Lalit Modi Biopic Update; Sajid Nadiadwala To Produce
1 કલાક પેહલા
- કૉપી લિંક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક લલિત મોદીના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. ‘પિંકવિલા’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના અહેવાલ મુજબ, આ બાયોપિકને સાજિદ નડિયાદવાલા પોતાના બેનર ‘નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ’ હેઠળ પ્રોડ્યુસ કરશે.
ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ પૂર્વ ટીવી એક્ઝિક્યુટિવ અને પ્રોડ્યુસર સ્નેહા રજની કરી રહ્યાં છે. આ ફિલ્મ લલિત મોદીના શરૂઆતના જીવન, IPLની શરૂઆત, તેમની સફળતા અને બાદમાં જોડાયેલા વિવાદો પર આધારિત હશે.
થોડા સમય પહેલાં રણવીર સિંહે લલિતની ભૂમિકા ભજવવામાં રસ દાખવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં લલિત મોદીએ પણ પુષ્ટિ કરી હતી કે રણવીર તેમનું પાત્ર ભજવવા માગે છે. લલિત છેલ્લા લગભગ 16 વર્ષથી લંડનમાં રહે છે.

ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં લલિત મોદીએ કહ્યું હતું કે, રણવીર તેમનો રોલ ભજવવા માગે છે.
રણવીર સિંહે લંડન જઈને કરી હતી મુલાકાત
મેકર્સ આ બાયોપિકમાં લલિત મોદીની માત્ર હેડલાઇન્સ અને વિવાદો પર ધ્યાન આપવાને બદલે તેમના અંગત જીવન અને કારકિર્દીના વિવિધ પાસાઓ દર્શાવવા માગે છે. ફિલ્મનું લેખન અને ડેવલપમેન્ટનું કામ હજુ ચાલુ છે. ANI સાથેની વાતચીતમાં લલિત મોદીએ જણાવ્યું હતું કે, સ્નેહા રજનીના નેતૃત્વ હેઠળની એક ટીમ તેમના ડઝનબંધ ઇન્ટરવ્યૂ લઈ ચૂકી છે.

આ બાયોપિકને સાજિદ નાડિયાડવાલા પોતાના બેનર નાડિયાડવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરશે.
તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે, થોડાં વર્ષો પહેલાં એક્ટર રણવીર સિંહ તેમને મળવા લંડન પહોંચ્યા હતા અને તેમણે બાયોપિકમાં લલિત મોદીનું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટરને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

લલિત મોદીએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલાં અભિનેતા રણવીર સિંહ તેમને મળવા લંડન પહોંચ્યા હતા
2008માં IPLની શરૂઆત, કોચી ફ્રેન્ચાઇઝી વિવાદ
- લલિત મોદીનું નામ ભારતીય ક્રિકેટ, બિઝનેસ અને મનોરંજનને એકસાથે લાવવા માટે જાણીતું છે. વર્ષ 2008માં તેમણે BCCIના ઉપાધ્યક્ષ તરીકે ફ્રેન્ચાઇઝી આધારિત ટી20 ક્રિકેટ લીગ ‘IPL’નો ખ્યાલ રજૂ કર્યો હતો.
- તેઓ તેના પ્રથમ ચેરમેન અને કમિશનર બન્યા. જોતજોતામાં IPL દુનિયાની સૌથી મોટી રમતગમત લીગમાં સામેલ થઈ ગઈ. જોકે, 2010માં કોચી ટસ્કર્સ કેરળ ફ્રેન્ચાઇઝીની શેરહોલ્ડિંગને લઈને વિવાદ ઊભો થયો.
- લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુનંદા પુષ્કરના ‘સ્વેટ ઇક્વિટી’ શેરનો ખુલાસો કર્યો હતો, જેના પછી તત્કાલીન કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

