Junagadh News:ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકનાર શખ્સને કેટલાક લોકોએ માર મારતો વીડિયો વાયરલ
વિસાવદરના આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા પર ફરીવાર જૂતૂ ફેંકવાનો બનાવ સામે આવ્યો હતો. જૂનાગઢના ગડુમાં આમ આદમી પાર્ટીની સભા ચાલતી હતી અને ત્યાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા ઉભા થયા હતાં. આ દરમિયાન એક શખ્સે તેમની ઉપર જૂતૂ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સને કાર્યકરોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે. ત્યાં જૂતૂ ફેંકનારને કેટલાક લોકોએ માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.
જૂતૂ ફેંકનારને લઈને પોલીસની તપાસ ચાલુ
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકનારને લઈને પોલીસની તપાસ ચાલુ છે. આ દરમિયાન જૂતૂ ફેંકનાર શખ્સ શબીર મીરને કેટલાક લોકો માર મારી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસની તપાસ વચ્ચે વીડિયો સામે આવતાં ચકચાર મચી ગઈ છે. જૂતૂ ફેંકનારા આરોપીએ તેનું નિવેદન પણ બે વાર બદલ્યું છે. હવે તેને માર મારનાર કોણ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં રાજકારણમાં રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે.
નિવેદનોથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ
જૂતું ફેંકનાર યુવક સબીર મીરે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જ તેણે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. સબીરના આ નિવેદને આમ આદમી પાર્ટીના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા મોટા જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. અગાઉ સબીરે અલગ નિવેદન આપ્યું હતું, પરંતુ હવે વારંવાર બદલાતા તેના નિવેદનોથી પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

