Keir Starmer Epstein Files Controversy; UK PM Seat at Risk

Last Updated: February 10, 2026By

લંડન2 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકાનો યૌન ગુનેગાર જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા વિવાદોને કારણે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની ખુરશી જોખમમાં છે. હવે તેમની પોતાની લેબર પાર્ટીના એક જૂથે જ રાજીનામાની માંગ કરી છે. જોકે, સ્ટાર્મર હજુ પદ છોડવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ દરમિયાન, નવા વડાપ્રધાન પદની રેસમાં ગૃહમંત્રી શબાના મહમૂદની સાથે જ સ્વાસ્થ્ય મંત્રી વેસ્ટ સ્ટ્રીટિંગ અને પૂર્વ નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરનું નામ સામે આવી રહ્યું છે.

શબાના મહમૂદ PoKના મીરપુર મૂળના છે અને બ્રિટનના ગૃહમંત્રી બનનાર પ્રથમ મુસ્લિમ મહિલા છે. જો તેઓ વડાપ્રધાન બને છે, તો બ્રિટનના પ્રથમ મુસ્લિમ વડાપ્રધાન પણ હશે.

ખરેખરમાં, બ્રિટનમાં એપસ્ટીન ફાઇલ સાથે સંકળાયેલા વિવાદને કારણે PM સ્ટાર્મરના સૌથી ભરોસાપાત્ર સહયોગી અને ડાઉનિંગ સ્ટ્રીટના ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ રાજીનામું આપવું પડ્યું છે.

મેકસ્વીની પર આરોપ છે કે તેમણે યૌન ગુનેગાર જેફ્રી એપસ્ટીનને સમર્થન આપનાર પીટર મેન્ડેલસનને અમેરિકામાં બ્રિટનના રાજદૂત બનાવીને મોકલ્યા હતા. મેકસ્વીનીએ પણ સ્વીકાર્યું છે કે આ નિમણૂક ખોટી હતી.

અમેરિકામાં બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે પીટર મંન્ડેલસન. મંન્ડેલસન પર આરોપ છે કે જેફ્રી એપસ્ટીનને બાળકોના યૌન શોષણના કેસોમાં સજા થયા પછી પણ મંન્ડેલસન તેના સંપર્કમાં રહ્યા અને તેને સમર્થન આપ્યું.

અમેરિકામાં બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે પીટર મંન્ડેલસન. મંન્ડેલસન પર આરોપ છે કે જેફ્રી એપસ્ટીનને બાળકોના યૌન શોષણના કેસોમાં સજા થયા પછી પણ મંન્ડેલસન તેના સંપર્કમાં રહ્યા અને તેને સમર્થન આપ્યું.

સ્ટાર્મરને પડકારવા માટે 20% સભ્યોનું સમર્થન જરૂરી

લેબર પાર્ટીના નિયમો મુજબ, જો કોઈ કીર સ્ટાર્મર સામે પડકાર ફેંકવા માંગે છે, તો તેના માટે કેટલીક કડક શરતો પૂરી કરવી પડે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે પડકાર ફેંકનાર ઉમેદવારને પાર્ટીના સંસદીય સભ્યોમાંથી ઓછામાં ઓછા 20% સભ્યોનું સમર્થન મેળવવું જરૂરી છે.

આ નિયમ 2021માં પાર્ટી કોન્ફરન્સમાં ફેરફાર બાદ લાગુ થયો હતો. પહેલા આ મર્યાદા માત્ર 10% હતી, પરંતુ હવે તેને વધારીને 20% કરી દેવામાં આવી છે જેથી કોઈ પણ સરળતાથી લીડરશિપને પડકારી ન શકે અને પાર્ટીમાં સ્થિરતા જળવાઈ રહે.

હાલમાં લેબર પાર્ટીના કુલ સાંસદોની સંખ્યા લગભગ 404-405ની આસપાસ છે, તેથી કોઈપણ પડકારને આગળ વધારવા માટે ઓછામાં ઓછા 81 લેબર સાંસદોનું લેખિત સમર્થન મેળવવું પડે છે.

આ રાજકીય ઉથલપાથલ વચ્ચે હોમ મિનિસ્ટર શબાના મહમૂદને ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા છે. 45 વર્ષીય શબાના મહમૂદ પહેલા ન્યાય મંત્રી અને લોર્ડ ચાન્સલર રહી ચૂક્યા છે.

