IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ:લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યાના આરોપો લાગ્યા, અંગત પળોનો વીડિયો બનાવ્યો; કોર્ટનો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવાનો આદેશ
દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય ક્રિકેટરને મંગળવારે સવારે હુગલીમાં પોલીસે કસ્ટડીમાં લીધો અને કેટલાક કલાકની પૂછપરછ બાદ બપોરે ઔપચારિક રીતે ધરપકડ કરી લીધી. આ કાર્યવાહી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવાના આરોપ સાથે જોડાયેલા કેસમાં થઈ છે. ધરપકડ બાદ અભિષેક પોરેલનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. ત્યારબાદ તેને ચિનસુરા કોર્ટમાં રજૂ કર્યો. કેસમાં મંગળવારે જ આગોતરા જામીન પર સુનાવણી પણ નક્કી હતી. આ પહેલા કલકત્તા હાઈકોર્ટે પોલીસને અભિષેક પોરેલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ હુગલીના મોગરા પોલીસ સ્ટેશનમાં એક મેડિકલ ગર્લ સ્ટુડન્ટની ફરિયાદ બાદ સામે આવ્યો. મહિલાએ આરોપ લગાવ્યો કે અભિષેક પોરેલે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. ફરિયાદમાં એવો પણ દાવો કર્યો છે કે પોરેલે બંનેની અંગત ક્ષણો રેકોર્ડ કરી હતી. મહિલાના જણાવ્યા અનુસાર, બંને પરિવાર વચ્ચે લગ્નને લઈને વાતચીત પણ થઈ હતી. જોકે, પાછળથી તેને અભિષેક પોરેલના અન્ય મહિલાઓ સાથે કથિત સંબંધો વિશે જાણવા મળ્યું. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. FIRમાં 19 કલમોનો ઉલ્લેખ કેસની FIRમાં કુલ 19 કલમોનો ઉલ્લેખ છે. FIR મુજબ, કથિત ઘટના 2 એપ્રિલ 2026ના રોજ દિલ્હીમાં બની હતી. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો કે અભિષેક પોરેલે તેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી અને ખાવાનું પણ ન આપ્યું. FIRમાં આગળ દાવો કર્યો છે કે તેને જાણી જોઈને અલગ-અલગ રાખવામાં આવી, જેના કારણે તેની શારીરિક સ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ અને તે સરખી રીતે ચાલી શકે તેવી સ્થિતિમાં ન રહી. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ હોવા છતાં તેને કથિત ઈજાઓના કારણે તાત્કાલિક મેડિકલ મદદ લેવી પડી. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવાનો આદેશ આ કેસમાં કલકત્તા હાઈકોર્ટે ધરપકડનો આદેશ આપવાની સાથે-સાથે વાંધાજનક તસવીરો વાઇરલ થતી રોકવા માટે પણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટે મોગરા પોલીસને અભિષેક પોરેલના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે મંગળવારે પહેલા તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી અને બાદમાં ધરપકડની ઔપચારિક કાર્યવાહી પૂરી કરી. ત્યારબાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો અને પછી ચિનસુરા કોર્ટમાં રજૂ કર્યો. હાલમાં કેસમાં મૂકવામાં આવેલા આરોપો ફરિયાદ અને FIRમાં નોંધાયેલા દાવાઓ પર આધારિત છે. આ આરોપોની પુષ્ટિ અદાલતમાં થનારી આગળની કાયદાકીય પ્રક્રિયા દરમિયાન થશે. અભિષેક પોરેલની કરિયર ગ્રાફિકમાં જુઓ…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

