Investment Point – Trump’s threat to increase tariffs on India | ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ચીમકી: શેર બજારોમાં ફંડો ઈન્ડેક્સ બેઝડ નવી મોટી પોઝિશન લેવાથી દૂર રહ્યા, નિફટી ફ્યુચર 25808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી બની શકે

Last Updated: January 10, 2026By

2 દિવસ પેહલાલેખક: નિખિલ ભટ્ટ

  • કૉપી લિંક

જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત ચોથા દિવસે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દેશો કબજે કરવાની સામે વિશ્વના ઉહાપોહ-આક્રોશ છતાં ટસના મસ નહીં થતાં જીઓપોલિટીકલ ટેન્શન સતત વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડો ઈન્ડેક્સ બેઝડ સતત સાવચેત રહ્યા હતા.

ભારતના જીડીપી વૃદ્વિ માટેના નાણા વર્ષ 2026 માટેના પ્રથમ એડવાન્સ અંદાજ 7.4%ના આવતાં એક તરફ પોઝિટીવ પરિબળ સામે હજુ ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ચીમકીને લઈ ફંડો ઈન્ડેક્સ બેઝડ નવી મોટી પોઝિશન લેવાથી દૂર રહ્યા હતા.

કરન્સી માર્કેટની વાત કરીએ તો

ગુરુવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો, જેના કારણે વિદેશી ભંડોળનો સતત પ્રવાહ, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સંભવિત યુએસ ટેરિફ વધારાની ચિંતાઓ જોવા મળી. એનએસઓ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26 માં 7.4%ના દરે વૃદ્ધિ પામશે, જે પાછલા વર્ષના 6.5%ના વિકાસથી નોંધપાત્ર પ્રવેગક છે, તેમ છતાં, આરબીઆઈ એ ચલણને ૯૦ ના સ્તરથી ઉપર લાવવા માટે ભારે હસ્તક્ષેપ કર્યો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના-ચાંદીના બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો હતો. અગાઉની તેજી બાદ બજારમાં ભારે વેચવાલીનું દબાણ આવતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ચાંદીમાં ₹7800થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ ₹1100 થી વધુ તૂટ્યું છે. દિવસ દરમિયાન ભારે વેચવાલીને કારણે ચાંદીનો ભાવ ગગડ્યો હતો. ઐતિહાસિક તેજી બાદ ભારે નફાવસૂલી (પ્રોફિટ-બુકિંગ) અને વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ મોટી ઉથલપાથલને કારણે રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

સેક્ટર મુવમેન્ટ…

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.99% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.15% ઘટીને બંધ રહ્યા હતા. ઓટોમોબાઈલ,ઓઈલ-ગેસ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ એન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ ખરીદી કરી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4373 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3160 અને વધનારની સંખ્યા 1039 રહી હતી, 174 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 194 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 170 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક 0.51%, એસબીઆઈ લાઈફ 0.45% વધ્યા હતા, જ્યારે જીન્દાલ સ્ટીલ 5.65%, અદાની ગ્રીન 3.54%, ટેક મહિન્દ્ર 2.89%, વોલ્ટાસ 2.60%, ભારત ફોર્જ 2.27%, ઓરબિંદો ફાર્મા 2.06%, બીએસઈ 1.97%, એચડીએફસી એએમસી 1.90%, એસબીઆઈ કાર્ડ્સ 1.68%, ગ્લેનમાર્ક ફાર્મા 1.63%, ઇન્ફોસિસ લીમીટેડ 1.56%, ગ્રાસીમ 1.53%, લ્યુપીન 1.25%, સન ફાર્મા 1% ઘટ્યા હતા.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

Ø નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25965 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25880 પોઈન્ટના પ્રથમ અને 25808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 26006 પોઈન્ટ થી 26060 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25808 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ

એચસીએલ ટેકનોલોજી ( 1637 ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1623 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1606 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1645 થી રૂ.1653 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1660 ઉપર તેજી તરફી ધ્યાન…!!

સિપ્લા લિ. ( 1464 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1444 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1430 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1474 થી રૂ.1480 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

ઓબેરોઈ રિયલ્ટી ( 1710 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1737 આસપાસ સપોર્ટથી રૂ.1696 થી રૂ.1690 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1744 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો.

હેવેલ્સ ઇન્ડિયા ( 1482 ) :- રૂ.1505 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1514 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1470 થી રૂ.1464 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1520 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 7.4%ના દરથી વધવાનો અંદાજ છે એટલે કે 2025-26માં ભારતનો જીડીપી 7.4% રહેવાની આશા છે. અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એપ્રિલ, 2025થી માર્ચ, 2026 દરમિયાન જીડીપી 7.4% રહેશે. આ અંદાજ આરબીઆઇના 7.3%ના અંદાજ અને સરકારના અગાઉના 6.3 થી 6.8%ના અંદાજ કરતા વધારે છે. ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 6.5% રહ્યો હતો. અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર 50% ટેરિફ,વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર 7.4%નાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે.

જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.