લલિત મોદીએ ભારતમાં IPL કેવી રીતે લાવ્યું
દિલ્હીના મોટા બિઝનેસમેન પરિવારમાં જન્મેલા લલિત મોદીએ અમેરિકાથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ તેઓ ભારત પરત ફર્યા. અહીં તેમણે જોયું કે લોકોમાં ક્રિકેટ પ્રત્યે ભારે દીવાનગી છે. અમેરિકાની રમતોમાંથી પ્રેરણા લઈને લલિતે ભારતમાં IPL શરૂ કરાવવાનો વિચાર કર્યો. હિમાચલ, રાજસ્થાન અને પંજાબ ક્રિકેટ એસોસિએશનના સભ્ય બન્યા બાદ લલિતે BCCI સાથે મળીને IPLના પ્લાન પર કામ શરૂ કર્યું.
IPL વિવાદમાં ઘેરાયેલા લલિત, BCCIએ 22 આરોપ લગાવ્યા હતા
- આઈપીએલની શરૂઆત કરતાં લલિત મોદીએ પોતાના પરિવારના ઘણા સભ્યોને આઈપીએલમાં હિસ્સો અપાવ્યો હતો. 2008માં આઈપીએલ શરૂ થતાં જ આ લીગ સુપરહિટ બની ગઈ અને તેના માટે લલિતે ખૂબ પ્રશંસા મેળવી.
- આઈપીએલથી ખેલાડીઓ અને બીસીસીઆઈને પણ ફાયદો થવા લાગ્યો. થોડા સમય બાદ આઈપીએલ અને લલિતના અંગત સ્વાર્થની માહિતી સૌની સામે આવવા લાગી અને તેમને 2010ની આઈપીએલ ફાઇનલ બાદ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા.
- અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ લલિત મોદી પર 22 આરોપ લગાવ્યા હતા, જેમાં પોતાના પરિવારને કોન્ટ્રાક્ટ આપવા, આઈપીએલના પ્રસારણનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા, હરાજીમાં ગેરરીતિ કરવા જેવા અનેક આરોપો સામેલ હતા.

EDની તપાસ, વિદેશ જવું અને ‘લલિતગેટ’ વિવાદ
- વર્ષ 2010માં EDએ 2009માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત IPL દરમિયાન વિદેશી ચલણ વ્યવસ્થાપન અધિનિયમ (FEMA)ના ઉલ્લંઘનોની તપાસ શરૂ કરી હતી. ED દ્વારા સમન્સ જારી કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન લલિત મોદી ભારત છોડીને લંડન ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેમના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
- વર્ષ 2015માં આ મામલો તે સમયે મોટા રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો, જ્યારે લીક થયેલા દસ્તાવેજોથી જાણવા મળ્યું કે તત્કાલીન વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હોવા છતાં લલિત મોદીને યુકેના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ મેળવવામાં મદદ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમને મીડિયામાં ‘લલિતગેટ’ નામ આપવામાં આવ્યું હતું.

ઉંમરમાં 9 વર્ષ મોટી મીનલ સાથે લલિત મોદીએ 1991માં લગ્ન કરી લીધા.
માતાની બહેનપણી સાથે લગ્ન કર્યા
લલિતને વિદેશમાં અભ્યાસ દરમિયાન તેમની માતાની બહેનપણી મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો. મીનલ ઉંમરમાં લલિત કરતાં 9 વર્ષ મોટા હતાં, તેમ છતાં મોદી અને મીનલ વચ્ચે નિકટતા વધવા લાગી. મીનલનાં લગ્ન નાઇજીરિયાના બિઝનેસમેન જેક સાગરાની સાથે થઈ રહ્યાં હતાં. તેનાં થોડા સમય પહેલાં જ લલિતે મીનલ સમક્ષ પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો, જેના કારણે મીનલ ગુસ્સે થઈ ગઈ. તેમણે ચાર વર્ષ સુધી મોદી સાથે વાતચીત બંધ રાખી.
આ સમાચાર પણ વાંચો
લલિત મોદીના પૈસા લૂંટ્યા, શું ‘ગોલ્ડ ડિગર’ છે સુષ્મિતા સેન?:પૂર્વ IPL ચેરમેને એક્સ ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો પર ખુલીને વાત કરી, કહ્યું- હું કેપ્ટ બોયફ્રેન્ડ હતો

બિઝનેસમેન અને પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ તાજેતરમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેનને ખાસ ગણાવી હતી. સાથે જ તેણે એક્ટ્રેસ પર લાગેલા ‘ગોલ્ડ ડિગર’ના આરોપોને નકારી કાઢતા કહ્યું કે- તે મારી દરેક વસ્તુનું પેમેન્ટ કરતી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



