Internal Conflict in Gujarat Congress: Gaurav Pandya Demands Resignations | Gujarat News

Last Updated: May 2, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. વલસાડ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને AICC મેમ્બર ગૌરવ પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ કરીને પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે ચૂંટણીમાં થયેલી હાર માટે પ્રદેશના તમામ ટોચના નેતાઓને જવાબદાર ગણાવી તેમના રાજીનામાની માગ કરી છે.

પ્રદેશ નેતાગીરીની નિષ્ફળતાને કારણે પાયાના સ્તરે પક્ષ નબળો

ગૌરવ પંડ્યાએ પોતાની પોસ્ટમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, રાહુલ ગાંધીનું વિઝન ‘મિશન 2027’ અંતર્ગત ગુજરાતમાં સત્તા કબજે કરવાનું છે, પરંતુ પ્રદેશ નેતાગીરીની નિષ્ફળતાને કારણે પાયાના સ્તરે પક્ષ નબળો પડી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે, તે જોતા પ્રદેશ પ્રમુખ સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ નૈતિક જવાબદારી સ્વીકારી પદ ત્યાગવું જોઈએ.

ગૌરવ પંડ્યાએ શું બળાપો કાઢ્યો

તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે સુપ્રભાત, આજથી ગુજરાત કોંગ્રેસની બકરા શોધો ઝુંબેશનો પ્રારંભ અને 2027ના અંતનો આરંભ..નામોશીને નિમંત્રણ આપનારા પોતે જ નામોશીના કારણો શોધી કાઢવા તત્પર બનશે. અને બેશરમીપૂર્વક હોદ્દા પર બની રહેશે. જય કોંગ્રેસ

 કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો

વલસાડના આ નેતાની પોસ્ટથી કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પંડ્યાના મતે, જ્યાં સુધી સંગઠનમાં ધરખમ ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી 2027માં ભાજપને ટક્કર આપવી અશક્ય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રદેશ નેતાઓ માત્ર હોદ્દાઓ સાચવીને બેઠા છે અને જમીની હકીકતથી અજાણ છે. આ વિવાદને પગલે હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ આ મામલે કેવા પગલાં લે છે. શું વલસાડથી ઉઠેલો આ બળવાનો સુર આખા ગુજરાતમાં ફેલાશે? કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ગૌરવ પંડ્યાના સમર્થનમાં આવે છે કે કેમ તે બાબત આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો આ ઘટનાએ કોંગ્રેસના આંતરિક લોકશાહી અને શિસ્ત સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

ગૌરવ પંડ્યાએ શું બળાપો કાઢ્યો

તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે સુપ્રભાત, આજથી ગુજરાત કોંગ્રેસની બકરા શોધો ઝુંબેશનો પ્રારંભ અને 2027ના અંતનો આરંભ..નામોશીને નિમંત્રણ આપનારા પોતે જ નામોશીના કારણો શોધી કાઢવા તત્પર બનશે. અને બેશરમીપૂર્વક હોદ્દા પર બની રહેશે. જય કોંગ્રેસ 

આ પણ વાંચો—    Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Leave A Comment