iPhone પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, શું 2028માં આવશે 200MP કેમેરાવાળો iPhone 21?
એપલના આઇફોન અને તેની અત્યાધુનિક ટેકનોલોજી હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટ અનુસાર, આઇફોન લવર્સ માટે કેમેરાને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે. મોર્ગન સ્ટેનલીના લેટેસ્ટ રિસર્ચ મુજબ, એપલ પોતાના સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સેલ 200 MP કેમેરા લાવવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ આ માટે યુઝર્સને હજુ થોડી લાંબી રાહ જોવી પડશે.
ક્યારે લોન્ચ થશે આ સુપર કેમેરા ફોન?
અગાઉ એવી ચર્ચાઓ હતી કે એપલ iPhone 18 સીરીઝ સાથે 200 MP કેમેરા માર્કેટમાં ઉતારશે. પરંતુ હવે વ્યૂહરચનામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નવા રિપોર્ટ સૂચવે છે કે આ મોટું અપગ્રેડ વર્ષ 2028 માં આવી શકે છે, જે સંભવિત રીતે iPhone 21 સાથે ડેબ્યૂ કરશે. એપલ ઉતાવળ કરવાને બદલે ટેકનોલોજીને સંપૂર્ણ રીતે પરફેક્ટ બનાવીને રજૂ કરવા માટે જાણીતું છે, જે આ વિલંબનું મુખ્ય કારણ હોઈ શકે છે.
શા માટે થઈ રહ્યો છે વિલંબ?
એપલની આ સ્ટ્રેટેજી પાછળનું મુખ્ય કારણ ‘સપ્લાય ચેઈન’માં વિવિધતા લાવવાનું છે. કંપની કોઈ એક સપ્લાયર પર નિર્ભર રહેવાને બદલે અલગ-અલગ સોર્સ પાસેથી ઇક્વિપમેન્ટ્સ મેળવવા માંગે છે.
સેમસંગની ભૂમિકા: એવું માનવામાં આવે છે કે 200 MP સેન્સર્સ પૂરા પાડવામાં સેમસંગ મહત્વનો ભાગ ભજવશે.
ખર્ચ પર નિયંત્રણ: સપ્લાયર નેટવર્ક મોટું કરવાથી પ્રોડક્શન સતત ચાલુ રહેશે અને લાંબા ગાળે ખર્ચમાં પણ ઘટાડો થશે.
અન્ય મોટા ફેરફારો: અન્ડર-ડિસ્પ્લે Face ID
કેમેરા ઉપરાંત, રિપોર્ટમાં સેન્સર્સ વિશે પણ ખુલાસો થયો છે. Face ID માટે એપલ અત્યારે ‘LITE’ પર નિર્ભર છે અને તેમાં નજીકના ભવિષ્યમાં ફેરફારની શક્યતા ઓછી છે. જોકે, વર્ષ 2027 માં આઇફોનની 20મી એનિવર્સરી પર એપલ અન્ડર-ડિસ્પ્લે Face ID ટેક્નોલોજી રજૂ કરીને સૌને ચોંકાવી શકે છે. જો તમે સુપર-પાવરફુલ કેમેરાવાળા આઇફોનની રાહ જોઈ રહ્યા છો, તો તમારે વર્ષ 2028 સુધી ધીરજ ધરવી પડશે. ત્યાં સુધી કંપની અન્ય ફીચર્સ અને ડિઝાઇનમાં નાના-મોટા ક્રાંતિકારી ફેરફારો કરતી રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

