Lahore 1947 Release Date Announced; Aamir Khan Says Dharam Jis Favorite Script
5 કલાક પેહલા
- કૉપી લિંક
આમિર ખાન પ્રોડક્શન્સે પોતાની અપકમિંગ પીરિયડ ડ્રામા ફિલ્મ ‘લાહોર 1947’ની થિયેટ્રિકલ રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ ઇન્ડિપેન્ડન્સ ડે વીક દરમિયાન એટલે કે 13 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
‘ધરમજીની સૌથી મનપસંદ સ્ક્રિપ્ટ્સમાંની એક હતી’
‘લાહોર 1947’માં પહેલીવાર સની દેઓલ, ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને પ્રોડ્યુસર આમિર ખાન એકસાથે જોવા મળશે. આમિર ખાને કહ્યું, ‘આ ધરમજીની સૌથી પસંદીદા સ્ક્રિપ્ટ્સમાંથી એક હતી અને મને ખૂબ ખુશી થાત જો તેઓ આ ફિલ્મ જોઈ શક્યા હોત.’

‘લાહોર 1947’માં સની, રાજકુમાર સંતોષી અને આમિર પહેલીવાર સાથે કામ કરશે.
નોંધનીય છે કે, ‘લાહોર 1947’માં સની દેઓલ, શબાના આઝમી, પ્રીટિ ઝિન્ટા અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. સની દેઓલનો દીકરો કરણ દેઓલ પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવતો જોવા મળશે. ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે અને ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે.
ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને સની દેઓલની જોડીએ અગાઉ પણ ‘ઘાયલ’, ‘ઘાતક’ અને ‘દામિની’ જેવી યાદગાર ફિલ્મો આપી છે. હવે ઘણા વર્ષો પછી આ જોડી ફરીથી સાથે આવી રહી છે, જેનાથી અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. 1947ના સમયગાળાને જીવંત કરતી આ ફિલ્મ દેશભક્તિ અને વીરતાનું એક નવું ઉદાહરણ પૂરું પાડી શકે છે.
સની દેઓલ ‘બોર્ડર 2’માં જોવા મળ્યો હતો
છેલ્લી વાર સની દેઓલ ‘બોર્ડર 2’માં જોવા મળ્યો હતો. વર્લ્ડવાઇડ 440 કરોડનું કલેક્શન કરીને આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. ‘બોર્ડર’ પછી રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 3’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 37 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


