Kezia Liz Mezo Miss Universe India 2026 Winner; Crowned In Jaipur Grand Finale

Last Updated: August 24, 2026By

10 કલાક પેહલા

  • કૉપી લિંક

કેરલમની મોડલ અને ડાન્સર કેઝિયા લિઝ મીઝોએ ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા-2026’નો ખિતાબ જીતી લીધો છે. તેણે પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી દરેકને પ્રભાવિત કર્યા. તેને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા-2025’ મણિકા વિશ્વકર્માએ તાજ પહેરાવ્યો.

કેઝિયા હવે આ વર્ષના અંતમાં પ્યુર્ટો રિકોમાં યોજાનારી 75મી ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં વિશ્વના વિવિધ દેશોની બ્યુટી ક્વીન ભાગ લેશે.

આ સ્પર્ધામાં તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનર-અપ અને ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર-અપ રહી. જયપુરના જી-સ્ટુડિયોમાં રવિવારે મોડી રાત્રે ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ ફિનાલે યોજાયો. તેમાં દેશભરમાંથી 52 ફાઇનલિસ્ટ્સે પોતાની પ્રતિભા, સુંદરતા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું.

કેઝિયાએ કહ્યું- ‘આ મારા માટે સિદ્ધિ નથી, મોટી જવાબદારી’

ખિતાબ જીત્યા પછી કેઝિયાએ કહ્યું કે, ‘આ ખિતાબ મારા માટે માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ એક મોટી જવાબદારી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વ અને સન્માનની વાત છે. હું આ અવસર દ્વારા ભારતની વિવિધતા, સંસ્કૃતિ, પ્રતિભા અને નવી પેઢીની શક્તિને દુનિયા સમક્ષ રજૂ કરીશ.’

ફિનાલેમાં કેરળની કેઝિયા લિઝ મેઝો (ડાબેથી ત્રીજી) એ 'મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026'નો ખિતાબ જીત્યો.

ફિનાલેમાં કેરળની કેઝિયા લિઝ મેઝો (ડાબેથી ત્રીજી) એ ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’નો ખિતાબ જીત્યો.

સુષ્મિતા સેન, સેલિના જેટલી અને ઉર્વશી રૌતેલા જજ રહ્યા

સ્પર્ધામાં બોલિવૂડ એક્ટ્રેસ અને ‘મિસ યુનિવર્સ 1994’ સુષ્મિતા સેન, બે વખત ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા’ રહી ચૂકેલી ઉર્વશી રૌતેલા અને ‘મિસ યુનિવર્સ’માં ફર્સ્ટ રનર-અપ રહી ચૂકેલી સેલિના જેટલી, ફિલ્મ પ્રોડ્યુસર અને પર્યાવરણવિદ્ પ્રજ્ઞા કપૂર અને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા’ના માલિક નિખિલ આનંદે આ પેજન્ટને જજ કર્યું. આ દરમિયાન ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024’ રિયા સિંઘા પણ હાજર રહી.

આ પ્રસંગે સુષ્મિતા સેને કહ્યું

QuoteImage

જ્યારે હું મિસ યુનિવર્સ માટે ફાઈટ કરી રહી હતી, ત્યારે મને અંગ્રેજી બહુ આવડતી ન હતી. એસન્સનો પણ અર્થ ખબર ન હતો. આવી સ્થિતિમાં આ સફર સરળ ન હતી. તે સમયે મેં જે જવાબ આપ્યો હતો, તે હું આજે પણ આપી શકતી નથી. આપણે એક જ માતાના સંતાનો છીએ અને આ માતૃભૂમિ આપણી માતા છે. સમગ્ર દેશભરમાંથી પ્રતિભા અહીં હાજર છે. આપણે ક્યાંક ને ક્યાંક કેટલાક ભાગોમાં અલગ હોઈશું, પરંતુ આપણે છતાં આ દેશને કારણે એક છીએ.

QuoteImage

ઉર્વશીએ કહ્યું- ‘સુષ્મિતા મારી પહેલી ગુરુ’

ઉર્વશી રૌતેલાએ કહ્યું કે, ‘સુષ્મિતા સેન મારી પહેલી ગુરુ છે. તેમણે જ મને ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા’નો તાજ પહેરાવ્યો હતો. તેમના આ નિવેદનથી જૂના દિવસોની યાદો પણ તાજી થઈ ગઈ. એક જ મંચ પર ગુરુ અને શિષ્યની હાજરીએ કાર્યક્રમને ભાવુક બનાવી દીધો.’

જુઓ, ઇવેન્ટની PHOTOS…

'મિસ યુનિવર્સ ઇન્ડિયા-2026'ની વિજેતા કેરળની કેઝિયા લિઝ મેઝો.

‘મિસ યુનિવર્સ ઇન્ડિયા-2026’ની વિજેતા કેરળની કેઝિયા લિઝ મેઝો.

એક્ટ્રેસ સુષ્મિતા સેન અને સેલિના જેટલી આ સ્પર્ધાના જજ રહ્યા.

એક્ટ્રેસ સુષ્મિતા સેન અને સેલિના જેટલી આ સ્પર્ધાના જજ રહ્યા.

ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જજ લિપ્સિંગ અને ડાન્સ કરતા જોવા મળ્યા.

ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જજ લિપ્સિંગ અને ડાન્સ કરતા જોવા મળ્યા.

સ્પર્ધકોને શાહરુખ ખાને તાલીમ આપી હતી, તેથી તેમની રેમ્પવોક ખૂબ જ આકર્ષક રહી.

સ્પર્ધકોને શાહરુખ ખાને તાલીમ આપી હતી, તેથી તેમની રેમ્પવોક ખૂબ જ આકર્ષક રહી.

'મિસ યુનિવર્સ ઇન્ડિયા-2026'માં દેશભરનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું.

‘મિસ યુનિવર્સ ઇન્ડિયા-2026’માં દેશભરનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું.

ફિનાલેમાં તમામ સ્પર્ધકોએ પોતાના પરિચય સાથે શરૂઆત કરી.

ફિનાલેમાં તમામ સ્પર્ધકોએ પોતાના પરિચય સાથે શરૂઆત કરી.

ઇન્ટ્રોડક્શનમાં સ્પર્ધકોએ પોતાના રાજ્ય અને શહેરની પણ જાણકારી આપી.

ઇન્ટ્રોડક્શનમાં સ્પર્ધકોએ પોતાના રાજ્ય અને શહેરની પણ જાણકારી આપી.