં ટેકનિકલ ખરીદી અને શોર્ટ કવરિંગ પણ જોવા મળ્યું હતું. આ તમામ પરિબળોને કારણે મુખ્ય સેક્ટરોમાં ખરીદી વધતા આજે શેરબજારમાં તેજીભર્યું વલણ જોવા મળ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન રાષ્ટ્રો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચી લેતા અને ગ્રીનલેન્ડ પર ભવિષ્યના સોદાના માળખા પર સંમતિ દર્શાવતા ગુરુવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો. વધુમાં, સંસ્થાગત ઇક્વિટી રોકાણકારોના પ્રવાહોથી સ્થાનિક ચલણને ટેકો મળ્યો.
સેક્ટર મુવમેન્ટ…
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.28% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.13% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4392 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1307 અને વધનારની સંખ્યા 2934 રહી હતી, 151 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 0 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે બીઈએલ 3.75%, ટાટા સ્ટીલ 2.69%, અદાણી પોર્ટ્સ 2.57%, સ્ટેટ બેન્ક 1.95%, બજાજ ફિનસર્વ 1.73%, એશિયન પેઈન્ટ 1.58%, પાવર ગ્રીડ 1.51%, સન ફાર્મા 1.35%, ઈન્ડિગો 1.15%, એનટીપીસી 1.14%, એચસીએલ ટેકનોલોજી 1.10% અને ટ્રેન્ટ 1.01% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ 2.61%, ટાઈટન કંપની 1.50%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.21%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.15%, એચડીએફસી બેન્ક 0.08% અને મારુતિ સુઝુકી 0.03% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.43 લાખ કરોડ વધીને 458.52 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 24 કંપનીઓ વધી અને 6 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25349 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25202 પોઈન્ટના પ્રથમ અને 25088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25404 પોઈન્ટ થી 25474 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25088 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લોઢા ડેવલોપર્સ ( 947 ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.940 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.933 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.963 થી રૂ.970 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.979 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એક્સીસ બેન્ક ( 1296 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1280 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1273 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1304 થી રૂ.1316 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
અદાણી પોર્ટ્સ ( 1420 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1447 આસપાસ સપોર્ટથી રૂ.1404 થી રૂ.1390 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1455 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
વોલ્ટાસ લિ. ( 1294 ) :- રૂ.1309 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1313 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1280 થી રૂ.1273 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1320 ઉપર તેજી તરફી ધ્યાને લેશો..
બજારની ભાવિ દિશા…
મિત્રો, આઈએમએફ અને વર્લ્ડ બેન્ક જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે હકારાત્મક માહોલ સર્જે છે. અર્થતંત્રની અપેક્ષા કરતાં વધુ સારી કામગીરી, મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ, ઊંચું પ્રાઇવેટ કન્ઝમ્પ્શન અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કેપેક્સ પર કરવામાં આવી રહેલા ખર્ચના કારણે કોર્પોરેટ કમાણીમાં સતત સુધારો જોવા મળી શકે છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત રહેવાની શક્યતા છે, જ્યારે કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, પાવર અને કન્ઝમ્પ્શન આધારિત સેક્ટરો લાંબા ગાળે માર્કેટના લીડર બની શકે છે. આ સાથે સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરમાં એઆઈ અને ડિજિટલાઈઝેશનના કારણે નવી તકો ઊભી થતી દેખાય છે, જે બજારને સપોર્ટ આપશે.
બીજી તરફ, ટૂંકા ગાળે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે બજારમાં વોલેટિલિટી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, વૈશ્વિક ફુગાવો, જીઓ-પોલિટિકલ તણાવ અને ટ્રેડ પોલિસીમાં થતા ફેરફારોની અસર ભારતીય માર્કેટ પર સમયાંતરે જોવા મળી શકે છે. તેમ છતાં, સ્થિર મેક્રો આર્થિક પરિસ્થિતિ, નિયંત્રિત ફુગાવો, આરબીઆઈ તરફથી સંતુલિત મોનિટરી સપોર્ટ અને મજબૂત વિદેશી તથા સ્થાનિક રોકાણ પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો કોઈ પણ કરેકશન મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ બની શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદીથી મજબૂત દેખાય છે, જ્યાં સમય સાથે પસંદગીયુક્ત શેરોમાં અપટ્રેન્ડ જળવાઈ રહેવાની સંભાવના વધુ છે અને ભારતની સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી બજારને લાંબા ગાળે ટેકો આપતી રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
