Internet કે એપ વગર કોલ કરનારનું નામ કેવી રીતે દેખાય છે? જાણો CNAP વિશે
આજકાલ ઘણા લોકોને કોલ આવે ત્યારે માત્ર નંબર નહીં પરંતુ નામ પણ દેખાઈ રહ્યું છે. આ માટે ન તો ઇન્ટરનેટ જોઈએ, ન કોઈ એપ – આ બધું શક્ય બન્યું છે નવી CNAP સેવા કારણે.
CNAP શું છે?
CNAP નો પૂરું નામ Caller Name Presentation છે. આ સેવા TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા શરૂ કરવામાં આવી છે. CNAPનો મુખ્ય હેતુ એ છે કે કોલ આવતાં જ કોલ કરનારનું સત્તાવાર રીતે નોંધાયેલ નામ ફોન સ્ક્રીન પર દેખાડવું. આ સેવાની ખાસ વાત એ છે કે તેમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી, કોઈ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી અને કોઈ સબ્સ્ક્રિપ્શન પણ લેવું પડતું નથી. આ સંપૂર્ણપણે મફત છે અને ધીમે ધીમે બધા મોબાઇલ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થઈ રહી છે.
CNAP કેવી રીતે કામ કરે છે?
દરેક ટેલિકોમ કંપની પાસે તેમના ગ્રાહકોનો એક ડેટાબેઝ હોય છે. આ ડેટાબેઝમાં મોબાઇલ નંબર કોના નામે નોંધાયેલ છે, તેની KYC માહિતી જેવી વિગતો સમાવિષ્ટ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને કોલ કરે છે, ત્યારે કોલ સીધો ટેલિકોમ નેટવર્ક મારફતે જાય છે. આ સમયે નેટવર્ક તે નંબર સાથે જોડાયેલ રજિસ્ટર્ડ નામ શોધે છે અને તે નામ તમારા ફોન પર દર્શાવે છે. એટલે કે, જો નંબર તમારા પિતાના નામે નોંધાયેલ છે, તો કોલ કરતી વખતે તમારા પિતાનું નામ દેખાશે – ભલે તમે ફોન વાપરતા હો. આ સિસ્ટમ નેટવર્ક લેવલ પર કામ કરતી હોવાથી ઇન્ટરનેટ કે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર પડતી નથી. હાલમાં CNAP સેવા 4G અને 5G નેટવર્ક પર ઉપલબ્ધ છે.
Truecaller અને CNAP વચ્ચેનો ફરક
ઘણા લોકો CNAP ને Truecaller સાથે સરખાવે છે, પરંતુ બંને સંપૂર્ણ અલગ છે. Truecaller યુઝર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત હોય છે અને તેમાં નામ બદલવાની અથવા ખોટું નામ દાખલ કરવાની શક્યતા રહે છે. જ્યારે CNAP માત્ર સત્તાવાર રજિસ્ટર્ડ નામ જ બતાવે છે. તેમાં યુઝર મનગમતું નામ બદલી શકતા નથી.
CNAPના પડકારો
CNAPનો સૌથી મોટો પડકાર એ છે કે ઘણી વખત કોલ કરનારનું નામ અજાણ્યું લાગે છે. કારણ કે નંબર કોઈ અન્ય વ્યક્તિના નામે નોંધાયેલ હોય શકે છે. આના કારણે કેટલાક લોકોને લાગે છે કે કોલ ફ્રોડ અથવા સ્પામ છે, જ્યારે હકીકતમાં એવું ન પણ હોય. CNAP સ્પામ કોલ્સને સંપૂર્ણ રીતે રોકી શકતું નથી, કારણ કે તે માત્ર નામ બતાવે છે – કોલની વિશ્વસનીયતા નહીં. CNAP એક સારી અને ઉપયોગી પહેલ છે, જે કોલ કરનાર વિશે થોડી વધુ સ્પષ્ટતા આપે છે. જો કે, સ્પામ અને સ્કેમ કોલ્સની સમસ્યા હજી સંપૂર્ણપણે ઉકેલાઈ નથી. સમય જતાં લોકો આ નવી સુવિધા સાથે ટેવાઈ જશે અને તેનો યોગ્ય ઉપયોગ શીખશે.
આ પણ વાંચો : PAN કાર્ડ થઈ જશે બંધ જો આટલું કામ ન કર્યું તો! 5 સરળ સ્ટેપથી ઘરે બેઠા કરીલો આ કામ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

