Kartik Aaryan Returns ₹15 Crore Fee After Film Flop; Inside His Equation with Karan Johar

Last Updated: January 16, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ 25 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહીં અને ફ્લોપ સાબિત થઈ. ત્યારે કાર્તિકે ફીમાંથી 15 કરોડ રૂપિયા પાછા આપી દીધા હોવાની ચર્ચા છે.

15 કરોડ પાછા આપ્યા, કરણ જોહર સાથે અણબનાવની ચર્ચા

‘બોલિવૂડ હંગામા’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મ ન ચાલ્યા પછી કાર્તિકે પોતાની ફીમાંથી લગભગ 15 કરોડ રૂપિયા પ્રોડ્યુસર્સને પરત કરી દીધા છે.

'તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી' ફિલ્મમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે.

‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ ફિલ્મમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બની હતી અને આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ફિલ્મના ફ્લોપ થયા બાદ કાર્તિક અને પ્રોડ્યુસર કરણ જોહર વચ્ચે મતભેદની અટકળો લગાવવામાં આવી રહી હતી.

ફિલ્મનું ડિરેક્શન સમીર વિદ્વાંસે કર્યું હતું.

ફિલ્મનું ડિરેક્શન સમીર વિદ્વાંસે કર્યું હતું.

કાર્તિક ધર્મા પ્રોડક્શનની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત

જોકે, રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી આ સમાચારોને ખોટા ગણાવવામાં આવ્યા છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બંને વચ્ચે કોઈ પ્રકારનો મનભેદ નથી. જણાવવામાં આવ્યું છે કે, ધર્માની ટેલેન્ટ એજન્સી અને કાર્તિકના સંબંધો પણ પહેલા જેવા જ છે. કાર્તિક હાલમાં ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ કરી રહ્યો છે. ધર્મા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે એક્ટર અને પ્રોડ્યુસર વચ્ચે બધું બરાબર છે અને બંને ભવિષ્યમાં વધુ એક ફિલ્મ પર પણ વાતચીત કરી રહ્યા છે.

ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કાર્તિક આર્યન અને કરણ જોહર ગળે મળ્યા હતા.

ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કાર્તિક આર્યન અને કરણ જોહર ગળે મળ્યા હતા.

₹90 કરોડમાં બનેલી ફિલ્મ અડધી કમાણી પણ માંડ માંડ કરી શકી

ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’નું અંદાજિત બજેટ લગભગ 90 કરોડ રૂપિયા હતું. ફિલ્મની કમાણીની વાત કરીએ, તો તેણે ભારતમાં લગભગ 32.45 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં લગભગ 47.05 કરોડ રૂપિયાથી 49.5 કરોડ રૂપિયાની વચ્ચેની કમાણી કરી હતી. આ જ કારણોસર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગણાઈ હતી.

કાર્તિક અને અનન્યા ઉપરાંત ફિલ્મમાં જેકી શ્રોફ, નીના ગુપ્તા અને ટીકુ તલસાણિયા જેવા કલાકારો પણ જોવા મળ્યાં હતાં.

‘દોસ્તાના 2’ દરમિયાન પણ અણબનાવના અહેવાલ હતા

નોંધનીય છે કે, વર્ષ 2021માં એવા સમાચાર આવ્યા હતા કે ‘દોસ્તાના 2’ના નિર્માણ દરમિયાન કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે અણબનાવ થયો હતો. આ પછી સમાચાર આવ્યા કે કાર્તિકને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો છે. આ પછી, ધર્મા પ્રોડક્શન્સે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું, જેમાં જણાવ્યું હતું કે ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે અને નવી કાસ્ટ સાથે ફરીથી શૂટ કરવામાં આવશે.

કાર્તિકે આ ફોટો શેર કરીને કહ્યું હતું કે, તેનો અને કરણનો સંબંધ લવ-હેટનો છે.

કાર્તિકે આ ફોટો શેર કરીને કહ્યું હતું કે, તેનો અને કરણનો સંબંધ લવ-હેટનો છે.

કરન જોહર અને કાર્તિક આર્યન વચ્ચે રેપ બેટલ

કાર્તિક આર્યન અને કરણ જોહરે જયપુરમાં યોજાયેલા IIFA એવોર્ડ્સ 2025ને હોસ્ટ કર્યો હતો. આ એવોર્ડ શો દરમિયાન જ બંને વચ્ચે રેપ બેટલ થઈ હતી.

કાર્તિક અને કરણે IIFA એવોર્ડ્સ 2025 હોસ્ટ કર્યો હતો.

કાર્તિક અને કરણે IIFA એવોર્ડ્સ 2025 હોસ્ટ કર્યો હતો.

કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો હતો

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં કરન જોહર કહે છે, ‘તુમ હો નયે સ્ટુડન્ટ, મૈં એવરગ્રીન ફેકલ્ટી હૂં, મૈં તુમ્હેં રિયલ રોયલ્ટી સે મિલવાતા હૂં. ખાન ઔર કપૂર અભી ભી OG હૈ, આજકલ કે હીરો ઉનકી ફ્રેન્ચાઇઝી ચુરા રહે હૈ.’ (તું નવો નિશાળિયો છો, હું સદાબહાર ટીચર છું. ચાલ, તને બતાવું રિયર રોયલ્ટી કોને કહેવાય. ખાન અને કપૂર આજે પણ ઓરિજિનલ સ્ટાર્સ છે, આજના હીરોને એમની ફ્રેન્ચાઇઝી ચોરવા સિવાય બીજું કશું આવડે છે શું?)

કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો હતો.

કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો હતો.

બંનેએ એકબીજાની મજાક ઉડાવી

કરનને જવાબ આપતાં કાર્તિકે કહ્યું, ‘ફ્રેન્ચાઈઝી ચલાના કોઈ બચ્ચોં કા ખેલ નહીં હોતા. મેહનત સે કામ કરતા હૂં ઇસલિયે ફેલ નહીં હોતા. સ્ટૂડન્ટ ઓફ ધ યર-2 ભી નહીં ચલી થી ભાઈ, અપની મહેનત સે મૈંને ભૂલ ભુલૈયા 3 બનાઈ.’

એવોર્ડ શો દરમિયાન બંને વચ્ચે રેપ બેટલ થઈ

કરને કાર્તિકને તેની ફિલ્મ ‘શહેઝાદા’ની નિષ્ફળતાની યાદ અપાવી અને પોતાને ‘કિંગ મેકર’ ગણાવ્યો. કરનની ફ્લોપ ફિલ્મ ‘કલંક’ને યાદ કરતાં કાર્તિકે કહ્યું, ટિકિટ બ્રિકી દેખકર તુમકો હોતી હૈ જલન, હિટ હુઆ મૈં તો ક્યા હુઆ અગર મેં નેપો કિડ નહીં. (ટિકિટનું વેચાણ જોઈ તમને થઈ રહી છે જલન, નેપોકિડ નથી તો શું થયું, હિટ તો છું ને!)

કાર્તિક હાલમાં ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ કરી રહ્યો છે.

કાર્તિક હાલમાં ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ કરી રહ્યો છે.

બંનેએ સાથે કામ કરવાની જાહેરાત કરી

રેપના અંતે બંને એકબીજાને ટોણા મારવાનું બંધ કરે છે અને જાહેરાત કરે છે કે તે આગામી પ્રોજેકટ માટે સાથે કામ કરશે. કાર્તિક તેની આગામી ફિલ્મ માટે કહે છે કે- મેરા કર્મા, આપકા ધર્મા, આ જોડી સુપરહિટ છે.