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે શબાના મહેમૂદ. તેઓ સ્ટાર્મરના નજીકના સહયોગી માનવામાં આવે છે.

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે શબાના મહેમૂદ. તેઓ સ્ટાર્મરના નજીકના સહયોગી માનવામાં આવે છે.

શબાના મહેમૂદ બ્રિટનની પ્રથમ મહિલા મુસ્લિમ સાંસદોમાં સામેલ

બર્મિંગહામમાં પાકિસ્તાની માતા-પિતાને ત્યાં જન્મેલા શબાના મહેમૂદે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ વ્યવસાયે બેરિસ્ટર છે. 2010માં રુશાનારા અલી અને યાસ્મિન કુરેશી સાથે તેઓ બ્રિટનની પ્રથમ મહિલા મુસ્લિમ સાંસદોમાં સામેલ થયા હતા.

લેબર પાર્ટીમાં તેઓ કીર સ્ટાર્મરના નજીકના સહયોગી માનવામાં આવે છે અને પાર્ટીના દક્ષિણપંથી (રાઇટ-વિંગ) જૂથ સાથે જોડાયેલા છે. તેઓ ઇમિગ્રેશન (પ્રવાસી) નીતિઓ પર ખૂબ જ કડક વલણ ધરાવે છે અને કહે છે કે બ્રિટનમાં રહેવું એક વિશેષાધિકાર છે.

2010માં સંસદ પહોંચ્યાના થોડા જ મહિના પછી તેમને પાર્ટીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પાછળથી તેઓ લેબર પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અભિયાનના જવાબદાર બન્યા અને પાર્ટીની ચૂંટણી રણનીતિમાં તેમની મોટી ભૂમિકા રહી.

હવે જાણો પીએમ કીર સ્ટાર્મરની ખુરશી કેમ જોખમમાં છે…

મેકસ્વીની પછી સ્ટાર્મર પર પદ છોડવાનું દબાણ

મેકસ્વીનીને સ્ટાર્મરનો સૌથી મજબૂત આધાર માનવામાં આવતો હતો. તેમને વડાપ્રધાનના ‘માસ્ટર માઈન્ડ’ કહેવામાં આવે છે અને સત્તા સુધી પહોંચાડવામાં તેમની મોટી ભૂમિકા રહી. તેમના ગયા પછી લેબર પાર્ટીના સાંસદો પૂછી રહ્યા છે કે હવે સ્ટાર્મર કેટલા દિવસ ટકી શકશે.

પાર્ટીના ડાબેરી જૂથે સીધા વડાપ્રધાન પાસેથી રાજીનામાની માંગ કરી છે. સાંસદ બ્રાયન લીશમેને કહ્યું કે પાર્ટીની દિશા બદલવી પડશે અને તેની શરૂઆત વડાપ્રધાનથી થવી જોઈએ. સાંસદ કિમ જોનસને સ્વીકાર્યું કે સ્ટાર્મર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે, જ્યારે રેચલ માસ્કેલે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે.

PM સ્ટાર્મર દેશને સંબોધન કરી શકે છે

આ સમગ્ર વિવાદ વચ્ચે PM સ્ટાર્મર દેશને સંબોધન કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ સ્વચ્છ રાજકારણ વિશેની વાત રજૂ કરશે અને સંકેત આપશે કે તેઓ રાજીનામું આપવાના નથી. સરકારનું કહેવું છે કે નીતિઓમાં કોઈ ફેરફાર થશે નહીં. વડાપ્રધાન આજે લેબર સાંસદોની બેઠકમાં પણ વાત રજૂ કરશે.

આ તરફ, પાર્ટીની અંદર નેતૃત્વની રેસ તેજ બની ગઈ છે. નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગના નામ ચર્ચામાં છે. વિદેશ મંત્રી ડેવિડ લેમીએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે મંન્ડેલસનની નિમણૂકનો વિરોધ કર્યો હતો. ઊર્જા મંત્રી એડ મિલિબેન્ડને સંભવિત કિંગમેકર તરીકે ઓળખાવવામાં આવી રહ્યા છે.

સ્ટાર્મરના સમર્થકો ચેતવણી આપી રહ્યા છે કે મોટી ચૂંટણી જીતના માત્ર 18 મહિના પછી વડાપ્રધાનને હટાવવાથી દેશ અને પાર્ટી બંનેમાં ભારે અસ્થિરતા આવી શકે છે. વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી પેટ મેકફેડને કહ્યું કે તેનાથી આર્થિક અને રાજકીય અરાજકતા ફેલાઈ શકે છે.

