Iran Attacks Tanker in Hormuz Strait Post Khamenei Funeral

Last Updated: July 7, 2026By

56 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર ફરી હુમલા શરૂ કરી દીધા છે. સરકારી મીડિયા IRIB એ દાવો કર્યો છે કે, હોર્મુઝમાં કતારના ઓઈલ ટેન્કર ‘અલ-રકાયત’ને નિશાન બનાવવામાં આવ્યું.

અહેવાલ મુજબ, આ જહાજ ઈરાનની ચેતવણીઓને અવગણીને અમેરિકન નૌકાદળની મદદથી હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનવાળા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઈરાનનું કહેવું છે કે, હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોએ તે જ માર્ગનો ઉપયોગ કરવો પડશે, જે તેહરાન જણાવશે. આવું ન કરવા પર જહાજોની સુરક્ષાની ગેરંટી આપી શકાય નહીં.

બીજી તરફ, ‘એક્સિયોસ’ના જણાવ્યા અનુસાર ઈરાનની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે કોમર્શિયલ જહાજો પર ઓછામાં ઓછી બે મિસાઈલો દાગી હતી. આમાંથી એક જહાજ ઓમાનના કિનારા નજીક મિસાઈલ સાથે અથડાયું હતું, જ્યારે બીજું જહાજ પણ હુમલાની લપેટમાં આવી ગયું હતું. બંને જહાજોને ભારે નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.

બીજી તરફ, અયાતુલ્લા અલી ખામેનીની અંતિમ યાત્રા મંગળવારે શિયાઓના ધાર્મિક શહેર કોમ પહોંચી હતી. આ અંતિમ યાત્રામાં લાખો લોકોએ લાલ કપડું અર્પણ કર્યું હતું. ઇસ્લામિક પરંપરામાં તેને બદલો અથવા લોહીની માંગનું પ્રતીક માનવામાં આવે છે. લાખો લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. ખામેનીએ પ્રારંભિક ઇસ્લામિક શિક્ષણ અહીં જ મેળવ્યું હતું.

ખામેનીના તાબૂત પર તેમની કાળી પાઘડી રાખવામાં આવી છે. ઇસ્લામિક પરંપરામાં આવી પાઘડી માત્ર મોટા ધાર્મિક વિદ્વાનો જ પહેરે છે. શબપેટી પર ઈરાનનો રાષ્ટ્રીય ધ્વજ પણ ઓઢાડવામાં આવ્યો છે, કારણ કે તેઓ દેશના સર્વોચ્ચ નેતા હતા.

તેહરાનમાં ખામેનીની અંતિમ યાત્રા સંબંધિત 5 તસવીરો…

ખામેનીના તાબૂત પર ફૂલોનો વરસાદ કર્યો, કાળી પાઘડી રાખવામાં આવી.

ખામેનીના તાબૂત પર ફૂલોનો વરસાદ કર્યો, કાળી પાઘડી રાખવામાં આવી.

સોમવારે તેહરાનમાં પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા યોજાઈ હતી. ખામેની અને તેમના પરિવારના સભ્યોના તાબૂત સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું.

સોમવારે તેહરાનમાં પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા યોજાઈ હતી. ખામેની અને તેમના પરિવારના સભ્યોના તાબૂત સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું.

ખામેનીની અંતિમ યાત્રામાં લાખો લોકોનું જનસૈલાબ જોવા મળ્યું. લોકોના હાથમાં લાલ ઝંડા દેખાયા. આ ઝંડા બદલા અને પ્રતિકારનો સંદેશ માનવામાં આવે છે.

ખામેનીની અંતિમ યાત્રામાં લાખો લોકોનું જનસૈલાબ જોવા મળ્યું. લોકોના હાથમાં લાલ ઝંડા દેખાયા. આ ઝંડા બદલા અને પ્રતિકારનો સંદેશ માનવામાં આવે છે.

ખામેનીની અંતિમ યાત્રામાં લોકોએ અનેક નારા લગાવ્યા.

ખામેનીની અંતિમ યાત્રામાં લોકોએ અનેક નારા લગાવ્યા.

તેહરાનમાં ખામેનીની અંતિમ યાત્રા દરમિયાન ટ્રમ્પ વિરોધી પોસ્ટર લઈને પહોંચેલા સમર્થકો. ઘણા લોકો ‘કિલ ટ્રમ્પ'ના પોસ્ટર ઉંચકતા જોવા મળ્યા.

તેહરાનમાં ખામેનીની અંતિમ યાત્રા દરમિયાન ટ્રમ્પ વિરોધી પોસ્ટર લઈને પહોંચેલા સમર્થકો. ઘણા લોકો ‘કિલ ટ્રમ્પ’ના પોસ્ટર ઉંચકતા જોવા મળ્યા.

છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ…

1. તેહરાનમાં ખામેનીની અંતિમ યાત્રામાં જનસાગર: તેહરાનમાં નીકળેલી અંતિમ યાત્રામાં લાખો લોકો ઉમટ્યા. ભારે ભીડને કારણે શબપેટી લઈને જઈ રહેલું વાહન ઘણી જગ્યાએ ધીમું પડ્યું અને આઝાદી સ્ટ્રીટ પર થોડા સમય માટે રોકાવું પણ પડ્યું.

2. ખામેનીનો પાર્થિવ દેહ કોમ પહોંચ્યો: તેહરાનમાં અંતિમ યાત્રા પછી પાર્થિવ દેહને ધાર્મિક વિધિઓ માટે કોમ લઈ જવામાં આવ્યો. ગુરુવારે તેમના વતન મશહદમાં દફનાવવામાં આવશે.

3. ઈરાનમાં ખામેનીના બદલાની માગ તેજ: અંતિમ યાત્રામાં લાલ ઝંડા અને ‘યા લથારત અલ-ખામેની’ના નારા ગુંજ્યા. સમર્થકોએ ખામેનીની હત્યાનો બદલો લેવાની માગ દોહરાવી.

4. ઈરાની નેતાઓની સ્પષ્ટ ચેતવણી: રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને અંતિમ યાત્રાને ખામેનીના માર્ગ પર ચાલવાનો સંકલ્પ ગણાવ્યો. સેના પ્રમુખ અમીર હાતમીએ કહ્યું કે હત્યા કરનારાઓને છોડવામાં આવશે નહીં.

5. ઇઝરાયલ-ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું: નેતન્યાહૂએ કહ્યું કે અંતિમ યાત્રામાં ઉમટેલી ભીડ સમગ્ર ઈરાનનો અવાજ નથી. જ્યારે ઇરાકના શિયા નેતા અમ્માર અલ-હકીમે લોકોને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સામેલ થવા અપીલ કરી.

ખામેનીના અંતિમ સંસ્કાર સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…

Leave A Comment