Kapil Sharma, Bhuvan Bam & Next Content Revolution
18 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતમાં સ્ટ્રીમિંગના એક સફળ દાયકાની ઉજવણી કરતા નેટફ્લિક્સ ઇન્ડિયાએ વર્ષ 2026 માટે તેના શાનદાર કન્ટેન્ટ સ્લેટની જાહેરાત કરી છે. નેટફ્લિક્સે સાબિત કરી દીધું છે કે ભારતીય વાર્તાઓ કહેવાનો કોઈ એક ચોક્કસ રસ્તો નથી અને પ્રેક્ષકો પણ વૈવિધ્યસભર છે. નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ મોનિકા શેરગિલે જણાવ્યું કે, આ સફર એવા સર્જકો અને કલાકારોની છે જેમણે સાહસિક જોખમો લઈને વાર્તાઓને જીવંત કરી છે.
વેબ સિરીઝમાં જોવા મળશે નવીનતા અને ડ્રામા નેટફ્લિક્સ પર વર્ષ 2026માં અનેક નવી અને લોકપ્રિય સિરીઝની સિક્વલ જોવા મળશે:
- ઢિંઢોરા સીઝન 2: દેશના સૌથી મોટા કન્ટેન્ટ ક્રિએટર ભુવન બામ તેના ક્રેઝી પરિવાર અને ટીટુ મામા સાથે ફરી એકવાર હાસ્યનો દરિયો લઈને આવી રહ્યો છે.
- ફેમિલી બિઝનેસ: હંસલ મહેતા અને અનિલ કપૂરની આ જોડી કોર્પોરેટ જગતમાં વારસા અને સત્તાની જંગ બતાવશે.
- હેલો બચ્ચો: Physics Wallah અલખ પાંડેની સત્ય ઘટના પર આધારિત આ સ્ટોરીમાં વિનીત કુમાર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
- ઓપરેશન સફેદ સાગર: કારગિલ યુદ્ધના મિશન પર આધારિત આ શ્રેણીમાં સિદ્ધાર્થ અને જીમી શેરગિલ ભારતીય વાયુસેનાની બહાદુરી બતાવશે.
- ધી ગ્રેટ ઇન્ડિયન કપિલ શો: કપિલ શર્મા તેના શોની નવી સીઝન (S4/S5) સાથે દર્શકોને હસાવવા માટે ફરીથી નેટફ્લિક્સ પર આવશે.

ફિલ્મોમાં એક્શન અને રોમાંચનો તડકો
સિરીઝ ઉપરાંત નેટફ્લિક્સ ઘણી આકર્ષક ફિલ્મો પણ લાવશે:
- ટોસ્ટર: રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા અભિનીત આ ડાર્ક કોમેડી એક સામાન્ય ટોસ્ટરથી શરૂ થતી વાર્તા છે.
- ગંધારી: તાપસી પન્નુ અને કોંકણા સેન શર્માની આ ફિલ્મ એક માતૃત્વ અને બદલાની રોમાંચક વાર્તા રજૂ કરશે.
- લસ્ટ સ્ટોરીઝ 3: રિલેશનશિપના નવા પાસાઓ સાથે આ લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ફરી એકવાર નેટફ્લિક્સ પર જોવા મળશે.

રિયાલિટી શો અને અન્ય કન્ટેન્ટ
નેટફ્લિક્સે ભારતીય રિયાલિટી ફોર્મેટમાં પણ પગપેસારો કર્યો છે:
- લોક અપ: એકતા કપૂર દ્વારા નિર્મિત આ બોલ્ડ રિયાલિટી શો હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
- દેસી બ્લિંગ: દુબઈના અબજોપતિ દેશીઓના ગ્લેમરસ અને નાટકીય જીવન પર આ રિયાલિટી સિરીઝ આધારિત છે, જેમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ પણ જોવા મળશે.

વર્ષ 2026 માં નેટફ્લિક્સ પર કોમેડી, થ્રિલર, સ્પોર્ટ્સ અને ડોક્યુમેન્ટરી જેવી વિવિધ કેટેગરીમાં કુલ 30થી વધુ ટાઇટલ્સ રિલીઝ થવા જઈ રહ્યા છે, જે ભારતીય દર્શકો માટે મનોરંજનનો ખજાનો સાબિત થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


