IRGC Captures US Underwater Drone in Strait of Hormuz; Video Released
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મોઝ’ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ દાવો કર્યો છે કે તેમની નૌકાસેનાએ દરિયાની અંદર સિક્રેટ જાસૂસી કરી રહેલા અમેરિકી ‘અંડરવોટર ડ્રોન’ને ઈલેક્ટ્રોનિક વોરફેર ટેકનોલોજીની મદદથી પોતાના કબ્જામાં લઈ લીધું છે.
ઈરાનના સરકારી મીડિયાએ આ ઓપરેશનનો વિડીયો પણ જાહેર કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ઈરાન દ્વારા અમેરિકી ડ્રોન પકડાયાનો આ સતત બીજો કિસ્સો છે.
જાસૂસી ડ્રોનમાંથી સિક્રેટ ડેટા રિકવર કરવાનો પ્રયાસ
ઈરાની ગાર્ડ્સના જણાવ્યા અનુસાર, પકડાયેલું ડ્રોન અમેરિકાનું અત્યાધુનિક Remus 600 ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ છે. ઈરાની નૌકાસેના આ ડ્રોનને પોતાના ગુપ્ત ઠેકાણે લઈ ગઈ છે અને તેના એક્સપર્ટ્સ ડ્રોનમાંથી સંવેદનશીલ સિક્રેટ ડેટા રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
IRGCએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે, હોર્મોઝની સમુદ્રધૂની એક પ્રતિબંધિત વિસ્તાર છે અને ત્યાં બિનઅધિકૃત કે શંકાસ્પદ ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
એક જ મહિનામાં બીજીવાર અમેરિકી ડ્રોન ઝડપાયું
આ પહેલાં 8 સપ્ટેમ્બરે પણ ઈરાને ‘Dive-LD’ નામના અન્ય એક અમેરિકી અંડરવોટર ડ્રોનને પકડવાનો દાવો કર્યો હતો. આ ડ્રોન કેલિફોર્નિયાની પ્રખ્યાત ડિફેન્સ ટેકનોલોજી કંપની ‘એન્ડ્યુરિલ ઈન્ડસ્ટ્રીઝ’ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ત્યારે પણ ઈરાને તેને અમેરિકાની સૌથી એડવાન્સ્ડ અંડરવોટર સિસ્ટમ ગણાવીને પોતાની મોટી જીત ગણાવી હતી.
અમેરિકાનો બચાવ: “ડ્રોન તો પહેલાથી જ ખરાબ થઈ ગયું હતું”
અમેરિકાએ ઈરાનના નવા દાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, 8 સપ્ટેમ્બરની ઘટના વખતે પેન્ટાગોનના પ્રવક્તાએ ઈરાનના દાવાને ફગાવતા કહ્યું હતું કે, ડ્રોન ઈરાની સેનાના હાથમાં ગયું તેના એક દિવસ પહેલાં જ તે ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગયું હતું.
અમેરિકા મુજબ તે માત્ર સમુદ્રી વિસ્તારના સર્વે અને દેખરેખ માટેનું સામાન્ય ડ્રોન હતું અને તેમાં કોઈ ગુપ્ત કે ક્લાસિફાઈડ સોનાર-રાડાર સાધનો નહોતા.
‘સ્ટ્રેટ ઓફ હોર્મોઝ’ શા માટે વૈશ્વિક સ્તરે આટલું મહત્ત્વનું છે?
- ગ્લોબલ ઓઈલ સપ્લાય: આ સમુદ્રી માર્ગ વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
- પરિવહન પર રોક: વર્તમાન તણાવ વચ્ચે ઈરાને આ માર્ગ પર શીપિંગ પર પ્રતિબંધો મૂક્યા છે, જ્યારે અમેરિકાએ બદલામાં ઈરાની બંદરોની નાકાબંધી કરી છે.
- વૈશ્વિક સંકટ: જો આ માર્ગ પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય કે અડચણ ઊભી થાય, તો સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



