iOS 26.3: iiPhone યુઝર્સ માટે ખુશખબર, માત્ર એક QR કોડ સ્કેન કરો અને તમામ ડેટા એન્ડ્રોઇડમાં મેળવો
ટેકનોલોજીની દુનિયામાં અત્યાર સુધી આઇફોન અને એન્ડ્રોઇડ બે અલગ ટાપુઓ જેવા હતા. જે યુઝર્સ વર્ષોથી આઇફોન વાપરતા હોય, તેઓ ડેટા ગુમાવવાના ડરથી એન્ડ્રોઇડ પર સ્વિચ કરવાનું વિચારતા પણ નહોતા. પરંતુ, એપલે તેના તાજેતરના iOS 26.3 અપડેટમાં એક ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. કંપનીએ ‘ટ્રાન્સફર ટુ એન્ડ્રોઇડ’ (Transfer to Android) નામની નવી સુવિધા રજૂ કરી છે, જે આ મુશ્કેલ પ્રક્રિયાને અત્યંત સરળ બનાવે છે.
શા માટે આ સુવિધા મહત્વની છે?
સામાન્ય રીતે આઇફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવો સરળ હતો, પણ ગુગલ પ્લેટફોર્મ પર જવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. લોકો પોતાના વર્ષો જૂના ફોટા, કિંમતી મેસેજ અને કોલ હિસ્ટ્રી ગુમાવવા માંગતા નહોતા. હવે એપલે આ સમસ્યાને ઓળખીને યુઝર્સને વધુ સ્વતંત્રતા આપી છે. આ પગલું દર્શાવે છે કે કંપનીઓ હવે પોતાની ઇકોસિસ્ટમમાં યુઝર્સને ‘કેદ’ રાખવાને બદલે તેમને સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
શું શું ટ્રાન્સફર કરી શકાશે?
નવા ફીચરની મદદથી તમે લગભગ બધો જ મહત્વનો ડેટા ટ્રાન્સફર કરી શકો છો:
બધા જ સેવ કરેલા સંપર્કો (Contacts).
તમારા કિંમતી ફોટા અને વીડિયો.
જૂના સંદેશાઓ (Messages) અને કોલ હિસ્ટ્રી.
કેલેન્ડર ના મહત્વના રીમાઇન્ડર્સ.
જો તમારું નેટવર્ક સપોર્ટ કરતું હોય તો eSIM પણ ટ્રાન્સફર થઈ શકશે.
ડેટા ટ્રાન્સફર કરવાની સરળ રીત:
જો તમે આઇફોનથી એન્ડ્રોઇડમાં જવા માંગતા હોવ, તો આ પગલાં અનુસરો:
સૌ પ્રથમ સેટિંગ્સમાં જઈને ‘General’ પર ટેપ કરો.
ત્યાં ‘Transfer or Reset iPhone’ માં તમને નવો ‘Transfer to Android’ વિકલ્પ મળશે.
બંને ફોનને બાજુમાં રાખીને Continue કરો.
તમારા એન્ડ્રોઇડ ફોન પર દેખાતા QR કોડ ને આઇફોનથી સ્કેન કરો.
તમે જે ડેટા ટ્રાન્સફર કરવા માંગો છો તે સિલેક્ટ કરો અને પ્રક્રિયા પૂર્ણ થવા દો.
યાદ રાખો કે, આ પ્રક્રિયા માટે તમારા એન્ડ્રોઇડ ફોનને સેટઅપ મોડમાં (નવી સ્થિતિમાં) રાખવો વધુ હિતાવહ છે. આ સુવિધાથી ટેક જગતમાં એક નવી હરીફાઈ શરૂ થશે, કારણ કે હવે ફોન બદલવો એ ટેકનિકલ સમસ્યા નહીં પણ યુઝરની પસંદગીનો વિષય બની રહેશે.
આ પણ વાંચોઃ Weight Loss Tips : ના ક્રશ ડાયેટિંગ, જીમ ગયા વગર પણ ઘટશે વજન, જાણી લો 1:5:1 નિયમ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

