Kriti Sanon Dance VIDEOS; Actress Performs Bhojpuri Song Sister Nupur Sanon Wedding Udaipur | ક્રિતી સેનન બહેન નૂપુરના સંગીતમાં મન મૂકીને નાચી: ભોજપુરી ગીત ‘લોલીપોપ લાગે લૂ’ પર ઠૂમકા લગાવ્યા, વિદાય પહેલાં નાની બહેન પર વહાલ વરસાવ્યું

Last Updated: January 10, 2026By

17 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનનની બહેન અને એક્ટ્રેસ નૂપુરના લગ્નના ફંક્શન રાજસ્થાનના ઉદયપુરમાં શરૂ થઈ ગયાં છે. 9 જાન્યુઆરીના રોજ નૂપુર અને સિંગર સ્ટેબિન બેનની પીઠી અને સંગીત ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની બહેનનાં બંને ફંક્શનમાં ક્રિતી જોરદાર નાચતી જોવા મળી હતી.

નાની બહેન સાથે તાલથી તાલ મેળવ્યો

હાલમાં સોશિયલ મીડિયા પર નૂપુર અને સ્ટેબિનનાં ફંક્શનના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં આખો પરિવાર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. એક વીડિયોમાં ક્રિતી બહેન નૂપુર અને તેની બહેનપણીઓ સાથે ‘હનિમૂન ટ્રાવેલ્સ’ ફિલ્મના ગીત ‘સજના જી વારી-વારી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ક્રિતીએ બહેન નૂપુર સાથે 'સજના જી વારી-વારી' ગીત પર ડાન્સ કર્યો.

ક્રિતીએ બહેન નૂપુર સાથે ‘સજના જી વારી-વારી’ ગીત પર ડાન્સ કર્યો.

નૂપુર પણ પોતાના સંગીત ફંક્શનમાં મન મૂકીને નાચતી જોવા મળી.

નૂપુર પણ પોતાના સંગીત ફંક્શનમાં મન મૂકીને નાચતી જોવા મળી.

ભોજપુરી ગીત પર ક્રિતીએ વરુણ શર્મા સાથે ઠૂમકા લગાવ્યા

ક્રિતીનો એક અન્ય વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ‘ફુકરે’ ફિલ્મ ફેમ એક્ટર વરુણ શર્મા સાથે ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે. વરુણ અને ક્રિતીએ ભોજપુરી સ્ટાર પવન સિંહના ગીત ‘લોલીપોપ લાગે લૂ’ પર જોરદાર ડાન્સ કર્યો. નૂપુર-સ્ટેબિન ક્રિતીના આ પર્ફોર્મન્સને એન્જોય કરતા જોવા મળી રહ્યાં છે.

ક્રિતી સેનને ભોજપુરી ગીત 'લોલીપોપ લાગે લૂ' પર વરુણ સાથે ઠૂમકા લગાવ્યા.

ક્રિતી સેનને ભોજપુરી ગીત ‘લોલીપોપ લાગે લૂ’ પર વરુણ સાથે ઠૂમકા લગાવ્યા.

બહેનની વિદાય પહેલાં જ ક્રિતી ભાવુક થઈ ગઈ

એક અન્ય વીડિયોમાં ક્રિતી બહેન માટે પંજાબી ગીત ‘દિલ તૂ જાન તૂ’ પર પણ પર્ફોર્મ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ક્રિતીનાં માતા પણ તેની સાથે ડાન્સ કરી રહ્યાં છે. ક્રિતી પર્ફોર્મન્સ દરમિયાન પ્રેમથી બહેનનું કપાળ ચૂમતી જોવા મળી.

ક્રિતી અને તેની માતાએ વહાલસોયી દીકરી માટે સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું.

ક્રિતી અને તેની માતાએ વહાલસોયી દીકરી માટે સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું.

11 જાન્યુઆરીએ કપલ લગ્નના બંધનમાં બંધાશે

નૂપુર અને સ્ટેબિન બેનનાં લગ્નનાં ફંક્શન લેકસિટીની રેફલ્સ હોટલમાં 9 જાન્યુઆરીથી શરૂ થઈ ગયાં છે. 9મીએ પીઠી અને સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આજે કપલની મહેંદી સેરેમની છે. આ માટે હોટલમાં અલગ-અલગ થીમ પર સજાવટ કરવામાં આવશે. 11 જાન્યુઆરીએ બંને સાત ફેરા લેશે.

લગ્નમાં હાજરી આપવા માટે બોલિવૂડ અને ટીવી ઉપરાંત મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી પણ ઘણા સ્ટાર્સ આવવાની શક્યતા છે. હોટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ક્રિતી સેનનનો બોયફ્રેન્ડ કબીર લાઇમલાઇટમાં

લગ્નમાં હાજરી આપવા ક્રિતી સેનનનો બોયફ્રેન્ડ કબીર પણ આવ્યો છે. તે બુધવારે ક્રિતી અને તેમના પરિવાર સાથે જ ઉદયપુર પહોંચ્યો હતો. ક્રિતી અને કબીરને એકસાથે ઉદયપુર એરપોર્ટ પરથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા.

ઉદયસાગર તળાવની વચ્ચે બનેલી આ ભવ્ય હોટલ રેફલ્સ છે. વર્ષ 1887માં સિંગાપોરમાં સ્થાપિત રેફલ્સની ભારતમાં પ્રથમ હોટલ ઉદયપુર અને બીજી જયપુરમાં છે.

ઉદયસાગર તળાવની વચ્ચે બનેલી આ ભવ્ય હોટલ રેફલ્સ છે. વર્ષ 1887માં સિંગાપોરમાં સ્થાપિત રેફલ્સની ભારતમાં પ્રથમ હોટલ ઉદયપુર અને બીજી જયપુરમાં છે.

હોટલ રેફલ્સમાં થઈ ચૂકેલાં હાઇ પ્રોફાઇલ લગ્નો

હોટલ રેફલ્સમાં ઘણાં હાઈ પ્રોફાઈલ લગ્નો થઈ ચૂક્યાં છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા, હરિયાણાના ભાજપના ધારાસભ્ય ભવ્ય બિશ્નોઈ અને રાજસ્થાનની રહેવાસી IAS પરી બિશ્નોઈનાં લગ્ન પણ અહીં થઈ ચૂક્યાં છે.