Kriti Sanon Raksha Bandhan Jewelry Ad Controversy; Trolled For Bralette Outfit

Last Updated: August 24, 2026By

14 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન તેના એક નવા જ્વેલરી એડવર્ટાઈઝમેન્ટને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. રક્ષાબંધનની થીમ પર બનેલી આ જાહેરાતમાં ક્રિતી તેના ઓન-સ્ક્રીન ભાઈને રાખડી બાંધતી જોવા મળી રહી છે.

જોકે, એડમાં તેના ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ (બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ)ને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.

ઘણા યુઝર્સનું કહેવું છે કે, રક્ષાબંધન જેવા પરંપરાગત તહેવાર માટે આ પહેરવેશ યોગ્ય નથી, જ્યારે કેટલાક લોકો એક્ટ્રેસના સમર્થનમાં ઉતર્યા છે.

જાહેરાતમાં ક્રિતી બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ પહેરેલી જોવા મળી.

જાહેરાતમાં ક્રિતી બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ પહેરેલી જોવા મળી.

બ્રાલેટ બ્લાઉઝ પહેરીને રાખડી બાંધવા પર નારાજગી વ્યક્ત કરી જ્વેલરી બ્રાન્ડની આ જાહેરાતમાં ક્રિતી સેનને કેપ સાથે બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોએ તેના કપડાં પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું.

યુઝર્સનું કહેવું છે કે, તહેવાર પ્રમાણે કપડાં પહેરવા એ સામાન્ય સમજદારીની વાત છે. વિવાદ વધવા દરમિયાન ઘણા યુઝર્સે આ મામલે ધર્મની સરખામણી પણ શરૂ કરી દીધી.

લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું ઈદ કે ક્રિસમસ જેવા અન્ય ધાર્મિક તહેવારોના વિજ્ઞાપનોમાં પણ આવા આધુનિક કપડાં સ્વીકારવામાં આવે છે? લોકોનું કહેવું હતું કે, ફક્ત હિંદુ તહેવારો અને પરંપરાઓને દર્શાવતી વખતે જ આવા પ્રયોગો શા માટે કરવામાં આવે છે.

યુઝરની કમેન્ટ.

યુઝરની કમેન્ટ.

ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ જાહેરાતને હિંદુ ધર્મ અને તહેવારો પ્રત્યે અસંવેદનશીલ ગણાવી. એક યુઝરે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, રક્ષાબંધનના પવિત્ર તહેવારના ખોટા નિરૂપણ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં એક્ટ્રેસ વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.

લોકોએ આ જાહેરાત પર તહેવારના ખોટા નિરૂપણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.

લોકોએ આ જાહેરાત પર તહેવારના ખોટા નિરૂપણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.

વિવાદ વધ્યા બાદ ક્રિતી સેનનના બચાવમાં પણ ઘણા લોકો આગળ આવ્યા છે. સપોર્ટ કરનારા યુઝર્સનું કહેવું છે કે, ક્રિતીનો આઉટફિટ કોઈપણ રીતે વાંધાજનક નથી અને લોકોએ બીજાના કપડાંનો ન્યાય કરવાનું બંધ કરવું જોઈએ.

‘કોકટેલ 2’માં જોવા મળી હતી ક્રિતી સેનન ક્રિતી સેનનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘કોકટેલ 2’માં જોવા મળી હતી. હોમી અડજાનિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સાથે શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં હતા.

,

ક્રિતી સેનન સંબંધિત આ સમાચાર પણ વાંચો…

હિટ ફિલ્મ પછી પણ ક્રિતી 15 મહિના બેરોજગાર રહી:સ્ટારકિડ્સે મોટા રોલ છીનવી લીધા; એન્જિનિયરિંગ ગર્લ આજે બની બોલિવૂડની ‘બરેલી કી બર્ફી’

આજે ક્રિતી સેનન બોલિવૂડની સફળ એક્ટ્રેસમાં ગણાય છે. તેના નામે નેશનલ એવોર્ડ, ઘણી સુપરહિટ ફિલ્મો અને પોતાનું પ્રોડક્શન હાઉસ છે. પરંતુ આ મુકામ સુધી પહોંચવાનો રસ્તો રિજેક્શન, એકલતા, મહેણાં-ટોણાં અને આત્મવિશ્વાસની લડાઈમાંથી પસાર થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…