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે મોર્ગન મેકસ્વીની. તસવીર ગયા વર્ષે મે મહિનાની છે.

બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર સાથે મોર્ગન મેકસ્વીની. તસવીર ગયા વર્ષે મે મહિનાની છે.

સ્ટાર્મરે મેન્ડેલસનને ખોટા કહ્યા હતા

આ પહેલા સ્ટાર્મરે 5 ફેબ્રુઆરીએ મંન્ડેલસનને ખોટા કહ્યા હતા. તેમણે કહ્યું કે મંન્ડેલસને તેમને ખોટું કહ્યું હતું અને તેમણે તે ખોટા પર ભરોસો કરીને તેમને રાજદૂત બનાવ્યા. મને આ નિર્ણય પર ખૂબ જ અફસોસ છે.

સ્ટાર્મરે પોતાના ભાષણમાં કહ્યું કે હવે તેમને સમજાયું છે કે મંન્ડેલસન અને એપસ્ટીનના સંબંધો કેટલા ગાઢ હતા. તેમણે લેબર સાંસદો અને એપસ્ટીનના પીડિતોની માફી માંગતા કહ્યું કે તેમને આ નિમણૂક પર અફસોસ છે.

સ્ટાર્મરે એમ પણ કહ્યું કે તેઓ સુરક્ષા તપાસ સંબંધિત માહિતી જાહેર કરવા માંગે છે, પરંતુ પોલીસ તપાસને કારણે તેમ કરી શકતા નથી. તેમણે કહ્યું કે રાજકીય ફાયદો ગમે તેટલો મોટો કેમ ન હોય, તેઓ પીડિતોને ન્યાય મળવાના રસ્તામાં કોઈ અડચણ કરશે નહીં.

આ સમગ્ર વિવાદ બાદ બ્રિટનની ઉધાર ખર્ચ પણ વધી ગયો છે, કારણ કે રોકાણકારોને ડર છે કે સ્ટાર્મર સરકાર ટકી શકશે કે નહીં.

દોષનો ટોપલો બીજા પર ઢોળવાનો સ્ટાર્મર પર આરોપ

વિપક્ષી કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોકે કહ્યું કે સાચી જવાબદારી વડાપ્રધાનની છે. તેમનો આરોપ છે કે સ્ટાર્મર દર વખતે ભૂલનો દોષ બીજા પર ઢોળી દે છે.

PM સ્ટાર્મરના કાર્યકાળમાં બીજા ચીફ ઓફ સ્ટાફનું રાજીનામું છે. આ પહેલા 2024ની ચૂંટણી પછી સૂ ગ્રેને હટાવવામાં આવ્યા હતા.

મેકસ્વીનીના રાજીનામા બાદ જિલ કાથબર્ટસન અને વિદ્યા અલકેસનને કાર્યકારી ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવ્યા છે.

જ્યારે, મેકસ્વીનીના નજીકના લોકો માને છે કે તેમને હટાવવા એ મોટી ભૂલ હતી. એક નેતાએ કહ્યું, આ પોતાની જ ટીમના સૌથી મજબૂત ખેલાડીને બહાર કાઢવા જેવું છે. કેટલાક સાંસદોને ડર છે કે તેમના જવાથી પાર્ટી વધુ ડાબેરી માર્ગે જતી રહેશે.

————————-

આ સમાચાર પણ વાંચો…

એપસ્ટીનના ‘કાળા ચિઠ્ઠા’માં 38,000 વખત ટ્રમ્પનું નામ:10 દેશમાં રાજીનામાં, 80 સામે તપાસ, શાહી પરિવારોથી લઈને અબજોપતિઓનાં નામ સેક્સ સ્કેન્ડલમાં ઊછળ્યાં

અમેરિકામાં નાની છોકરીઓના યૌનશોષણ અને માનવ તસ્કરીના આરોપી અબજોપતિ જેફરી એપસ્ટીન સાથે સંકળાયેલા ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક થતાં જ દુનિયાના સત્તા અને પ્રભાવના ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા લગભગ 30 લાખ પાનાંના દસ્તાવેજો પછી અત્યારસુધીમાં 10 દેશોમાં 15થી વધુ ઉચ્ચ અધિકારીને પદ ગુમાવવું પડ્યું છે. 80થી વધુ મોટાં નામો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…