Ishan Kishan Named Captain for East Zone Duleep Trophy; Vaibhav Sooryavanshi VC

Last Updated: July 29, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

દિલીપ ટ્રોફીની 2026-27 સીઝન માટે ઈસ્ટ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈશાન કિશનને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને વાઇસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

ફર્સ્ટ-ક્લાસમાં સૂર્યવંશીનું પ્રદર્શન

વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી આઠ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 17.25ની સરેરાશથી 207 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 93 રન રહ્યો છે. તેણે તેની છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ ગયા વર્ષે બિહાર તરફથી મેઘાલય સામે રણજી પ્લેટ લીગમાં રમી હતી.

વૈભવ સૂર્યવંશી યુથ ટેસ્ટમાં ભારત અંડર-19 તરફથી રમ્યો હતો.

વૈભવ સૂર્યવંશી યુથ ટેસ્ટમાં ભારત અંડર-19 તરફથી રમ્યો હતો.

ટીમમાં શમી અને મુકેશ જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ

ઈશાન કિશનની કેપ્ટનશીપમાં આ ટીમમાં મોહમ્મદ શમી અને મુકેશ કુમાર જેવા ટેસ્ટ ખેલાડીઓ પણ સામેલ છે. રિયાન પરાગ અને આકાશ દીપને ટીમમાં સ્થાન મળ્યું નથી, કારણ કે તેઓ હાલ સર્જરી પછી રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. આકાશદીપ પીઠની સર્જરીમાંથી સાજા થઈ રહ્યો છે, જ્યારે રિયાન પરાગ IPL 2026 પછી થયેલી ખભાની સર્જરીમાંથી રિકવરી કરી રહ્યો છે.

ઓપનિંગની જવાબદારી વૈભવ અને ઈશ્વરન પર

વૈભવ સૂર્યવંશી સાથે બંગાળના અનુભવી બેટર અભિમન્યુ ઈશ્વરન ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. ઈશ્વરન 113 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી ચૂક્યો છે અને ટીમનો સૌથી અનુભવી ખેલાડી હોવા ઉપરાંત સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે. ઝારખંડ માટે રણજી સીઝનમાં 613 રન બનાવનાર શિખર મોહનને રિઝર્વ ઓપનર તરીકે ટીમમાં રાખ્યો છે.

ઝારખંડના ખેલાડીઓનું પ્રભુત્વ

ટીમમાં ઈશાન કિશન વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે, જોકે કુમાર કુશાગ્રના રૂપમાં બીજો વિકેટકીપર પણ ઉપલબ્ધ છે. ઝારખંડમાંથી વિરાટ સિંહ અને સ્પિન ઓલરાઉન્ડર અનુકૂલ રોયને પણ ટીમમાં સામેલ કર્યો છે. અનુકૂલ રોય જૂનમાં શ્રીલંકામાં યોજાયેલી ટ્રાઈ-સિરીઝ જીતનારી ઈન્ડિયા-A ટીમનો ભાગ હતો.

બોલિંગની કમાન શમીના હાથમાં

મોહમ્મદ શમી ટીમના મુખ્ય ઝડપી બોલર હશે. તેની સાથે મુકેશ કુમાર અને સૂરજ સિંધુ જયસ્વાલ ઝડપી બોલિંગનો મોરચો સંભાળશે. સ્પિન ઓલરાઉન્ડર તરીકે શાહબાઝ અહેમદ ટીમનો ભાગ છે. 15 સભ્યોની ટીમમાં ત્રિપુરામાંથી એકમાત્ર ખેલાડી અભિજીત સરકારની પસંદગી કરવામાં આવી છે.

શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમે છે.

શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમે છે.

ઈસ્ટ ઝોનની સંપૂર્ણ ટીમ

અભિમન્યુ ઈશ્વરન, સુદીપ ઘરામી, મોહમ્મદ શમી, મુકેશ કુમાર, શાહબાઝ અહેમદ, સૂરજ જયસ્વાલ, ઈશાન કિશન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઇસ-કેપ્ટન), વિરાટ સિંહ, કુમાર કુશાગ્ર, શિખર મોહન, શુભ્રાંશુ સેનાપતિ, અભિજીત સરકાર, અનુકૂલ રોય અને ડેનિશ દાસ.

————————–

વૈભવ સંબંધિત આ ન્યૂઝ પણ વાંચો…

વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની છલાંગ લગાવી મચાવ્યો ખળભળાટ: દુનિયાના ટૉપ-50 T20 બેટર્સમાં પહેલીવાર સામેલ

ICCની તાજેતરની T20 રેન્કિંગમાં ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. વૈભવ 536 રેટિંગ પોઇન્ટ્સ સાથે વિશ્વનો 48મો નંબરનો બેટર બની ગયો છે. તે પહેલીવાર ટૉપ-50માં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…