Knowledge : ગુગલ પર અચાનક ટોપિક કેમ ટ્રેન્ડ થવા લાગે છે, જાણો રસપ્રદ માહિતી
આજકાલ લોકો કોઈપણ વસ્તુની માહિતી મેળવવી હોય તો ગુગલમાં સર્ચ કરે છે. ડિજિટલ યુગમાં દરેક વસ્તુ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ગુગલમાં અચાનક કોઈ વસ્તુ ટ્રેન્ડ થવા લાગે છે. આ વસ્તુ કોઈ સમાચાર પણ હોઈ શકે અથવા તો સેલેબ્રિટી, બ્રેકિંગ ન્યુઝ કે પછી કોઈ ખાસ ડેસ્ટિનેશન પણ હોઈ શકે છે. ત્યારે સવાલ એ થાય કે આખરે ગુગલમાં વસ્તુ ટ્રેન્ડ કેવી રીતે થાય છે ? ગુગલને કેવી રીતે ખબર પડે છે કે આ ટોપિક ટ્રેન્ડિંગમાં છે. ગૂગલમાં Trend ટોપિકની ગેમ શું છે.
ગૂગલ પર ટોપિક ટ્રેન્ડની જાણો રમત
ગુગલ પર અચાનક ટોપિક ટ્રેન્ડ એવા વિષય થાય છે જેને લોકો વધુ સર્ચ કરે છે. ટેકનોલોજી અને ડેટા વિશ્લેષણ સિસ્ટમ પરથી ખ્યાલ આવે છે કે ગુગલમાં કયો ટોપિક વધુ ટ્રેન્ડમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ વિષય માટે જયારે લોકો ટૂંકા ગાળામાં કોઈ વસ્તુ શોધ કરવા લાગે છે તો અચાનક આ શોધ ઝડપથી વધવા લાગે છે, ત્યારે ગૂગલ તેને ટ્રેન્ડિંગ વિષય માને છે. આ વધારો સામાન્ય શોધ પેટર્નથી અલગ છે, એટલે કે જે વસ્તુ અગાઉ ભાગ્યે જ શોધાતી હતી તે અચાનક લાખો લોકો શોધતો વિષય બની જાય છે.
ગૂગલ બની રહ્યું છે ડેટા સ્ટોરનો ખજાનો
એવું કહેવાય છે કે ભવિષ્યમાં યુદ્ધ થશે ત્યારે કોઈ હિસ્સા માટે નહીં પરંતુ ડેટા માટે થશે. આજે ડેટાનો જમાનો છે. કોઈપણ ક્ષેત્ર હોય અથવા મહત્વની માહિતી હોય તેનો ડેટા ગૂગલમાં સ્ટોર થઈ રહ્યા છે. દુનિયાભરનો રીઅલ-ટાઇમ ડેટા ગૂગલ પાસે છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે ગૂગલ ડેટા સ્ટોરનો ખજાનો બની રહ્યું છે. દર સેકન્ડે, અબજો સર્ચ ક્વેરીઝ ગૂગલ સુધી પહોંચે છે. ગૂગલનું અલ્ગોરિધમ આ શોધોની તુલના ઐતિહાસિક ડેટા સાથે કરે છે. જયારે ગુગલ પર કોઈ કીવર્ડ અથવા ટોપિક અચાનક અસામાન્ય સ્પાઇક બતાવે છે ત્યારે સિસ્ટમ ચેતવણી આપે છે કે તે વિષય ટ્રેન્ડિંગમાં હોઈ શકે છે.
ટ્રેન્ડ પેટર્નને સમજવાનું સરળ બને છે
ગૂગલ ફક્ત શોધની સંખ્યા જ જોતું નથી, પણ લોકો શા માટે શોધ કરી રહ્યા છે તે સમજવાનો પણ પ્રયાસ કરે છે. ક્યારેક કોઈ વિષય ફક્ત ચોક્કસ દેશ, રાજ્ય અથવા શહેરમાં જ ટ્રેન્ડ કરે છે. ગૂગલ વપરાશકર્તાના સ્થાન અને સમયના આધારે ટ્રેન્ડ દર્શાવે છે એટલે કે જે – તે પ્રદેશમાં થતી ચૂંટણીઓ, યુદ્ધ સ્થિતિ, અકસ્માત, હવામાન અથવા સ્થાનિક ઘટનાઓ ઘણીવાર પ્રાદેશિક ટ્રેન્ડ બનાવે છે. ગૂગલ ટ્રેન્ડ્સ એ એક સાધન છે, કયા વિષયો ક્યારે, ક્યાં અને કેટલી ઝડપથી ટ્રેન્ડ થાય છે તે બતાવે છે. ગૂગલ પર કરાતા સર્ચ અને ડેટા ટ્રેન્ડ પેટર્નને સમજવાનું સરળ બનાવે છે.
આ પણ વાંચો : Rabies Virus : સાવધાન! જીવલેણ બની શકે છે રેબીઝ વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

