iPhoneએ મારી બાજી આ વર્ષે ભારતમાં સૌથી વધુ વેચાયો આ iPhone, Android ફોન રહી ગયા પાછળ!
એપલે આ વર્ષે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એપલનો iPhone 16 ભારતનો નંબર-1 સ્માર્ટફોન બન્યો છે. આ ફોને એન્ડ્રોઇડ સ્માર્ટફોનને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે દર્શાવે છે કે ભારતમાં હવે લોકો પ્રીમિયમ સ્માર્ટફોન વધુ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, iPhone 16 ને 2024 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેનું વેચાણ સતત વધી રહ્યું છે.
iPhone 16: 6.5 કરોડ યુનિટ્સનું વેચાણ
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર, 2025 ના પ્રથમ 11 મહિનામાં એપલે iPhone 16 ના 6.5 કરોડ યુનિટ્સ વેચ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે Vivo Y29 5G છે, જેના લગભગ 4.7 કરોડ યુનિટ્સ વેચાયા છે. આ તફાવત આશ્ચર્યજનક છે કારણ કે iPhone 16 ની કિંમત Vivo Y29 5G કરતા લગભગ ત્રણ ગણી વધારે છે. સામાન્ય રીતે મિડ-લેવલ ફોન લિસ્ટમાં ટોપ પર હોય છે, પરંતુ આ વખતે એપલે બાજી મારી છે. ત્રીજા સ્થાને પણ એપલનો iPhone 15 જ છે.
iPhone 16 ના ફીચર્સ
iPhone 16 માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે અને પાવરફુલ A18 પ્રોસેસર મળે છે, જે એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સને સરળતાથી હેન્ડલ કરે છે. તેમાં 48MP + 12MP નો ડ્યુઅલ રિયર કેમેરા અને 12MP નો સેલ્ફી કેમેરા છે. આ ફોન સિંગલ ચાર્જ પર 22 કલાકનો વિડિયો પ્લેબેક સપોર્ટ આપે છે.
ભારત પર એપલનું વિશેષ ફોકસ
એપલ હવે તેનું મેન્યુફેક્ચરિંગ ચીનથી ભારત શિફ્ટ કરી રહ્યું છે. આ વર્ષે કંપનીએ બેંગલુરુ, પુણે અને નોઇડામાં ત્રણ નવા સ્ટોર્સ પણ ખોલ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

