Jemimah Rodrigues; MI Vs DC WPL 2026 LIVE Score Update | Harmanpreet Kaur | WPLમાં આજે બીજી મેચ MI Vs DC: હાર પછી મુંબઈ કમબેક કરવા ઈચ્છશે, રોડ્રિગ્ઝની કેપ્ટનશીપમાં દિલ્હી સીઝનનો પ્રારંભ કરશે
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનમાં આજે પહેલો ડબલ હેડર મુકાબલો રમાશે, એટલે કે એક જ દિવસમાં બે મેચ હશે. દિવસની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ આમને-સામને હશે. આ મુકાબલો સાંજે 7:30 વાગ્યે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનની શરૂઆતની 11 મેચ આ જ સ્ટેડિયમમાં રમાશે.
જ્યારે, દિવસની પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ (GG) અને યુપી વોરિયર્ઝ (UPW)ની ટીમ ટકરાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જ રમાશે.
દિલ્હી કેપિટલ્સ માટે આ આ સીઝનનો પહેલો મુકાબલો હશે. ટીમની આગેવાની જેમિમાહ રોડ્રિગ્ઝ કરી રહી છે. જ્યારે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની મુંબઈ ઈન્ડિયન્સનો આ બીજો મેચ હશે. મુંબઈને પોતાની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
MI-DC હેડ ટુ હેડમાં સરખા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે WPLમાં અત્યાર સુધી કુલ 8 મેચ રમાઈ છે. આ મેચમાં બંને ટીમનું પ્રદર્શન સરખું રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે 4 મેચ જીતી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સને પણ 4 મેચમાં જીત મળી છે.

શેફાલી-કેપ પર ટકેલી છે DCની આશાઓ WPLમાં દિલ્હી કેપિટલ્સની બેટિંગની સૌથી મોટી તાકાત શેફાલી વર્મા રહી છે. તેણે 27 મેચમાં 865 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન રહ્યો છે. 162.59ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે શેફાલીએ ઘણી વખત ટીમને ઝડપી શરૂઆત અપાવી છે.
જ્યારે, બોલિંગમાં મેરિઝન કેપ દિલ્હીની સૌથી ભરોસાપાત્ર બોલર રહી છે. તેણે 24 મેચમાં 28 વિકેટ લીધી છે, જેમાં 15 રન આપીને 5 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

નેટ સિવર-બ્રન્ટ MIની ટૉપ સ્કોરર મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં નેટ સિવર-બ્રન્ટ અને અમિલિયા કરની મહત્વની ભૂમિકા રહી છે. બેટિંગમાં નેટે 30 મેચમાં 1031 રન બનાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 80 રન રહ્યો છે. બોલિંગમાં અમિલિયા કર મુંબઈની સૌથી ભરોસાપાત્ર બોલર રહી છે. તેણે 30 મેચમાં 42 વિકેટ લીધી છે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

