iPhone 18 Pro First Sale: Long Queues Outside Apple Stores in India | Gujarati News
આજે ભારતમાં Appleના અત્યંત પ્રતીક્ષિત હેન્ડસેટ iPhone 18 Pro અને iPhone 18 Pro Max નો પહેલો સેલ શરૂ થઈ ગયો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં આવેલા એપલ સ્ટોર્સની બહાર ગઈ રાતથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. નવો ફોન ખરીદવા માટે ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો છે.
iPhone 18 Pro માટે જબરદસ્તનો ક્રેઝ
દિલ્હીના સાકેત સ્થિત સિલેક્ટ સિટીવોક મોલ અને મુંબઈના એપલ સ્ટોર બહાર સેંકડો લોકોએ આખી રાત પોતાના વારાની રાહ જોઈ હતી. લાઇનમાં ઊભેલા ગ્રાહકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો. પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકો ઉપરાંત કેટલાક લોકો વગર બુકિંગે પણ સ્ટોર પર પહોંચ્યા હતા જેથી તેઓ નવા ફોનને જલદી મેળવી શકે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


